Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ડ્રાય મૅટ લિપસ્ટિક આઉટ, લિપ ઑઇલ ઇન

ડ્રાય મૅટ લિપસ્ટિક આઉટ, લિપ ઑઇલ ઇન

Published : 30 July, 2026 08:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે પર્ફેક્ટ મૅટ ફિનિશ કરતાં હેલ્ધી અને નૅચરલ દેખાતા હોઠ વધુ પસંદ કરવામાં આવી રહ્યા છે. એથી જ લિપ ઑઇલ ઝડપથી ફેવરિટ બની રહ્યું છે. એ માત્ર હોઠને ચમક જ નથી આપતું, એને નરમ અને હાઇડ્રેટેડ રાખવામાં પણ મદદ કરે છે

ડ્રાય મૅટ લિપસ્ટિક આઉટ, લિપ ઑઇલ ઇન

ડ્રાય મૅટ લિપસ્ટિક આઉટ, લિપ ઑઇલ ઇન


એક સમય હતો જ્યારે મૅટ લિપસ્ટિક પર્ફેક્ટ મેકઅપનો મહત્ત્વનો ભાગ માનવામાં આવતી હતી, પરંતુ હવે બ્યુટી-ટ્રેન્ડ્સ બદલાઈ રહ્યા છે. સેલિબ્રિટીના દ્વારા મેકઅપ લુક્સથી ઇન્સ્પાયર થઈ હવે સૂકા દેખાતા મૅટ હોઠને બદલે કુદરતી ચમક ધરાવતા, નરમ અને હાઇડ્રેટેડ હોઠ વધુ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી લિપ ઑઇલ ટ્રેન્ડમાં આવ્યું છે. લિપ ઑઇલ માત્ર હોઠને ચમક નથી આપતું, એને હેલ્ધી પણ રાખે છે. એથી જ હવે ઘણા લોકો મેટ લિપસ્ટિકને બદલે લિપલાઇનર સાથે લિપ ઑઇલનો ઉપયોગ કરીને જૂસી લિપ્સ લુક બનાવી રહ્યા છે.

લિપ ઑઇલ શા માટે ટ્રેન્ડમાં?



હોઠને રાખે છે હાઇડ્રેટેડ : મૅટ લિપસ્ટિક લાંબા સમય સુધી ટકી રહે છે, પરંતુ ઘણી વાર હોઠ સૂકા અને ફાટેલા દેખાય છે. લિપ ઑઇલમાં જોજોબા ઑઇલ, વિટામિન E અને હાઇલ્યુરોનિક ઍસિડ જેવાં પોષક તત્ત્વો હોય છે જે હોઠને ભેજ આપે છે અને એને કોમળ રાખવામાં મદદ કરે છે.
કુદરતી ચમક આપે છે : લિપગ્લોસની સરખામણીએ લિપ ઑઇલ ઓછું ચીકણું લાગે છે. એ હોઠને ભારે અને ચીકણા બનાવ્યા વગર હળવી ચમક આપે છે, જેને કારણે હોઠ વધુ સ્વસ્થ અને ભરાવદાર દેખાય છે.
નો-મેકઅપ લુક માટે યોગ્ય : આજકાલ હળવા અને કુદરતી મેકઅપનો ટ્રેન્ડ છે. લિપ ઑઇલ આ પ્રકારના લુક સાથે સરળતાથી મૅચ થઈ જાય છે. એથી ઑફિસ, કૉલેજ કે ડે-ટાઇમ આઉટિંગ માટે પણ એ સારી પસંદગી બની શકે છે.


જૂસી લિપ્સ લુક કેવી રીતે મેળવશો?

સૌપ્રથમ હોઠ પરની ડેડ સ્કિન દૂર કરવા માટે હળવો લિપ સ્ક્રબ કરો અથવા ભીના ટુવાલથી હોઠ સાફ કરો. ત્યાર બાદ થોડો લિપ બામ લગાવી લો. તમારા સ્કિનટોનને અનુરૂપ બ્રાઉન, ચૉકલેટ અથવા ડીપ ન્યુડ શેડનું લિપલાઇનર હોઠની બૉર્ડર પર લગાવો. ત્યાર બાદ એને અંદરની તરફ હળવેથી બ્લેન્ડ કરો જેથી લુક નૅચરલ લાગે. હવે હોઠના મધ્ય ભાગમાં ટ્રાન્સપરન્ટ અથવા હળવા રંગનું ટિન્ટેડ લિપ ઑઇલ લગાવો. આથી હોઠ વધુ ચમકદાર, ભરાવદાર અને તાજગીભર્યા દેખાશે.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2026 08:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK