ત્રણ રંગના કૅપ્સિકમ, કૉર્ન, કોબી અને ચીઝથી બનાવો ટેસ્ટી મિની બન સ્ટાર્ટર. બટરમાં શાક સાંતળી તેમાં સૉસ અને ચીઝ મિક્સ કરી મિની બનમાં સ્ટફિંગ ભરીને ગરમાગરમ સર્વ કરો.
આજની રેસિપી : મેક્સિકન મિની બન સ્ટાર્ટર
સામગ્રી : રેડ, ગ્રીન અને યલો કૅપ્સિકમ; બાફેલા કૉર્ન, પર્પલ કોબી, ગ્રીન કોબી, બટર, ચીઝ, કોથમીર, રેડ ચિલી સૉસ, પીત્ઝા સૉસ, ટમેટો કેચપ, મીઠું
રીત : એક પૅનમાં બટર ગરમ કરીને ૩ કલરનાં કૅપ્સિકમ સાંતળવાં. પછી કોબી નાખીને સાંતળવી. પછી બાફેલા કૉર્ન નાખવા, મીઠું નાખવું અને ચીઝ નાખીને ગૅસ બંધ કરવો. પછી બધા સૉસ બેથી ૩ ચમચી નાખીને કોથમીર નાખવી. તૈયાર મિની બન પાંઉને વચ્ચેથી કટ કરી તૈયાર કરેલું સ્ટફિંગ એમાં ભરીને સ્ટાર્ટર સર્વ કરવું.
-પુનિતા શેઠ
