અહીં ટિપ્સ જાણો...
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ચિનાઈ માટીનાં વાસણો પર ચા, કૉફી કે હળદરના ડાઘ જલદી પડી જતા હોય છે. એને સાફ કરવા માટે ડાઘવાળી જગ્યા પર થોડો ખાવાનો સોડા નાખો અને એમાં થોડું પાણી નાખીને પેસ્ટ બનાવો. હવે સૉફ્ટ સ્ક્રબર કે સ્પન્જ વડે એને હળવા હાથે ઘસો. ૧૦ મિનિટ રહેવા દઈને ધોઈ લો.
સફેદ વિનેગરમાં મીઠું મિક્સ કરી કપ કે પ્લેટ પર લગાવીને બે-ત્રણ મિનિટ રહેવા દો. એ જૂના ડાઘને પણ કાઢી નાખશે.
લીંબુની એક ફાડ પર મીઠું લો અને ડાઘવાળા ભાગ પર ઘસો. લીંબુના રસમાં કુદરતી બ્લીચિંગ એજન્ટ હોય છે જે વાસણને ચમકાવવામાં મદદ કરશે.
જો કોઈ જિદ્દી ડાઘ હોય તો એના પર થોડી સફેદ ટૂથપેસ્ટ લગાવો અને જૂના ટૂથબ્રશથી ઘસો. એનાથી પણ વાસણ સરસ સાફ થઈ જાય છે.
