સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા.
ઘટનાસ્થળ
માહિમમાં લેડી જમશેદજી રોડ પર કચરાના ડમ્પરે એક સિનિયર સિટિઝન મહિલાને ટક્કર મારતાં તેમને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના માહિમમાં મુંબઈ મેટ્રો 3ના શીતલાદેવી મંદિર મેટ્રો સ્ટેશન પાસે બની હતી. મહિલા રસ્તો ક્રૉસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં ત્યારે પૂરઝડપે જઈ રહેલા કચરાના ડમ્પરે તેમને ટક્કર મારી હતી. એને કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને બહુ લોહી વહી ગયું હતું. સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા.
કરાચીમાં વિનાશક વાવાઝોડાને કારણે ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા
ADVERTISEMENT
પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં બુધવારે એક હિંસક વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં હવામાન સંબંધિત અનેક અકસ્માતોમાં ઓછામાં ઓછા ૨૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો. શક્તિશાળી સિસ્ટમને કારણે ભારે વરસાદ અને ૯૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવેલા વાવાઝોડાને કારણે વ્યાપક વિનાશ થયો હતો. ઘણાં ઘરની છત ઊડી ગઈ હતી, દીવાલો ધરાશાયી થઈ હતી અને સેંકડો વૃક્ષો ઊખડી ગયાં હતાં. શહેરને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યું છે કારણ કે બચાવટીમો હજી પણ કાટમાળ સાફ કરી રહી છે, બચી ગયેલા લોકોને શોધી રહી છે અને અસરગ્રસ્ત પરિવારોને મદદ કરી રહી છે. સૌથી ખરાબ દુર્ઘટના બાલદિયા ટાઉનના મોચ ગોથ વિસ્તારમાં બની હતી, જ્યાં વાવાઝોડાથી બચવા માટે આશ્રય લેતી વખતે દીવાલ તૂટી પડતાં ૧૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
