અનએક્સપેક્ટેડ ટ્રેન્ડ તરીકે ઊભરી આવેલી ઓવરસાઇઝ્ડ ક્લોથ્સની ફૅશનને યંગ જનરેશન કેમ ફૉલો કરી રહી છે તેમ જ એને કઈ રીતે ડિફાઇન કરી શકાય એ જાણી લો

અમર પવાર, રાઘવ પવાર
ડિઝાઇનરો અને સેલિબ્રિટીઝ દ્વારા કરવામાં આવતા અખતરાઓને લીધે જૂની ફૅશન નવા અવતારમાં સુપરહિટ થઈ જાય છે; પણ પોતાની સાઇઝ કરતાં લાંબાં, પહોળાં અને ખૂલતાં વસ્ત્રો પહેરવાની ફૅશન આજ સુધી કોઈએ કલ્પી નહોતી. અનએક્સપેક્ટેડ ટ્રેન્ડ તરીકે ઊભરી આવેલી ઓવરસાઇઝ્ડ ક્લોથ્સની ફૅશનને યંગ જનરેશન કેમ ફૉલો કરી રહી છે તેમ જ એને કઈ રીતે ડિફાઇન કરી શકાય એ જાણી લો
ફૅશન ઇન્ડસ્ટ્રીમાં કલર્સ, પૅટર્ન, પ્રિન્ટ, ફૅબ્રિકમાં જાત-જાતના અખતરા કરી ઇનોવેટિવ્ઝ આઇડિયાઝ સાથે એને માર્કેટમાં લૉન્ચ કરવામાં આવે છે. ફૅશન ટ્રેન્ડ સાઇકલ જેવી છે. સીઝન ટૂ સીઝન બદલાતી રહે અને જૂની ફૅશન નવા અવતાર સાથે સુપરહિટ થઈ જાય. જોકે, હાલમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ નવોનક્કોર છે. પોતાની સાઇઝ કરતાં લાંબાં, પહોળાં અને ખૂલતાં આઉટફિટ્સ પહેરવાની ફૅશન અગાઉ ક્યારેય જોવા મળી નથી. પૅન્ડેમિક બાદ ઓવરસાઇઝ્ડ ક્લોથ્સ ખૂબ ચાલ્યાં છે ત્યારે એના વિશે એ ટૂ ઝેડ જાણી લો.
ટ્રેન્ડ સેટ થયો
ફૅશન વર્લ્ડ રી-ઇન્વેન્ટ જેવું છે. ડિઝાઇનરો પોતાની ક્રિયેટિવિટી ઍડ કરી એને નવા સ્વરૂપમાં રજૂ કરે છે. પૅન્ડેમિકમાં આપણી લાઇફમાં ઘણું બધું અણધાર્યું થયું છે, એવી જ રીતે ઓવરસાઇઝ્ડ ક્લોથ્સ અનઍક્સપેક્ટેડ ફૅશન ટ્રેન્ડ છે. વૉર્ડરોબ કન્સલ્ટન્ટ ઍન્ડ પર્સનલ શૉપર પાયલ સુરેખા આવી વાત કરતાં કહે છે, ‘પેન્ડેમિક બાદ ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં જબરજસ્ત બદલાવ આવ્યો છે. ડ્રેસિંગમાં પણ હવે લોકો કમ્ફર્ટને પ્રાયોરિટી આપી રહ્યા હોવાથી સ્લિમ ઍન્ડ ટ્રિમ લુક આઉટ થઈ ગયું. ઓવરસાઇઝ્ડ ક્લોથ્સ સુપર કમ્ફર્ટની સાથે ટ્રેન્ડી અને સ્ટાઇલિશ લાગે છે. જોકે, એને ફ્રેશ ફૅશન ન કહી શકાય. નેવુંના દાયકામાં બૅગી પેન્ટ્સનો ક્રેઝ હતો. આરામદાયક વસ્ત્રો પહેરવાની આદત પડી જતાં તેમ જ કોમલ પાંડે જેવાં કેટલાંક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને ફૅશન બ્લૉગર્સના કારણે ઓવરસાઇઝ્ડ ક્લોથ્સ ફૅશન સ્ટેટમેન્ટ બની ગયાં છે.’
સમગ્ર મુંબઈમાં પાંચ રીટેલ શૉપ તેમ જ ઇન્સ્ટાગ્રામ પર ૨૮૪ હજાર ફૉલોઅર્સ ધરાવતી મેન્સ ફૅશન બ્રૅન્ડ પાવરલુકના ફાઉન્ડર રાઘવ પવાર અને અમર પવાર લેટેસ્ટ ટ્રેન્ડ વિશે વાત કરતાં કહે છે, ‘ઇન્ટરનૅશનલ સ્ટાઇલિંગને અમે મેક ઇન ઇન્ડિયા ટચ સાથે લૉન્ચ કરીએ છીએ. અત્યારે કુલ વેચાણનો ૮૫ ટકા હિસ્સો ઓવરસાઇઝ્ડ ટી-શર્ટનો છે. ૭૦ ટકા કસ્ટમરની એજ ૧૬થી ૩૦ની વચ્ચે છે. કૉલેજિયનોમાં તો આ સ્ટાઇલ જ ચાલે છે. શોલ્ડર ડાઉન યુરોપિયન સ્ટાઇલ છે, જે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઇમ ટ્રેન્ડમાં આવી છે. ઓરિજિનલી આ સ્ટાઇલ રૅપર્સ દ્વારા ઇન્ટ્રોડ્યુસ થઈ છે. વર્ષોથી આપણે શોલ્ડર ટૂ શોલ્ડર ટચવાળા બેઝિક ટી-શર્ટ અને શર્ટ પહેરતા હતા. હવે નવું જોઈએ છે. ઓવરસાઇઝ્ડમાં કમ્ફર્ટ તો છે જ, ડાઉન શોલ્ડરથી ટી-શર્ટની પ્રિન્ટને પ્રૉપર વ્યુ મળે છે તેથી યુથ એને ફૉલો કરવા લાગ્યા. ટી-શર્ટની સાથે લૂઝ બૅગી પેન્ટ પણ ફરીથી માર્કેટમાં આવી ગયાં. તાજેતરમાં અમારી બ્રૅન્ડે ઓવરસાઇઝ્ડ વર્સિટી જૅકેટ્સ લૉન્ચ કર્યાં છે. ફેસ્ટિવલ સીઝનમાં જૅકેટ્સની ડિમાન્ડ વધશે, કારણ કે આ વર્ષે તહેવારોમાં પણ લોકો ઓવરસાઇઝ્ડ ડ્રેસ પહેરવાના છે. અનુભવ કહે છે કે આવતાં પાંચ વર્ષ આ ફૅશન ટ્રેન્ડમાં રહેશે.’
ડિફાઇન કઈ રીતે?
તમારી નૉર્મલ સાઇઝ કરતાં મોટાં ટી-શર્ટ પહેરવા એને ઓવરસાઇઝ્ડ ન કહેવાય. તમારા માટે ઓવરસાઇઝ્ડ કોને કહેવાય એ ડિફાઇન થવું જોઈએ એમ સમજાવતાં રાઘવ પવાર કહે છે, ‘ઓવરસાઇઝ્ડ ક્લોથ્સ તમારી નૉર્મલ સાઇઝ કરતાં દોઢ સાઇઝ મોટાં હોય, જેમ કે ‘એમ’ (મીડિયમ સાઇઝ) એનાથી ઉપર ‘એલ’ (લાર્જ સાઇઝ) અને પછી આવે શોલ્ડર ડાઉન. અમે ઑબ્ઝર્વ કર્યું કે તમારી નૉર્મલ સાઇઝ ‘એમ’ હોય અને ‘એલ’ પહેરો તો શોલ્ડર વધુ લટકી ગયા હોય એવું લાગે. ફૅશન ટ્રેન્ડ પ્રમાણે શોલ્ડર ડાઉન થવા જોઈએ, પણ ચેસ્ટ અને લેંગ્થ વધી જાય તો ફૅશન બ્લન્ડર થઈ જાય. અમે લોકોએ એના પર કામ કરી અલગથી ફારમા તૈયાર કર્યા જેમાં માત્ર શોલ્ડરને ડાઉન કર્યા છે. અમારી પાસે સેમ સાઇઝમાં નૉર્મલ અને ઓવરસાઇઝ્ડ એમ બે કૅટેગરી છે. ધારો કે તમે ‘એમ’ સાઇઝ પહેરતા હો અને ફૅશન ટ્રેન્ડ ફૉલો કરવો હોય તો એમાં જ ઓવરસાઇઝ્ડ કૅટેગરીમાં જાઓ. આ પૅટર્નમાં હોઝિયરી ફૅબ્રિક વાપરવાથી શોલ્ડર ડાઉનનો લુક બગડી જાય છે તેથી વેફલ નામનું ફૅબ્રિક ડેવલપ કર્યું છે. ફૅબ્રિકની થિકનેસના લીધે શોલ્ડરનો લુક જળવાઈ રહે છે. ટી-શર્ટમાં બ્લૅક, ઓનિયન, કૅમલ, લવન્ડર, પિસ્તા ગ્રીન કલર ટ્રેન્ડમાં છે. જૅકેટ્સમાં ઓલીવ ગ્રીન અને નેવી બ્લુ ડિમાન્ડમાં છે.’
મોટા ભાગના ઇનફ્લુઅન્સર ઍથ્લેટિક બૉડી ટાઇપ ધરાવે છે તેથી ઓવરસાઇઝ્ડ ક્લોથ્સ તેમના પર સુંદર લાગે છે, પણ આ ટ્રેન્ડ બધા માટે નથી એમ જણાવતાં પાયલ કહે છે, ‘ઓવરસાઇઝ્ડ ક્લોથ્સ બૉડીમાં બલ્ક ઍડ કરે છે. સામાન્ય બૉડી કર્વ ધરાવતા લોકો આવા ડ્રેસ ટ્રાય કરે તો હોય એના કરતાં બલ્ક લુક લાગે છે તેથી સ્ટાઇલ કરતી વખતે ડિઝાઇન અને ફૅબ્રિકને ધ્યાનમાં રાખવું. ઓવરસાઇઝ્ડ ક્લોથ્સ સાથે હીલ્સ અથવા બૂટ પહેરવાની જરૂર નથી. ફ્લૅટ્સ, સ્લિપ-ઓન્સ, સ્નીકર્સ, હાઈ-ટૉપ્સ અને કીટન હીલવાળા ફ્લિપ ફ્લોપ્સ તમારા મોટી સાઇઝના ડ્રેસ સાથે ટ્રેન્ડી જોડી બનાવે છે. આ ફૅશન દરેક એજના લોકો ફૉલો કરી રહ્યા છે. જોકે, બૉય્ઝ કરતાં ગર્લ્સમાં વધુ પૉપ્યુલર છે.’
ADVERTISEMENT
પેન્ડેમિક બાદ ડ્રેસિંગમાં લોકો કમ્ફર્ટને પ્રાયોરિટી આપી રહ્યા હોવાથી સ્લિમ ઍન્ડ ટ્રિમ લુકઆઉટ થઈ ગયું. ઓવરસાઇઝ્ડ ક્લોથ્સ સુપર કમ્ફર્ટની સાથે ટ્રેન્ડી અને સ્ટાઇલિશ લાગે છે.
પાયલ સુરેખા
નો શો-શા પ્લીઝ
ફૅશન શોના મૉડેલ્સ અને યુ-ટ્યુબ ઇન્ફ્લુઅન્સરને ફૉલો કરનારા યુથને કમ્ફર્ટ અને ફ્રેન્ડલી લુક જોઈએ છે. કાંદિવલીની ૧૯ વર્ષની ટીનેજર પ્રિયા વોરા કહે છે, ‘અમારી જનરેશનમાં ફૅશનની પરિભાષા બદલાઈ ગઈ છે. અગાઉની કૉલેજ ગોઇંગ ગર્લ્સની જેમ ફિગર ફિટિંગ અને કર્વ શેપ ક્લોથ્સ પહેરીને અમારે શો શા નથી કરવા. કૅર ફ્રી રહેવું આજના યુથની સ્ટાઇલ છે. ગો લૂઝ, ગો ઍટલીઝર ઇઝ ન્યુ સ્ટાઇલ. લેટેસ્ટ ટ્રેન્ડ સાથે અપડેટેડ રહેવું ગમતું હોવાથી ફૅશન ડિઝાઇનિંગની સ્ટડી કરવાની સાથે કૉલેજ કૅમ્પસમાં લૂઝ ક્લોથ્સ પહેરીને એન્જૉય કરું છું. પૅન્ડેમિકમાં બધાને આખો દિવસ નાઇટ ડ્રેસ પહેરવાની આદત પડી ગઈ હતી એમાં માર્કેટમાં ફ્રેશ ફૅશન આવી. લાંબા બ્રેક બાદ નૉર્મલ લાઇફ સ્ટાર્ટ થઈ, પણ લોકોને ડ્રેસિંગમાં ઇન્ટરેસ્ટ ન રહેતાં ઍટલીઝર ફૅશન બૂમ થઈ ગઈ છે. ઓવરસાઇઝ્ડ ક્લોથ્સની ખાસિયત એ છે કે ગર્લને બૉડી શેમિંગનો પ્રૉબ્લેમ ફેસ નથી કરવો પડતો. ફિગર કૉન્શિયસ ફૅક્ટર આઉટ થઈ જતાં તેઓ વધુ સિક્યૉર અને કૉન્ફિડન્ટ ફીલ કરવા લાગી છે. અત્યારે બૉડીને ટચ ન થતાં હોય એવાં સ્ટ્રેટ કટ જીન્સ, જૉગર્સ, ટી-શર્ટ પૉપ્યુલર છે. કૅમ્પસની જેમ પાર્ટીમાં પણ ઓવરસાઇઝ્ડ ડ્રેસ ટ્રેન્ડમાં આવી ગયા છે. સૅટિન ટૉપ અથવા સૅટિન શર્ટની નીચે લૂઝ ટ્રાઉઝર ક્લાસી લુક આપે છે. પાર્ટીવેઅરમાં બહુ બૅગી સ્ટાઇલ ન જોઈતી હોય તો ઓવરસાઇઝ્ડ જીન્સની ઉપર પ્રૉપર સાઇઝના ટૉપ પહેરવાથી ડિફરન્ટ લાગે છે.’

