અંદર સાકર નાખીને ધીમા તાપે હલાવવું. એ ઘટ્ટ થવા આવે ત્યારે દૂધનો પાઉડર અને કોકો પાઉડર નાખીને હલાવવું. માવો ઘટ્ટ થાય એટલે ગૅસ બંધ કરીને ઠંડું થવા દેવું.
ચીકુ ચોકો ટાકોઝ
સામગ્રી : ૬થી ૮ નંગ પાકાં ચીકુ, ૧\૪ કપ સાકર, ૧\૪ કપ મિલ્ક પાઉડર, બે ચમચી કોકો પાઉડર, ૧ ચમચી ઇલાયચી પાઉડર, ૧ ચમચી ઘી, વાઇટ ચૉકલેટ, ચિક્કીની જરૂર મુજબ ડ્રાયફ્રૂટ, ચૉકલેટ સિરપ ડેકોરેશન માટે
રીત : પ્રથમ કઢાઈમાં ૧ ચમચી ઘી નાખી ચીકુનો પલ્પ નાખીને બે મિનિટ હલાવવું. ત્યાર બાદ એની અંદર સાકર નાખીને ધીમા તાપે હલાવવું. એ ઘટ્ટ થવા આવે ત્યારે દૂધનો પાઉડર અને કોકો પાઉડર નાખીને હલાવવું. માવો ઘટ્ટ થાય એટલે ગૅસ બંધ કરીને ઠંડું થવા દેવું. એમાં ઇલાયચી પાઉડર મિક્સ કરવો. હવે આ મિક્સ્ચને ફ્રિજમાં ઠંડું થવા ૧૦ મિનિટ મૂકવું. પછી એને બહાર કાઢીને ટાકોઝનો શેપ આપવો. હવે વાઇટ ચૉકલેટને મેલ્ટ કરીને ટાકોઝ પર કોટેડ કરવી અને ફરી ૧૦ મિનિટ ફ્રિજમાં મૂકવી. હવે ટાકોઝને બહાર કાઢી નાના ગ્લાસ પર મૂકી એના પર ડ્રાયફ્રૂટ ચિક્કી મૂકીને ચૉકલેટ સિરપનું ડેકોરેશન કરવું. તૈયાર છે રક્ષાબંધન માટે ચીકુ ચોકો ટાકોઝ.
ADVERTISEMENT
-કુસુમ મોમાયા
કિચન ટિપ્સ
શાકમાં મીઠું વધારે પડે તો શું કરશો?

શિમલા મરચાં, ગાજર, વટાણા, તુરિયાં કે ભીંડાના શાકમાં જો મીઠું વધારે થાય તો એમાં મૅશ કરેલા બાફેલા બટાટા નાખો. બટાટા મીઠું શોષી લેશે. આ ઉપરાંત જરૂર પડે તો સાકર અને લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.
પનીરનું કે કોઈ રસાવાળું શાક હોય તો એમાં દૂધ અથવા ક્રીમ ઉમેરો અને થોડી સાકર મિક્સ કરશો તો ટેસ્ટ બૅલૅન્સ થઈ જશે.
કઠોળના શાકમાં મીઠાના પ્રમાણને બૅલૅન્સ કરવું હોય તો ટમેટાની પ્યુરી ઉમેરી શકાય.
ખટાશવાળા, લસણવાળા કે પંજાબી શાકમાં મીઠું વધારે થાય તો લીંબુનો રસ ઉમેરો.


