Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > નવરાત્રિમાં છવાયો સેમી-પર્મનન્ટ ટૅટૂનો ટ્રેન્ડ

નવરાત્રિમાં છવાયો સેમી-પર્મનન્ટ ટૅટૂનો ટ્રેન્ડ

Published : 12 October, 2026 03:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આઉટફિટ અને ઍક્સેસરીઝ સાથે ગરબાના લુકને પર્ફેક્ટ ટચ આપતાં ટેમ્પરરી ટૅટૂનો ટ્રેન્ડ બહુ પૉપ્યુલર થઈ રહ્યો છે

ફેસ્ટિવ લુકમાં સૌથી વધુ ધૂમ મચાવી રહ્યાં છે સેમી-પર્મનન્ટ અથવા ટેમ્પરરી ટૅટૂ

ફેસ્ટિવ લુકમાં સૌથી વધુ ધૂમ મચાવી રહ્યાં છે સેમી-પર્મનન્ટ અથવા ટેમ્પરરી ટૅટૂ


નવરાત્રિ એટલે માત્ર ગરબા જ નહીં; ટ્રેડિશનલ ફૅશન, યુનિક જ્વેલરી અને પર્સનલ સ્ટાઇલ-સ્ટેટમેન્ટનું ફ્યુઝન. આ વખતે ફેસ્ટિવ લુકમાં સૌથી વધુ ધૂમ મચાવી રહ્યાં છે સેમી-પર્મનન્ટ અથવા ટેમ્પરરી ટૅટૂ. કાયમી ધોરણે શરીર પર કોઈ માર્ક ન છોડે પણ અઠવાડિયાથી ૧૦ દિવસ સુધી ઇન્ટેન્સ લુક આપે એવાં ટૅટૂનો ક્રેઝ આ નવરાત્રિમાં યુવાનો, ખાસ કરીને ગરબા-લવર્સમાં ખૂબ જોવા મળી રહ્યો છે. ચણિયાચોળી અને કેડિયા સાથે કૉમ્પ્લિમેન્ટ થાય એવી બોલ્ડ અને મિનિમલ બન્ને પ્રકારની ડિઝાઇનો અત્યારે ટ્રેન્ડ-લિસ્ટમાં ટૉપ પર છે.

કઈ ડિઝાઇન ટ્રેન્ડમાં?



અત્યારે ત્રિશૂળ, મોરપંખ અને દાંડિયા જેવી ટ્રેડિશનલ ડિઝાઇનોમાં મૉડર્ન જિયોમેટ્રિક લાઇન્સ ઉમેરીને બનાવેલાં ટૅટૂ બહુ લોકપ્રિય બની રહ્યાં છે. મિનિમલિસ્ટ ટ્રેડિશનલ આર્ટનાં નાના કદના ઝીણા ઓમ, પ્લસની સાઇન, સૂર્ય અને ચંદ્રનાં સિમ્બૉલ પીઠ અને ગરદન પર બહુ એલિગન્ટ લાગે છે. હાથની પાછળ કે બાવડા પર બોહો વાઇબ આપતી મંડલા અને ઍબ્સ્ટ્રૅક્ટ લાઇન્સ ક્લાસી ફ્યુઝન લુક આપે છે. બૅકલેસ કે ડીપ બેડ ચણિયાચોળી પહેરતી યુવતીઓમાં પીઠ પર અથવા શોલ્ડર પર કૅલિગ્રાફિક શ્ળોક કે મોનોગ્રામ વર્ડ્‍સ કરાવવાનો ક્રેઝ વધી રહ્યો છે.


ટૅટૂ કરાવતી વખતે શું ધ્યાનમાં રાખવું?

• ટેમ્પરરી ટૅટૂની શાહી કે સ્ટિકરમાં વપરાતાં કેમિકલ્સ અથવા હર્બલ ઇન્કથી ઍલર્જી થાય છે કે નહીં એ ચકાસવા માટે પહેલાં પૅચ-ટેસ્ટ કરાવવી હિતાવહ છે.
• ટૅટૂ-આર્ટિસ્ટ પાસે સર્ટિફાઇડ કે ઑર્ગેનિક સેમી-પર્મનન્ટ ઇન્ક અથવા પ્લાન્ટ-બેઝ્ડ કલર વાપરવાનો આગ્રહ રાખવો. સસ્તા સ્ટિકર્સથી ચામડી પર રૅશિસ થઈ શકે છે.
• વધારે પડતો પરસેવો થતો હોય કે કપડાં ઘસાતાં હોય એવી જગ્યા જેમ કે વેસ્ટ લાઇન પર ટૅટૂ કરાવવાનું ટાળો, જેથી ડિઝાઇન લાંબો સમય સુધી ટકી રહે.
• ટૅટૂ કરાવતાં પહેલાં સ્કિન ઑઇલ-ફ્રી કે મૉઇશ્ચર-ફ્રી હોય એનું ખાસ ધ્યાન રાખવું.


આફ્ટર કૅર કરવાનું રાખજો

• ટૅટૂ કરાવ્યાના ચારથી ૬ કલાક સુધી એના પર પાણી ન જાય અથવા અતિશય પરસેવો ન થાય એનું ખાસ ધ્યાન રાખો, જેથી કલર સરખો સેટ થઈ જાય.
• સ્નાન કરતી વખતે કે નૅપ્કિનથી સ્કિન ઘસીને લૂછતી વખતે ટૅટૂવાળી જગ્યા પર જોરથી ઘસવાને બદલે ડેબ-ડેબ કરીને સૂકવવું.
• પેટ્રોલિયમ જેલી, હેવી મૉઇશ્ચરાઇઝિંગ લોશન કે બૉડી ઑઇલ લગાવવાથી ટેમ્પરરી ટૅટૂ ઝાંખું પડી શકે છે એટલે ટૅટૂવાળા ભાગને થોડા સમય સુધી આ ચીજોથી દૂર રાખવો.
• જો દિવસે બહાર જવાનું થાય તો ટૅટૂ સેટ થયા પછી એના પર હળવું સનસક્રીન લગાવી શકાય, જેથી સૂર્યપ્રકાશથી કલર ફેડ ન થાય.

Whatsapp-channel Whatsapp-channel

12 October, 2026 03:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK