Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > કૅન યુ બિલીવ? હવે યુવાનોમાં છે એમ્બ્રૉઇડરીવાળાં શર્ટનો ક્રેઝ

કૅન યુ બિલીવ? હવે યુવાનોમાં છે એમ્બ્રૉઇડરીવાળાં શર્ટનો ક્રેઝ

Published : 19 August, 2024 02:34 PM | IST | Mumbai
Laxmi Vanita

ભારતીય ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં પણ પુરુષો માટે એમ્બ્રૉઇડરી શર્ટ લૉન્ચ થઈ ચૂક્યાં છે.

એમ્બ્રૉઇડરીવાળાં શર્ટનો ક્રેઝ

લક્ષ્મી વનિતા

એમ્બ્રૉઇડરીવાળાં શર્ટનો ક્રેઝ


ઇન્ટરનૅશનલ ફૅશનમાં પુરુષોનાં હેવી એમ્બ્રૉઇડરીવાળાં શર્ટની બોલબાલા છે અને અધધધ ભાવે વેચાઈ રહ્યાં છે. ભારતીય ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં પણ પુરુષો માટે એમ્બ્રૉઇડરી શર્ટ લૉન્ચ થઈ ચૂક્યાં છે. જાણીએ કે જે ભરતકામવાળાં કપડાં પર મહિલાઓનું રાજ રહ્યું છે એમાં પુરુષોનો પગપેસારો કઈ રીતે થયો અને એમાં કેવા નવતર પ્રયોગ થયા છે


ફૅશન, ઇનોવેશન અને ડિઝાઇન મોટા ભાગે લેડીઝ કલેક્શનમાં જ આવે છે. વુમન-ફૅશનમાં દરેક પ્રકારના મટીરિયલમાં ઢગલો વરાઇટી ઉપલબ્ધ હોય છે. જોકે ફૅશન હવે જ્યારે યુનિસેક્સ બની રહી છે ત્યારે ભરત, એમ્બ્રૉઇડરી, જરદોશી વર્ક પર માત્ર મહિલાઓની ઇજારાશાહી નથી રહી. આપણી ભરતકળા ફૉરેનમાં મૅન-ફૅશનમાં હજારો રૂપિયામાં વેચાઈ રહી છે. આ વર્ષના આંતરરાષ્ટ્રીય ફૅશન શોમાં મેન્સ શર્ટમાં હેવી એમ્બ્રૉઇડરી જોવા મળી હતી, જે ભારતીય મેન્સ ફૅશન માટે બહુ લાઉડ મનાય છે. સુપરહીરો ફિલ્મ ‘ડેડપૂલ’નો હીરો રાયન રેનૉલ્ડ ફિલ્મની મોટા ભાગની પ્રમોશનલ ઇવેન્ટમાં જુદાં-જુદાં એમ્બ્રૉઇડરીવાળાં શર્ટમાં જોવા મળ્યો હતો. ભારતમાં અમુક બ્રૅન્ડ્સે એમ્બ્રૉઇડરીની એકદમ લાઇટ ડિઝાઇનવાળાં શર્ટનું કલેક્શન લૉન્ચ કર્યું છે જે અત્યારે મૉલ્સમાં જોવા મળી રહ્યું છે. ફૉરેનમાં શર્ટ પર એકદમ હળવી એમ્બ્રૉઇડરીની ડિઝાઇનનાં શર્ટ પાંચથી ૧૦ હજારની કિંમતે વેચાઈ રહ્યાં છે. ભારતીય ફૅશન-માર્કેટમાં સસ્તાથી લઈને મોંઘીદાટ રેન્જમાં આ શર્ટ ઉપલબ્ધ છે. જાણીએ ફૅશન-ડિઝાઇનર પાસેથી કે કઈ ઇવેન્ટમાં આ શર્ટ કોણે અને ક્યારે પહેરવું જેથી તેમની ગણના સ્ટાઇલિશ લોકોમાં થાય.



હળવી એમ્બ્રૉઇડરી ડિઝાઇન ફિલ્મ અને ટીવી-સિરીઝમાં કૉસ્ચ્યુમ-ડિઝાઇનર અને સ્ટાઇલિસ્ટ તરીકે કામ કરી ચૂકેલી અને હાલ ભારતની જાણીતી ફૅશન-મૅન્યુફૅક્ચરિંગ કંપનીમાં મર્ચન્ડાઇઝર તરીકે કામ કરતી ફૅશન-ડિઝાઇનર શ્રદ્ધા ગુપ્તા કહે છે, ‘પહેલાં વેસ્ટર્ન કલ્ચરમાં પુરુષોનાં શર્ટ પર એમ્બ્રૉઇડરી જોવા મળતી હતી. ભારતમાં માત્ર પુરુષોના કુરતા કે શેરવાની પર એમ્બ્રૉઇડરી થતી હતી, પરંતુ આ વર્ષથી પુરુષોનાં શર્ટ પર એમ્બ્રૉઇડરી આવી ગઈ છે. ઇન્ટરનૅશનલ મેન્સ ફૅશન શોમાં પુરુષોનાં શર્ટ પર એકદમ મોટાં ફૂલ, ઍબસ્ટ્રૅક્ટ પેઇન્ટિંગની ડિઝાઇન અને ચટાકેદાર રંગ જોવા મળ્યાં હતાં. ગયા મહિને જ હું ફૅબ્રિક માટે યોજાયેલા એક એક્ઝિબિશનમાં ગઈ હતી જ્યાં શર્ટ પર નેધરલૅન્ડ્સના વિખ્યાત પેઇન્ટર વિન્સેન્ટ વૅન હૉહનું પોર્ટ્રેટ ડિસ્પ્લેમાં મૂક્યું હતું એટલે અહીં આ શર્ટ એક આર્ટપીસ તરીકે હતું. એ સિવાય પુરુષોનાં બ્લેઝર પર રાધા-કૃષ્ણ, કુદરતી દૃશ્ય, ભારતીય પારંપરિક ચિહ્‍નોની હેવી એમ્બ્રૉઇડરી હતી. ત્યાં ફોટો પાડવાની પરવાનગી નહોતી એટલે મારી પાસે ફોટો નથી. જોકે અત્યારે મૉલ્સમાં અને સ્ટ્રીટ-માર્કેટમાં પુરુષોનાં શર્ટ પર એકદમ હળવી એમ્બ્રૉઇડરી ડિઝાઇન જોવા મળી રહી છે.’


કૅઝ્‍યુઅલ ફૅશન માટે કૂલ

શ્રદ્ધા ગુપ્તા, ફૅશન-ડિઝાઇનર


શ્રદ્ધા ગુપ્તા, ફૅશન-ડિઝાઇનર

મૉલ્સમાં પુરુષોના સેક્શનમાં આ ડિઝાઇન પેસ્ટલ કલરના કૉટન અને લિનન ફૅબ્રિક પર બની રહી છે એમ જણાવીને ફૅબ્રિકમાં એક્સપર્ટિઝ ધરાવતી શ્રદ્ધા કહે છે, ‘બટરફ્લાય, ફ્લોરલ, પૅચિસ વગેરે જેવી ડિઝાઇન શર્ટ પર જોવા મળી રહેશે. સામાન્ય રીતે જે કલર ટ્રેન્ડમાં હોય, સ્ટ્રીટ ફૅશન પર પણ એ જ કલર દેખાતો હોય છે, પરંતુ એમ્બ્રૉઇડરી શર્ટમાં એવું છે કે બીજી માર્કેટમાં જાઓ એટલે કલર પેલેટ અને ડિઝાઇન પણ જુદી જોવા મળી રહી છે. એટલે આ ટ્રેન્ડી શર્ટમાં લગભગ લાઉડથી લાઇટ દરેક કલર મળી રહેશે, પ્લસ તમારી રેન્જમાં મળી રહેશે. રોહિત બાલ, પર્નિયા જેવા ડિઝાઇનર લેબલમાં જાઓ તો એની કિંમત પછી ફૉરેન જેવી છે. હાલમાં ૨૦થી ૪૦ના એજ-ગ્રુપમાં આ ફૅશન છે. સેલિબ્રિટીઝ કૅઝ્‍યુઅલ આઉટિંગમાં આ શર્ટમાં દેખાઈ રહ્યા છે એટલે યંગસ્ટર્સ તેમને જોઈને સ્ટાઇલ કરે એ સ્વાભાવિક છે. લગ્નપ્રસંગ માટે તો નહીં, પરંતુ કૅઝ્‍યુઅલ આઉટિંગ, ડિનર, ગેટ-ટૂગેધરમાં આ શર્ટ સ્ટાઇલિશ લાગશે.’

Whatsapp-channel Whatsapp-channel

19 August, 2024 02:34 PM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK