અભિનેત્રી ઈશા કંસારા વૉર્ડરૉબ એટલું વ્યવસ્થિત ગોઠવે કે ઘણીવાર તો તેના મિત્રો પણ એમ કહેતા હોય છે કે, તેમનું પણ વૉર્ડરૉબ ગોઠવી આપે
_d.jpg)
ઈશા કંસારા શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ
સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.
‘દુનિયાદારી’, ‘મિજાજ’, ‘વાંઢા વિલાસ’, ‘મિડનાઇટ્સ વિથ મેનકા’, ‘પ્રેમ પ્રકરણ’ જેવી અર્બન ગુજરાતી ફિલ્મો અને અને ટેલિવિઝન દ્વારા ઘર-ઘરમાં જાણીતું નામ બનેલી અભિનેત્રી ઈશા કંસારા (Esha Kansara) આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?
જવાબ : મારા મોર્ડન સ્ટાઇલના વૉર્ડરૉબમાં કપડા માટે જ છ શૅલ્ફ છે. બાકી દરેક વસ્તુ માટે જુદા-જુદા શૅલ્ફ છે.
સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?
જવાબ : મને વૉર્ડરૉબ બાબતે ઓસીડી છે. એટલે હું નાયલોન અને સિલ્કના પતલા તેમજ સરકી જાય તેવા કપડા હોય એ હેન્ગર પર લટકાવું અને બાકી ડ્રેસિસ, પાર્ટી વૅર, ટ્રેડિશનલ કપડા, સાડી, જીન્સ, જૅકેટ, જીમ અને નાઇટ સૂટના ડિપાર્ટમેન્ટ જુદા-જુદા છે. દરેક ટાઇપના પકડા માટે જગ્યા અલગ રાખું એ જ મારો યુએસપી છે.
સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?
જવાબ : હું દરરોજ મારું વૉર્ડરૉબ સાફ અને ઓર્ગનાઇઝ રાખું છું. મોંઘું કપડું હોય કે પછી નાઇટ ડ્રેસ દરેક કપડાંને હું ઇસ્ત્રી કરી હોય તે જ રીતે સંકેલીને મુકું. જેથી કરીને વૉર્ડરૉબ અવ્યવસ્થિત થાય જ નહીં.
સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?
જવાબ : તમને એક વાત કહું, હું છે ને વૉર્ડરૉબ ગોઠવવામાં માહેર છું. હું પર્ફેક્ટ વૉર્ડરૉબ મેનેજર તરીકે કારકિર્દી પણ બનાવી શકું છું. કપડા સરખી રીતે સંકેલીને એને વ્યવસ્થિત રીતે થપ્પી કરીને વૉર્ડરૉબમાં ગોઠવી શકું. મારા મિત્રોના વૉર્ડરૉબ મેં કેટલીયે વાર ગોઠવ્યા છે. રોજના બે કપડા તમે ગોઠવીને મુકોને તો દર છ મહિને વૉર્ડરૉબ ગોઠવવાનું સ્ટ્રેસ અને ટેન્શન ન રહે.
સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?
જવાબ : મને છે ને, વૉર્ડરૉબમાં દરેક વસ્તુ સામે જ દેખાવવી જોઈએ. જો વસ્તુ સામે દેખાય તો જ હું વાપરું નહીં તો એ વૉર્ડરૉબમાં જ પડી જ રહે. બધી વધુ સામે દેખાય એમ અને સેક્શન મુજબ રાખુંને એટલે સરળતાથી મળી જાય.
સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.
જવાબ : હું એ રીતે કપડા ગોઠવું કે, જે પહેરેલા હોય એ કપડા થપ્પીમાં ઉપર મુકવાના. જ્યારે તમે વૉર્ડરૉબમાંથી કપડા સિલેક્ટ કરો એટલે થપ્પીમાંથી નીચેનું કપડું લેવું. જેથી, કેટલાય સમય સુધી કપડાં રિપીટ ન થાય. તેમજ બધા કપડાં વારાફરથી વપરાય.
સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?
જવાબ : ના કોઈની પણ સાથે વૉર્ડરૉબ શૅર કરવું ન ગમે. મારા ફિયાન્સે સિદ્ધાર્થ સાથે પણ નહીં.
આ પણ વાંચો : માનસી રાચ્છની વૉર્ડરૉબ ગોઠવણી એવી કે આંખ બંધ કરીને શોધો તો પણ જોઇતી વસ્તુ મળે જ
સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?
જવાબ : એક્ઝેટલી ગણતરી તો નથી કરી. પણ જો ગણતરી કરું ને તો મને ટેન્શન આવી જાય કે કેટલો બધો ખર્ચો થાય છે. (ખડખડાટ હસે છે).
જ્યારે શૂટ પર જવાનું હોય ત્યારે તમારે તમારા કપડા ફક્ત સેટ પર આવતા-જતા સમયે જ પહેરવાના હોય, બાકી તો શૂટિંગના કપડા જ પહેરવાના હોય. તો એકવાર મેં એક મહિના કરતા વધુ સમય સુધી એકેય કપડા રિપિટ નહોતા કર્યા છતા પણ કેટલાક કપડા એવા હતા જે મેં હજી પહેર્યા જ નહોતા. એવું નથી કે, હું કપડાં રિપીટ નથી કરતી. મને કપડાં રિપીટ કરવા ગમે છે. પણ હું ધ્યાન રાખું છું કે, વૉર્ડરૉબમાં જે વેરાયટી છે એ કપડામાં પણ દેખાય.
સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?
જવાબ : સસ્તાની વાત કરું તો ૧૦૦ કે ૫૦ રુપિયાના બૅન્ગકૉક, થાઇલેન્ડમાંથી લીધેલા ટી-શર્ટ, ટેન્ક ટૉપ છે. જ્યારે મોંધી વસ્તુની વાત કરું તો સૌથી મોંઘી તો સાડીઓ જ છે મારા વૉર્ડરૉબમાં. મને હમણા-હમણા એવું ભાન થયું છે કે, મને સાડીઓ બહુ ગમવા લાગી છે.
સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?
જવાબ : નાઇટ ડ્રેસ અને વર્કઆઉટ ક્લૉથનો ખૂણો મારો સૌથી ફૅવરેટ છે. સાચુ કહું ને તો મને ક્યૂટ નાઇટ ડ્રેસનું કલેક્શન કરવાનો ખુબ શોખ છે.
સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?
જવાબ : બ્લેક ડ્રેસ, ડેનિમ જૅકેટ, વાઇટ ટેન્ક ટૉપ, રિપ્ડ્ જીન્સ, લાઉન્જ વૅર – ટ્રેક્સ, ઝંપર આટલું તો હોવું જ જોઈએ.
સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?
જવાબ : સ્ટાઇલ અને કમ્ફર્ટ બન્ને મારા મુડ અને પ્રસંગને અનુકુળ હોવા જોઈએ. અભિનેત્રી છું એટલે અમુક સમયે અમુક પ્રકારના કપડા પહેરવા પડે ત્યારે કમ્ફર્ટને પ્રાથમિકતા આપવાનો વિકલ્પ જ નથી હોતો. આમેય મને ફેશનમાં એક્સપ્રિમેન્ટ કરવો ગમે છે. બાકી કમ્ફર્ટ હોય તો સારું.
સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?
જવાબ : ટ્રેન્ડ્સ કરતા મને કલર ફૉલો કરવાનું ગમે. એટલે મારું મુડ જે કલર પહેરવાનું હોય તે હું મારી સ્ટાઇલિશને કહી દઉં. પછી એ સ્ટાઇલમાં અમે કંઈક એક્સપ્રિમેન્ટ કરીએ. જ્યારે સ્ટાઇલિશ મને સ્ટાઇલ કરે ત્યારે હું એક્સપ્રિમેન્ટ કરું. પણ હા હું મારી જાતને સ્ટાઇલ કરું ત્યારે, ક્લાસિક જ સ્ટાઇલ કરું.
આ પણ વાંચો : નૅક ટાઈ, બૉ ટાઈ અને કુર્તાનું ભરપુર કલેક્શન એટલે ઓજસ રાવલનો વૉર્ડરૉબ
સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?
જવાબ : ફેશન ફોપા જબરજસ્ત થયો હતો. હું હિન્દી સિરીયલ કરી રહી હતી ત્યારે એક દિવસ શૂટિંગ પરથી સીધુ અવૉર્ડ ફંક્શનમાં જવાનું હતું. ત્યારે મને સાડી પહેરવાનું બહુ ભુત ચડ્યું હતું. એટલે સાડી પહેરી અને જાતે જ મૅકઅપ કરીને ફંક્શનમાં ગઈ હતી. પછી ફોટો જોયા ત્યારે ખબર પડી કે હું ભૂત જેવી લાગતી હતી. ત્યારે મને સમજાયું કે ઉંમર પ્રમાણે સ્ટાઇલ કરો ને તો ફોપા ઢંકાઇ જાય.
તે સિવાય એક ફેશન શોમાં પણ એવું થયું હતું કે, મેં વિચાર્યું કંઈ અને થયું કંઇક અલગ હતું.
સવાલ : તમારા માટે ફેશન એટલે શું?
જવાબ : મારા માટે ફેશન એટલે પર્સનાટલિટી. તમને ખબર હોવી જોઈએ કે, કઈ વસ્તુ તમને સુટ કરે છે અને કઈ નહીં. તમે જે પહેર્યું છે તેમા કૉન્ફિડન્સ રાખો. તમે કોઇપણ સાઇઝના હોય તમારો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે સામેવાળી વ્યક્તિ તમારી પર વિશ્વાસ મૂકે.
સવાલ : વૉર્ડરૉબ વિશેની કોઈ મેમરી હોય તો શૅર કરો.
જવાબ : હું સ્કુલમાં બીજા કે ત્રીજા ધોરણમાં ભણતી હતી ત્યારે મારા પપ્પા મારી માટે મુંબઈથી લેધરનું શાઇની પેન્ટ લઈ આવ્યા હતા. જે ફક્ત મુંબઈમાં જ મળતા હતા. એ મારા માટે બેસ્ટ આઉટફિટ હતું.
પછી એક બ્લૂ રંગનો પંજાબી ડ્રેસ હતો જે મને બહુ ગમતો હતો. મારા બથ-ડે પર પહેર્યા પછી સતત દસ દિવસ સુધી તે પહેર્યો હતો. જ્યાં સુધી મારી મમ્મીએ મને કહ્યું નહીં કે, બેટા આ ડ્રેસ હવે ગંદો થયો છે ધોવાનો છે ત્યાં સુધી પર્હેયો હતો. અત્યારે પણ હું નવા કપડા કન્ટિન્યૂ પહેરતી જ હોવ છું, જ્યાં સુધી હું તેનાથી કંટાળી ન જાવ ત્યાં સુધી.