Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > મેલ્ટેડ બેક્ડ ચીઝ સમોસાપાંઉ સ્નૅક્સની યાદીમાં નવું નામ ઉમેરાયું છે

મેલ્ટેડ બેક્ડ ચીઝ સમોસાપાંઉ સ્નૅક્સની યાદીમાં નવું નામ ઉમેરાયું છે

Published : 14 February, 2026 04:58 PM | IST | Mumbai
Darshini Vashi

એ-વનના સમોસાની ઓળખાણ આપવાની જરૂર નથી. ભાગ્યે જ કોઈ મુંબઈકર હશે જેણે આ સમોસાનો સ્વાદ માણ્યો ન હોય. આ સમોસાને હવે નવો અવતાર આપીને મુલુંડના ગુજરાતી યુવાને નવી વરાઇટી રજૂ કરી છે.

મેલ્ટેડ બેક્ડ ચીઝ સમોસાપાંઉ સ્નૅક્સની યાદીમાં નવું નામ ઉમેરાયું છે

મેલ્ટેડ બેક્ડ ચીઝ સમોસાપાંઉ સ્નૅક્સની યાદીમાં નવું નામ ઉમેરાયું છે


એ-વનના સમોસાની ઓળખાણ આપવાની જરૂર નથી. ભાગ્યે જ કોઈ મુંબઈકર હશે જેણે આ સમોસાનો સ્વાદ માણ્યો ન હોય. આ સમોસાને હવે નવો અવતાર આપીને મુલુંડના ગુજરાતી યુવાને નવી વરાઇટી રજૂ કરી છે. ચીઝ, ચટણી, પાંઉ અને અમુક સૉસની કમાલ સાથે અહીં સમોસા પાંઉની આઠ જેટલી નવી વરાઇટી રજૂ કરવામાં આવી છે. 

મુલુંડ (વેસ્ટ)માં થોડા મહિના અગાઉ જ શરૂ કરવામાં આવેલી ધ બૉમ્બે ટોસ્ટ કંપનીના કો-ઓનર ભાવિક કારિયા કહે છે, ‘મેં મારા મિત્રો સાથે મળીને આ ધ બૉમ્બે ટોસ્ટ કંપની શરૂ કરી છે. હું સ્ટૉલ-ડિઝાઇનિંગ અને ફેબ્રિકેશનના કામની સાથે સંકળાયેલો છું. એના માટે અમે અહીં એક બંગલો રેન્ટ પર લીધેલો છે જેમાં હું મારી ટીમ સાથે કામ કરું છું. અહીં એક કિચન પણ છે. સવારથી સાંજ સુધી હું મારું સ્ટૉલ-ડિઝાઇનિંગનું કામ કરું છું અને સાંજે છ પછી અહીં કલાઉડ કિચનનું કામ ચાલે છે. મતલબ અમે અહીં કિચનમાં ફૂડ રેડી કરીએ છીએ અને બંગલાની બહાર અમે જ જાતે બનાવેલી ઇનોવેટિવ ફૅન્સી કાર્ટમાં એને સર્વ કરીએ છીએ. આ કાર્ટનો ઉપયોગ અમે માત્ર ઑર્ડર લેવા અને ફૂડ સર્વ કરવા જ કરીએ છીએ જે યુનિક કન્સેપટ છે.’

 કાર્ટ જ નહીં, તેમણે અહીં ફૂડ-આઇટમમાં પણ ઇનોવેશન કર્યું છે. ભાવિક કહે છે, ‘સાયનના એ-વનના સમોસા આવે છે એને યુઝ કરીને અમે આઠથી દસ નવી વરાઇટી રજૂ કરી છે જેમાં મેલ્ટેડ ચીઝ સમોસા પાંઉ સૌથી હૉટ સેલિંગ વરાઇટી છે જેને બેક કરીને સર્વ કરવામાં આવે છે. આ સિવાય પનીર તંદૂરી સૅન્ડવિચ, પનીર લસૂની સૅન્ડવિચ પણ અમારી ફેમસ આઇટમ છે.’
ક્યાં મળશે? : ધ બોમ્બે ટોસ્ટ કંપની, બંગલો 22, મુલુંડ કૉલોની, આસ્થા હૉસ્પિટલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ)
સમય : સાંજે ૬થી રાત્રે ૩ વાગ્યા સુધી.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 04:58 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK