Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ઉનાળામાં કૂલ દેખાવું હોય તો ઍરફ્લો ફૅશન છે તમારા માટે છે

ઉનાળામાં કૂલ દેખાવું હોય તો ઍરફ્લો ફૅશન છે તમારા માટે છે

Published : 20 March, 2026 11:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લૂઝ કટ્સ, બ્રીધેબલ ફૅબ્રિક્સ અને એફર્ટલેસ લુકનો આ સમર-ટ્રેન્ડ ફૅશન-સ્ટેટમેન્ટની સાથે સમર-ફ્રેન્ડ્લી કમ્ફર્ટ પણ આપે છે. જાણો કેવી રીતે સામાન્ય આઉટફિટ્સમાં ઍરફ્લો ટેક્નિક ઉમેરીને તમે પરસેવા વગર પણ ક્લાસિક અને ટાઇમલેસ લુક મેળવી શકો છો

મૅક્સી ડ્રેસ, વાઇડ લેગ ટ્રાઉઝર્સ, લિનન શર્ટ્‍સ, કફતાન

મૅક્સી ડ્રેસ, વાઇડ લેગ ટ્રાઉઝર્સ, લિનન શર્ટ્‍સ, કફતાન


ઉનાળામાં ચપોચપ ફિટિંગવાળાં કપડાં પહેરવાને બદલે ઍરફ્લો ફૅશનને અપનાવવી જોઈએ. આ એક એવી સ્ટાઇલ છે જેમાં તમારાં કપડાં અને સ્કિન વચ્ચે હવાને આવવા-જવાની પૂરતી જગ્યા મળે છે ત્યારે આ બ્રીધેબલ ટ્રેન્ડને આપણે ડીકોડ કરીએ. ઍરફ્લો ફૅશન એટલે એવાં આઉટફિટ્સ જે લૂઝ, ફ્લોઇ અને વજનમાં સાવ હળવાં હોય. આ ફૅશનનો મુખ્ય હેતુ સ્ટાઇલની સાથે કમ્ફર્ટનો છે જેમાં મટીરિયલ એવું વપરાય છે જે પરસેવો શોષી લે અને કટ એવા હોય છે જે શરીરને ભીંસ ન આપે. વેસ્ટર્ન માર્કેટમાં આને ઍન્ટિ-ફિટ કે રિલૅક્સ્ડ ફિટ પણ કહેવામાં આવે છે.

કેવાં આઉટફિટ્સ પસંદ કરવાં?



ઓવરસાઇઝ્ડ લિનન શર્ટ્‍સ : ઍરફ્લો ફૅશનમાં લિનન શર્ટ બહુ પૉપ્યુલર છે. આ શર્ટને બધાં બટન બંધ કરવાને બદલે, નીચેનાં બે બટન ખુલ્લાં રાખીને ફ્રન્ટ ટક એટલે માત્ર આગળનો ભાગ જ ઇન કરવો. જો તમે કૅઝ્યુઅલ લુક માગતા હો તો નીચે શૉર્ટ્સ અથવા લિનન ટ્રાઉઝર્સ પહેરો. સ્લીવ્ઝને થોડી રોલ-અપ કરવાથી લુક વધુ સ્માર્ટ લાગશે.


વાઇડ લેગ ટ્રાઉઝર્સઃ ડેનિમ જીન્સ ગરમીમાં સ્કિનને ચોંટી જાય છે ત્યારે વાઇડ લેગ પૅન્ટ્સ કમ્ફર્ટ આપે છે. જો પૅન્ટ્સ ખૂબ લૂઝ હોય તો ટૉપ થોડું ફિટિંગવાળું અથવા બૉક્સ કટમાં ટૂંકું રાખો. આનાથી તમારા શરીરનો આકાર દબાઈ નહીં જાય અને તમે વધુ ઊંચા દેખાશો. ન્યુટ્રલ કલર્સ જેમ કે આઇવરી કે સૅન્ડ કલર્સનાં પૅન્ટ્સ કોઈ પણ ટૉપ સાથે જામશે.

મૅક્સી ડ્રેસિસઃ મૅક્સી ડ્રેસ અને કફતાન જેવાં આઉટફિટ બીચવેઅરમાંથી બહાર નીકળીને ડેઇલીવેઅર બની ગયાં છે અને આ ઍરફ્લો ફૅશનનું સારું ઉદાહરણ છે. જો મૅક્સી ડ્રેસ કે કફતાન બહુ લૂઝ હોય તો કમર પર પાતળો બેલ્ટ લગાવી શકાય. જોકે ઍરફ્લો લુકનો અસલી આનંદ તો એને ફ્રી-ફ્લોઇંગ રાખવામાં જ છે. એને જૂતી અથવા સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ સાથે પેર કરો.


ટ્યુનિક્સઃ ટ્યુનિક્સ ઍરફ્લો ફૅશનનો સૌથી વર્સટાઇલ અને કમ્ફર્ટેબલ હિસ્સો છે. એ કુરતા કરતાં ટૂંકાં અને શર્ટ કરતાં થોડાં લાંબાં હોય છે. તમે ખાદી-કૉટન અથવા મલમલના ફૅબ્રિકમાં એ-લાઇન ફ્લેર્ડ, બટનડાઉન શર્ટ ટ્યુનિક્સ, હાઈ-લો ટ્યુનિક્સને સિગારેટ પૅન્ટ્સ કે ધોતી પૅન્ટ્સ સાથે સ્ટાઇલ કરી શકો. માથા પર વાળનો લૂઝ બન અને મિનિમલ મેકઅપ આ લુકને કમ્પ્લીટ કરશે.

સ્ટાઇલિંગ ટિપ્સ

કપડાં ફ્લોઇ અને સૉફ્ટ હોય ત્યારે તમારી ઍક્સેસરીઝ થોડી શાર્પ હોવી જોઈએ. સૉફ્ટ આઉટફિટ સાથે સ્ટ્રક્ચર્ડ હૅન્ડબૅગ અને મેટલિક વૉચ પહેરો. આનાથી તમારા લુકમાં એક પ્રોફેશનલ ટચ આવશે.

તમે ખૂબ જ લૂઝ મૅક્સી ડ્રેસ કે કફતાન પહેર્યું હોય તો એની સાથે પ્લૅટફૉર્મ સૅન્ડલ્સ અથવા ચંકી સ્નીકર્સ ટ્રાય કરો. એ આઉટફિટના વૉલ્યુમને બૅલૅન્સ કરશે. જો લુક વધુ ફેમિનિન રાખવો હોય તો ગૂંથેલી જૂતી બેસ્ટ છે. બધાં કપડાં પ્લેન કૉટન હોય તો લુક કંટાળાજનક લાગી શકે છે.

લિનન પૅન્ટ સાથે ક્રોશે ટૉપ અથવા શિયર કૉટન શર્ટ પહેરો. અલગ-અલગ ટેક્સ્ચર ભેગાં કરવાથી કપડાંમાં ડેપ્થ આવે છે અને લુક વધુ પ્રીમિયમ લાગે છે.

ઑફ-વાઇટ શર્ટ સાથે વાઇટ પલાઝો પેર કરો. આ ટોન-ઑન-ટોન લુક તમને વધુ ઊંચા અને પાતળા દેખાડશે, સાથે જ ગરમીમાં આંખોને ઠંડક આપશે.

લેયરિંગ પણ બ્રીધેબલ હોવું જોઈએ. ઉનાળામાં લેયરિંગ અશક્ય લાગે છે, પણ ઍરફ્લો ફૅશનમાં એ મહત્ત્વનો ભાગ ભજવે છે. સ્લીવલેસ કુરતા કે ટૉપ પર એકદમ પાતળું, નેટ જેવું અથવા મલમલનું શ્રગ પહેરો. આ સૂર્યના સીધા તાપથી પણ બચાવશે અને હવાની અવરજવર પણ રાખશે.

ઍરફ્લો ફૅશન સાથે ખુલ્લા વાળ ઘણી વાર ગરમી વધારે છે. મેસી બન અથવા સ્લીક પોનીટેલ સૌથી વધુ સૂટ થાય છે. મેકઅપમાં હળવાં ટિન્ટેડ સનસ્ક્રીન અને ગ્લૉસ પૂરતાં છે.

Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK