Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આજની રેસિપીળ: બર્મીઝ ખાવ સે

Published : 25 November, 2026 08:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ રીતે બનાવો બર્મીઝ ખાવ સે

બર્મીઝ ખાવ સે

બર્મીઝ ખાવ સે


સામગ્રી: સૂપ બનાવવા માટે : નારિયેળનું દૂધ - ૧ કપ, પાણી અથવા વેજિટેબલ સ્ટૉક – ૧ કપ, બેસન – ૧ મોટી ચમચી, તેલ – ૧ મોટી ચમચી, ઝીણા સમારેલા કાંદા – પા કપ, આદું-લસણની પેસ્ટ – ૧ નાની ચમચી, લીલાં મરચાંની પેસ્ટ – અડધી નાની ચમચી, હળદર – પા ચમચી, લાલ મરચું પાઉડર –  અડધી ચમચી, ધાણાજીરું પાઉડર –  અડધી ચમચી, મીઠું – સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ – ૧ ચમચી.

નૂડલ્સ માટે : બાફેલા રાઇસ નૂડલ્સ – ૧૫૦ ગ્રામ, ક્રિસ્પી ફ્રાઇડ નૂડલ્સ – અડધો કપ



ગાર્નિશિંગ માટે : ૨ મોટી ચમચી ઝીણા સમારેલા સ્પ્રિંગ અન્યન, તળેલા કાંદા બે ચમચી,


ઝીણાં સમારેલાં લાલ બેલપેપર – બે મોટી ચમચી, શેકેલી મગફળી – બે મોટી ચમચી, લીલાં મરચાંના ટુકડા – જરૂર મુજબ

બનાવવાની રીત : નૂડલ્સ : સૌપ્રથમ રાઇસ નૂડલ્સને ગરમ પાણીમાં બાફી લો. ત્યાર બાદ એનું પાણી નિતારીને બાજુ પર રાખો. ક્રિસ્પી નૂડલ્સને અલગથી તળી લો.
સૂપ : એક પૅનમાં તેલ ગરમ કરી એમાં સમારેલા કાંદા નાખીને સાંતળો. આદું-લસણની પેસ્ટ અને લીલાં મરચાંની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળો. એમાં હળદર, લાલ મરચું અને ધાણાજીરું પાઉડર ઉમેરો. બેસનમાં થોડું પાણી ઉમેરી ગઠ્ઠા ન રહે એ રીતે મિક્સ કરો અને પૅનમાં ઉમેરો. નારિયેળનું દૂધ અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ધીમા તાપે પાંચથી ૭ મિનિટ સુધી ઉકાળો. છેલ્લે લીંબુનો રસ ઉમેરી ગૅસ બંધ કરો.


પીરસવાની રીત: એક સર્વિંગ બાઉલમાં સૌપ્રથમ બાફેલા રાઇસ નૂડલ્સ મૂકો. ઉપર ગરમાગરમ ક્રીમી નારિયેળના દૂધ વાળો સૂપ રેડો. ઉપરથી ક્રિસ્પી ફ્રાઇડ નૂડલ્સ ઉમેરો. સમારેલા સ્પ્રિંગ અન્યન, તળેલાં ક્રિસ્પી કાંદા, લાલ બેલપેપર અને શેકેલી મગફળીથી ગાર્નિશ કરો અને ગાર્નિશ માટેની ચીજો થોડી-થોડી માત્રામાં અલગથી સર્વ કરો.

- ડિમ્પલ પારેખ

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 08:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK