બ્લેઝર આમ તો પુરુષો માટે જ હોય છે, પણ કૉર્પોરેટમાં કામ કરતી વર્કિંગ મહિલાઓ પણ બ્લેઝર પહેરતી હોય છે. જોકે હવે ફિટેડ નહીં, ઓવર-સાઇઝ્ડ બ્લેઝર છે ટ્રેન્ડી. જો તમે કદી ટ્રાય ન કરી હોય આ સ્ટાઇલ તો હસબન્ડ, પપ્પા, ભાઈ કે બૉયફ્રેન્ડનું બ્લેઝર વાપરીને એકાદ ટ
બ્લેઝરને આ રીતે કરો સ્ટાઈલ
વર્કિંગ વુમન અને ખાસ તો ફૅશનેબલ ડ્રેસિંગ સેન્સ ધરાવતી મૉડર્ન મહિલાઓના કૉર્પોરેટ લુક માટે બ્લેઝર ઇઝ મસ્ટ હેવ-થિંગ છે. એમાંય આજકાલ ફિટેડ નહીં, સાઇઝ કરતાં થોડું મોટું બ્લેઝર ઇન-થિંગ છે. આ સ્ટાઇલમાં બ્લેઝર લંબાઈ અને પહોળાઈમાં પહેરનારની રેગ્યુલર સાઇઝ કરતાં એક કે બે સાઇઝ મોટું હોય છે અને એની લેંગ્થ પણ થોડી વધારે લાંબી હોય છે. જોકે આ બ્લેઝર-સ્ટાઇલમાં બ્લેઝરને દરેક આઉટફિટ સાથે મૅચ કરવામાં આવે છે. ઓવર-સાઇઝ્ડ બ્લેઝર-સ્ટાઇલ એક પાવર લુક છે, કેમ કે બ્લેઝર તમારા કૉસ્ચ્યુમ પર એક લેયર ઍડ કરે છે અને કોઈ પણ સાદો ડ્રેસ પણ ખાસ લાગવા માંડે છે. લેયરિંગ ડ્રેસિંગ હંમેશાં સ્ટાઇલ-આઇકનની પહેલી પસંદગી હોય છે. એટલે આ ઓવર- સાઇઝ્ડ બ્લેઝર ટ્રેન્ડ મૉડલ્સ અને સ્ટારમાં ફેમસ છે.
રિલૅક્સ અને બૅગી લુક
આ ટ્રેન્ડ એક રિલૅક્સ અને બૅગી લુક આપે છે. એની ખૂબી છે કે જો આ લુક બરાબર સ્ટાઇલ કરવામાં આવે તો પાતળી યુવતીઓને સપ્રમાણ દેખાવ આપે છે અને થોડી હેવી બૉડી ધરાવતી યુવતીઓને પણ લેયર્સ હેઠળ તેમના ફિગરની ખામીને કવર-અપ કરી લે છે, જેના પર ધ્યાન જતું નથી. આ ટ્રેન્ડી સ્ટાઇલને ફૅશન સર્કલમાં ઝીરો એફર્ટ વૅલ્યુ ઇન્ક્રિઝિંગ સ્ટાઇલ કહેવાય છે, કેમ કે કોઈ પણ ડ્રેસ પર બ્લેઝર પહેરવાથી રિચનેસ વધી જાય છે અને લુક ફૅશનેબલ બની જાય છે.
કમ્ફર્ટ પાવર ડ્રેસિંગ એને કહેવાય છે જેમાં કમ્ફર્ટ અને પાવરલુકનું કૉમ્બિનેશન છે. ઓવર-સાઇઝ્ડ બ્લેઝર દરેક ફિગર પર શોભે છે. દરેક જગ્યાએ, દરેક પ્રસંગે, દરેક સીઝનમાં એ પહેરી શકાય છે, માત્ર બ્લેઝરનું મટીરિયલ સીઝનને અનુરૂપ પસંદ કરવું જરૂરી છે. ઓવર-સાઇઝ્ડ બ્લેઝર વુલ, લિનન, કૉટન, પૉલિયેસ્ટર વગેરે ઑપ્શન્સમાં મળે છે. સિલ્ક, વેલ્વેટ કે એમ્બ્રૉઇડરીવાળાં બ્લેઝર ખાસ પ્રસંગમાં પહેરવામાં આવે છે. સાડી ઉપર શાલના સ્થાને આ બ્લેઝર ડિફરન્ટ સ્ટાઇલ લાગે છે. વર્ક-પ્લેસ પર, ડિનર કે લંચ પર, ડેટ નાઇટ પર કે અન્ય પાર્ટીમાં, વેડિંગમાં કે એન્ગેજમેન્ટમાં ઓવર-સાઇઝ્ડ બ્લેઝર-સ્ટાઇલ ઇન ટ્રેન્ડ છે.
ADVERTISEMENT
કલર અને કૉમ્બિનેશન
ફૅન્સી શૉર્ટ ડ્રેસ પર બ્લેઝર કૉમન ડ્રેસને ક્લાસી બનાવી દે છે. બ્લેઝર વિથ પૅન્ટ તો ઑલ્વેઝ ફર્સ્ટ ચૉઇસ છે જ, જે ફૉર્મલ અને ફૅન્સી લુક આપે છે. બ્લેઝર વિથ શૉર્ટ્સ અને ટ્યુબ ટૉપ કે બ્રેલેટ એક સુપર સ્ટાઇલિસ્ટ હૉટ લુક આપે છે. બ્લેઝર વિથ મિની સ્કર્ટ સુંદર લાગે છે અને મૉનોક્રોમૅટિક સૂટમાં પણ ઓવર-સાઇઝ્ડ બ્લેઝર પહેરવામાં આવે છે. ઓવર-સાઇઝ્ડ બ્લેઝરને એકદમ ફૅન્સી બેલ્ટ સાથે યુનિક રીતે પહેરવામાં આવે તો બ્લેઝર જ ક્લાસી મિની ડ્રેસ બની જાય છે, જે યંગ ગર્લ્સને પાર્ટીમાં ઍટ્રૅક્ટિવ લુક આપે છે.
તમારી ડ્રેસિંગ-સ્ટાઇલને એલિવેટ કરવા એક ઓવર-સાઇઝ્ડ બ્લેઝર કબાટમાં રાખવું જરૂરી છે. એનાથી તમે ગમે ત્યારે કોઈ પણ ડ્રેસને જુદો લુક આપી શકો છો. આ ઓવર-સાઇઝ્ડ બ્લેઝર ફર્સ્ટ ટાઇમ ટ્રાય કરવા પપ્પા, ભાઈ, હસબન્ડ કે બૉયફ્રેન્ડના બ્લેઝરનો ટ્રાયલ માટે ઉપયોગ કરી શકાય છે. ઓવર-સાઇઝ્ડ બ્લેઝર મેક ટુ ઑર્ડર બનાવી શકાય છે, રેડીમેડ સ્ટોરમાંથી કે ઑનલાઇન ખરીદી શકાય છે. ઓવર-સાઇઝ્ડ બ્લેઝર લગભગ બધા જ રંગમાં મળે છે. આમ તો ક્રીમ કે બ્લૅક પ્રિફરેબલ રંગો છે. યંગ અને ફૅન્સી લુક માટે પિન્ક, ગ્રીન જેવા બ્રાઇટ રંગો અને પાર્ટીવેઅર તરીકે ગોલ્ડ, સિલ્વર કે બ્રૉન્ઝ રંગ પહેરવામાં આવે છે.
જોઈએ એવું કૉમ્બિનેશન
બૉલીવુડ સેલિબ્રિટીઝના ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે પાંચ વર્ષ કામ કરી ચૂકેલાં ફૅશન-ડિઝાઇનર અને સ્ટાઇલિસ્ટ વિદુષી સરાફ કહે છે, ‘ઓવર-સાઇઝ્ડ બ્લેઝર એક ન્યુ ટ્રેન્ડ છે; જેમાં ફૅશન, સ્ટાઇલ, કમ્ફર્ટ, પાવર એ બધાનું કૉમ્બિનેશન છે. ઓવર-સાઇઝ્ડ બ્લેઝર એક સાદા ડ્રેસ કે ટૉપને સૉફિસ્ટિકેટેડ, ફૉર્મલ લુક આપે છે. પ્રોફેશનલ અને ફૅશનેબલ એકસાથે દેખાવું હોય તો આ સ્ટાઇલ ફર્સ્ટ અને મસ્ટ છે. એક બ્લેઝર જુદી-જુદી રીતે અનેક આઉટફિટ સાથે પહેરી શકાય છે. તમારી ફૅશન સેન્સ પ્રમાણે કાઉન્ટલેસ કૉમ્બિનેશન શક્ય છે. કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો એક સરસ ઍટ્રૅક્ટિવ ઓવર-સાઇઝ્ડ આઉટફિટ કૉમ્બિનેશન ક્રીએટ કરી બધાને ઇમ્પ્રેસ કરી શકો છો.’
ગોરેગામમાં પોતાનો ડિઝાઇનર સ્ટુડિયો ધરાવતાં વિદુષી સરાફ આ સ્ટાઇલ માટે કેટલીક ટિપ્સ આપે છે...
જો અમુક ફૅશન-ટિપ્સનું ધ્યાન રાખવામાં આવે તો દરેક ફિગર પર પહેરી શકાય છે અને દરેક એજ-ગ્રુપ પર દરેક પ્રસંગે શોભે છે.
પર્ફેક્ટ રાઇટ ફિટ - સૌથી પહેલાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે માત્ર મોટું કે ઢીલું, ફિગરને છુપાડતું બ્લેઝર નહીં; પણ શરીર પર શોભતું, ઉઠાવ આપતું પર્ફેક્ટ બૅલૅન્સ બ્લેઝર પસંદ કરવું. ઓવર-સાઇઝ્ડ બ્લેઝર થોડું મોટું હોય છે, લગભગ પહેરનારની રેગ્યુલર સાઇઝ કરતાં બે સાઇઝ મોટું હોય છે. બ્લેઝર થાઈ-લેંગ્થ સુધી અને થોડા મોટા શોલ્ડરનાં હોય છે. લંબચોરસ સ્ટ્રેટ લુઝ ફિટ લુક આપે છે.
બૅલૅન્સ જાળવવું જરૂરી - ઓવર-સાઇઝ્ડ બ્લેઝર સ્ટાઇલમાં ફૅશન કોડ મુજબ જો આ બ્લેઝર ફિટેડ લેધર ફિન્ટ, સ્લિમ ફિટ જીન્સ, સ્કિની ટ્રાઉઝર, પેન્સિલ સ્કર્ટ સાથે પહેરવામાં આવે તો બ્લેઝરની અંદરનું ઇનર લેયર ફિટિંગમાં હોવું જરૂરી છે, એમાં ફિટેડ બ્લાઉઝ, ટૅન્ક ટૉપ, લેસ ટૉપ વગેરે સરસ લાગે છે. બૉડી હગિંગ ડ્રેસ પર ઓવર-સાઇઝ્ડ બ્લેઝર એકદમ સરસ ફેમિનાઇન લુક દર્શાવે છે.
મિક્સ ટેક્સચર કૉન્ટ્રાસ્ટઃ આ સ્ટાઇલમાં તમારા આઉટફિટને વધુ ઉઠાવ આપવા ઇન્ટરેસ્ટિંગ કૉન્ટ્રાસ્ટ લુક આપવા ઓવર-સાઇઝ્ડ બ્લેઝરને લેધર પૅન્ટ, સિલ્ક બ્લાઉસ, નીટ વેઅર સાથે મૅચ કરવું.
રોલ અપ સ્લીવઃ જો તમને ફૉર્મલ લુક ઓછો અને કૅઝ્યુઅલ લુક વધારે જોઈતો હોય તો બ્લેઝરની સ્લીવ કોણી સુધી રોલ-અપ કરીને પહેરો જેનાથી તરત કૅઝ્યુઅલ કુલનેસ ઍડ ઑન થઈ જશે અને કુલ રિલૅક્સ અપિરિયન્સ આપશે.
બેલ્ટ ઉમેરી લોઃ ઓવર-સાઇઝ્ડ બ્લેઝર સાથે તમારા લુકને વધુ પૉલિશ્ડ દેખાડવા કમર પર પહોળો બેલ્ટ કોઈ ડિફરન્ટ સ્ટેટમેન્ટ મેટલ, લેધર, ચેઇન બેલ્ટ પહેરવો જે તમારા ફિગરને આકર્ષક દેખાવ આપશે.
બ્લેઝરની લંબાઈઃ તમારા ઓવર-સાઇઝ્ડ બ્લેઝરની લંબાઈ કેટલી હોવી જોઈએ એનો કોઈ ખાસ નિયમ નથી, પણ જે લેંગ્થ તમને શોભે એની પસંદગી કરવી. સ્કર્ટ અને ડ્રેસ સાથે લાંબાં બ્લેઝર અને હાઇવેસ્ટેડ પૅન્ટ અથવા શૉર્ટ્સ સાથે થોડી ઓછી લંબાઈનાં બ્લેઝર સારાં લાગશે.
ઍક્સેસરીઝની પસંદગીઃ ઓવર-સાઇઝ્ડ બ્લેઝર સાથે ઍક્સેસરીઝની પસંદગી પર ખાસ ધ્યાન આપવું. સ્ટેટમેન્ટ નેકલેસ, મોતી લેયર્સ, મોટી સ્ટ્રક્ચર્ડ હૅન્ડબૅગ, સન ગ્લાસિસ અને શૂઝ કે હાઇ-હીલ્સ સરસ લુક આપે છે.


