ઘણી વખત દાણા કોઈ મોટી ત્વચાની સમસ્યાના કારણે નહીં, પરંતુ સામાન્ય બેદરકારીના કારણે પણ આવે છે. વૅક્સિંગ પછી તરત ટાઇટ કપડાં પહેરવાથી ત્વચા પર ઘર્ષણ થાય છે, જે ઇન્ફ્લેમેશન વધારી શકે છે. ગરમ પાણીથી નહાવું પણ યોગ્ય નથી, કારણ કે એ પોર્સને વધુ ખોલે છે.
વૅક્સિંગ
વૅક્સિંગ પછી ઘણી વખત હાથ-પગ અથવા શરીરના અન્ય ભાગોમાં નાના દાણા, લાલાશ અથવા ખંજવાળ જોવા મળે છે. આ સમસ્યા સામાન્ય છે, પરંતુ કેટલીક વખત એ ત્વચાની સંવેદનશીલતા અથવા ખોટી કાળજીના કારણે વધારે વધી શકે છે. જો યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો આ સમસ્યાને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
વૅક્સિંગ પછી દાણા કેમ આવે છે?
ADVERTISEMENT
સૌથી પહેલાં સમજવું જરૂરી છે કે વૅક્સિંગ દરમ્યાન વાળ જડથી ખેંચાઈ જાય છે, જેના કારણે ત્વચાનાં હેર ફૉલિકલ્સ પર દબાણ પડે છે. કેટલીક વખત આ ફૉલિકલ્સમાં નાની ઈજા થાય છે, જેના કારણે ઇન્ફ્લેમેશન થઈ દાણા આવી શકે છે. જે લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે, તેમની સ્કિન બેરિયર પહેલેથી જ નબળી હોય છે. વૅક્સિંગ પછી એમાં લાલાશ, ખંજવાળ અને દાણા આવવાની શક્યતા વધારે રહે છે. જ્યારે વાળ ત્વચાની અંદર જ ઊગી જાય અને બહાર ન નીકળી શકે ત્યારે દાણા જેવી સ્થિતિ બને છે. ખાસ કરીને પગ અને બિકિની એરિયામાં આ સમસ્યા વધુ જોવા મળે છે. વૅક્સિંગ પછી ત્વચાનાં પોર્સ ખુલ્લાં થઈ જાય છે. જો આ સમયે પસીનો, ગંદકી અથવા અસ્વચ્છતા થાય તો બૅક્ટેરિયા અંદર જઈ શકે છે અને દાણા ઊભા કરી શકે છે. કેટલાક લોકોને વૅક્સની ફ્રેગ્રન્સ, ડાઈ અથવા રેઝિનથી ઍલર્જી થઈ શકે છે, જેના કારણે ત્વચા પર રેડનેસ અને દાણા આવે છે. વધારે ગરમ વૅક્સ ત્વચાને બર્ન અથવા ઇરિટેટ કરી શકે છે, જેના કારણે તરત જ દાણા દેખાઈ શકે છે.
આ ભૂલો પણ ટાળવી
ઘણી વખત દાણા કોઈ મોટી ત્વચાની સમસ્યાના કારણે નહીં, પરંતુ સામાન્ય બેદરકારીના કારણે પણ આવે છે. વૅક્સિંગ પછી તરત ટાઇટ કપડાં પહેરવાથી ત્વચા પર ઘર્ષણ થાય છે, જે ઇન્ફ્લેમેશન વધારી શકે છે. ગરમ પાણીથી નહાવું પણ યોગ્ય નથી, કારણ કે એ પોર્સને વધુ ખોલે છે. આ ઉપરાંત, વૅક્સિંગ પછી તરત જ જિમ કરવું, વધુ પસીનો વહાવવો અથવા સ્વિમિંગ કરવું બૅક્ટેરિયા ત્વચામાં પ્રવેશ સરળ બનાવે છે. ફ્રેગ્રન્સવાળા લોશન અથવા સ્કિન કૅર પ્રોડક્ટ્સ પણ તાજી વૅક્સિંગ પછી ત્વચાને ઇરિટેટ કરી શકે છે તેમ જ સ્ક્રબિંગ કરવાથી ત્વચામાં વધુ ઇન્ફ્લેમેશન થઈ શકે છે.
ધ્યાનમાં રાખવાની બાબતો
વૅક્સિંગ પછી ઓછામાં ઓછા ૨૪થી ૪૮ કલાક સુધી ગરમ પાણી, સ્ક્રબિંગ, જિમ અને સ્વિમિંગથી દૂર રહેવું જોઈએ. સાથે જ હળવાં અને ઢીલા કપડાં પહેરવાથી ત્વચાને શ્વાસ લેવા મળે છે અને ઇરિટેશન ઓછું થાય છે. જો દાણા વારંવાર આવે, બહુ પીડાદાયક હોય અથવા લાંબા સમય સુધી રહે તો ડર્મેટોલૉજિસ્ટની સલાહ લેવી જરૂરી છે. યોગ્ય કાળજી અને થોડી સાવચેતી રાખવાથી વૅક્સિંગ પછી ત્વચાને સ્વસ્થ અને સ્મૂધ રાખી શકાય છે.
દાણા આવે તો શું કરવું?
જો વૅક્સિંગ પછી દાણા આવી જાય તો કેટલાક ઘરેલુ ઉપાયો રાહત આપી શકે છે. ઍન્ટિ-ઇન્ફ્લમેટરી ગુણોથી ભરપૂર અલોવેરા ત્વચાને ઠંડક આપે છે અને લાલાશ ઘટાડે છે. તરત જ બરફ લગાવવાથી સોજો, લાલાશ અને બળતરા ઓછી થાય છે. ઍન્ટી-બૅક્ટેરિયલ ગુણ ધરાવતા ટી ટ્રી ઑઇલને કોકોનટ અથવા જોજોબા ઑઇલ સાથે મિક્સ કરીને લગાવવું જોઈએ. નારિયેળ તેલ ત્વચાને મૉઇશ્ચર આપે છે અને રિપૅર કરવામાં મદદ કરે છે. ખંજવાળ અને લાલાશમાં રાહત આપવા માટે કેલામાઇન લોશન અસરકારક માનવામાં આવે છે.
