જાણો કેવી રીતે તમારા સ્કિન-ટોન મુજબ રંગોની પસંદગી તમારી સ્ટાઇલને ક્લાસિક અને યુનિક બનાવી શકે છે
સોનાલી બેન્દ્રે
ભારેભરખમ એમ્બ્રૉઇડરીના જમાનામાં સોનાલી બેન્દ્રેએ પેસ્ટલ અને વાઇબ્રન્ટ શેડ્સના ફ્યુઝનથી નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. ઉનાળાના તાપમાં લગ્નપ્રસંગે સ્ટાઇલિશ દેખાવા સાથે કમ્ફર્ટ જાળવવું હોય તો જાણો કેવી રીતે તમારા સ્કિન-ટોન મુજબ રંગોની પસંદગી તમારી સ્ટાઇલને ક્લાસિક અને યુનિક બનાવી શકે છે...
ઍક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ એક મલ્ટિકલર પેસ્ટલ કુરતીમાં પોતાનો ફોટો શૅર કર્યો અને સોશ્યલ મીડિયા પર સમર વેડિંગ વાઇબ્સ સેટ કરી દીધી. ભારે ભરખમ લેહંગાને બદલે લાઇટ-વેઇટ પણ આકર્ષક કલર્સ કેવી રીતે પહેરવા એ સોનાલી પાસેથી શીખવા જેવું છે. પણ શું દરેક કલર દરેક વ્યક્તિ પર સૂટ થાય? જવાબ છે, ના. તમારા સ્કિન-કૉમ્પ્લેક્શન મુજબ સાચા શેડ્સની પસંદગી યુનિક બનાવશે.
ADVERTISEMENT
કલર ચૂઝ કરવામાં રાખો આટલું ધ્યાન
આજના સમયમાં ફૅશન માત્ર બ્રૅન્ડ પૂરતી મર્યાદિત નથી, એ સેલ્ફ-એક્સપ્રેશનનું માધ્યમ બની છે. સોનાલી બેન્દ્રેએ જે રીતે પેસ્ટલ શેડ્સમાં વાઇબ્રન્ટ ટચ આપ્યો છે એ દર્શાવે છે કે ઉનાળામાં ડાર્ક કલર્સને બદલે બ્રાઇટ ઍન્ડ સૂધિંગ પૅલેટ વધારે ટ્રેન્ડી લાગે છે. જ્યારે તમે લગ્ન જેવા પ્રસંગ માટે તૈયાર થાઓ ત્યારે ટ્રેન્ડની સાથે તમારા સ્કિન અન્ડરટોનને સમજવો પણ એટલો જ જરૂરી છે.
જો તમારી સ્કિન ફેર છે તો સોનાલીની જેમ પેસ્ટલ પિન્ક, મિન્ટ ગ્રીન, બેબી બ્લુ કે લૅવન્ડર જેવા કલર્સ સારા લાગશે. આ સ્કિન-ટોન પર સૉફ્ટ કલર્સ એક રિફ્રેશિંગ લુક આપે છે. જો તમારે થોડું ડાર્ક પહેરવું હોય તો એમરલ્ડ ગ્રીન કે રૉયલ બ્લુ ટ્રાય કરી શકાય, પણ ખૂબ જ લાઇટ યલો ટાળવો જોઈએ. એ તમારા ચાર્મને ઓછો કરી શકે છે.
ઘઉંવર્ણ સ્કિન-ટોન સૌથી કૉમન હોય છે. આવા સ્કિન-ટોન પર વાઇબ્રન્ટ ઑરેન્જ, મસ્ટર્ડ યલો અને પીચ કલર બહુ ગ્રેસફુલ લાગે છે. સમર વેડિંગ માટે તમે ‘અર્ધી ટોન્સ’ અથવા તો મેટલિક ગોલ્ડન શેડ્સ પણ પસંદ કરી શકો છો. પ્યૉર વાઇટને બદલે ઑફ-વાઇટ કે ક્રીમ કલર તમારી પર્સનાલિટીને વધુ નિખારશે.
ડસ્કી સ્કિન અત્યારે ગ્લોબલ ફૅશન-વર્લ્ડમાં સૌથી વધુ સેલિબ્રેટેડ છે. જો તમારો વાન શ્યામ છે તો બોલ્ડ અને મજન્ટા, વાઇન, મૅન્ગો યલો કે ટીલ બ્લુ જેવા સૅચ્યુરેટેડ કલર્સ તમારા પર શાનદાર લાગશે.
પેસ્ટલ કલર્સ પહેરવા હોય તો થોડા ડાર્ક બેઝવાળા પેસ્ટલ્સ પસંદ કરવા. બહુ વધારે લાઇટ ગ્રે કે સિલ્વર શેડ્સ પહેરવાનું ટાળવું જોઈએ.
સ્ટાઇલિંગ ટિપ્સ
સોનાલીના લુકની ખાસિયત તેની કુરતીની મલ્ટિકલર પૅટર્ન હતી. જો તમે કોઈ એક કલર નક્કી ન કરી શકતા હો તો મલ્ટિકલર પ્રિન્ટ્સ કે એમ્બ્રૉઇડરીવાળાં આઉટફિટ્સ બેસ્ટ ઑપ્શન છે. એ લુકને હેવી બનાવ્યા વગર પણ રિચ લુક આપે છે.
સોનાલીનો લુક માત્ર આઉટફિટ પર જ નહીં, તેની ઍક્સેસરીઝ પર પણ આધારિત છે. કુરતા સેટની પ્રિન્ટ મલ્ટિકલર હોવાથી, બહુ વધારે હેવી જ્વેલરી પહેરવાની જરૂર નથી. નાજુક નેકલેસ અને ઇઅરરિંગ્સનો સેટ પસંદ કરો. આ લુકમાં સ્ટડ ઇઅરરિંગ્સ અને થોડા લેયરવાળો ગોલ્ડન હાર ખૂબ જ સુંદર લાગશે.
સમર વેડિંગ માટે વાળને ખુલ્લા રાખીને થોડા વેવ્સ આપવા બેસ્ટ છે. એનાથી લુક વધુ નૅચરલ અને એફર્ટલેસ લાગશે.
લુકને કમ્પ્લીટ કરવા માટે બંગડી અને ઘડિયાળ પહેરો. બંગડી કુરતીના રંગ સાથે મૅચ થતી હોય એ વધારે આકર્ષક લાગશે.
