આજે તો ભેળપૂરી ને સેવપૂરીમાં એટએટલું વધિયાણ નાખવામાં આવે છે કે મૂળ ટેસ્ટ રહે નહીં, પણ બોરા બજારના હરિઓમ ભેળપૂરી સેન્ટરમાં એનાથી છુટકારો છે અને એની એ જ મજા છે
ખાઈપીને જલસા
હરિ ઓમ ભેળપુરી સેન્ટર
આઇકૉનિક આઇટમ ફરી ટેસ્ટ કરવાની શરૂઆત આપણે ગયા અઠવાડિયાથી કરી અને પહેલાં વાત કરી પંચમ પૂરીવાલાના પૂરી-શાકની. આ વખતે પણ આપણે આઇકૉનિક આઇટમ જ ટેસ્ટ કરવાની છે. હમણાં મારે ટાઉન જવાનું બહુ બને છે. ટાઉન જાઉં એટલે મને મારું નાનપણ યાદ આવી જાય અને નાનપણ યાદ આવે એટલે એ સમયે ખાધી હોય એ બધી વરાઇટી પણ યાદ આવે.