° °

આજનું ઇ-પેપર
Wednesday, 08 December, 2021


શરદ પૂર્ણિમા: માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન, આ દિવસ સાથે અનેક માન્યતાઓ છે જોડાયેલી 

19 October, 2021 01:50 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

શરદ પૂર્ણિમાને કોજાગર પૂર્ણિમા કહેવામાં આવે છે.

શરદ પૂર્ણિમાએ સાંજના સમયે ચંદ્રની પૂજા કરી આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે

શરદ પૂર્ણિમાએ સાંજના સમયે ચંદ્રની પૂજા કરી આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે

આસો મહિનાની પૂનમ એટલે શરદ પૂર્ણિમા. માન્યતા છે કે શરદ પૂર્ણિમાએ લક્ષ્મીજી પૃથ્વી ઉપર આવે છે અને રાતે તેમની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે ચંદ્ર  16 કળાએથી ધરતી પર અમૃતની વર્ષા કરે છે. શરદ પૂર્ણિમાને કોજાગર પૂર્ણિમા કહેવામાં આવે છે. ઓરિસ્સામાં શરદ પૂર્ણિમાને કુમાર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.

કહેવાય છે કે શરદ પૂર્ણિમાને દિવસે ધનની દેવી લક્ષ્મી રાતે ભ્રમણ કરે છે અને કો જાગ્રિતિ કહે છે। એટલે કે કોણ જાગી રહ્યું છે? માટે એવુ માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ શરદ પૂર્ણિમાએ રાતે જાગે છે તેમના ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

આ દિવસે દરેક ઘરમાં માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, જેને કોજાગરી લક્ષ્મી પૂજાના નામથી ઓળખવામાં આવે છે.  આ દિવસે કુંવારી કન્યાઓ સુયોગ્ય વર માટે ભગવાન કાર્તિકેયની પૂજા કરે છે. આ સાથે જ સાંજના સમયે ચંદ્રની પૂજા કરી આખો દિવસ ઉપવાસ કરે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે સમુદ્ર મંથન થઇ રહ્યું હતું ત્યારે આસો મહિનાની પૂર્ણિમાએ મંથન દ્વારા મહાલક્ષ્મી પ્રકટ થયાં હતાં. આ દિવસે કૌમુદ્રી વ્રત રાખવામાં આવે છે.

આ દિવસે લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને દેવી લક્ષ્મી પ્રકટ થાય છે તેથી આ દિવસને પર્વ કહેવામાં આવે છે.  શ્રીમદભાગવત ગીતા પ્રમાણે શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન કૃષ્ણએ એવી વાંસળી વગાડી હતી અને તે રાત્રે શ્રીકૃષ્ણએ મહારાસ રચાવ્યો હતો. આ રાસને મહારાસ કહેવામાં આવે છે.   

શરદ પૂર્ણિમાએ ખીર બનાવી રાત્રે તેનુ સેવન કરવાનું પણ અનોખું મહાત્મ્ય છે.  રાતે ખીરનું સેવન કરવું આ વાતનું પ્રતીક છે કે ઠંડીની ઋતુમાં આપણે ગરમ ખીર ખાવી જોઇએ, કેમ કે, આ જ વસ્તુઓ દ્વારા ઠંડીમાં શક્તિ મળે છે. ખીરમાં દૂધ, ચોખા, સૂકા મેવાનો ઉપયોગ થતો હોવાથી  તે શરીર માટે ફાયદાકારક પણ છે. આમ, શરદ પૂર્ણિમા સાથે જોડાયેલી અનેક માન્યતાઓ પણ છે. 

 

19 October, 2021 01:50 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

સંસ્કૃતિ અને વારસો

જાણો, માણો ને મોજ કરો

પાટણનાં પટોળાં મુંબઈ આવ્યાં છે... સાથે આર્ટ એક્ઝિબિશન્સ અને બીજું ઘણું

02 December, 2021 06:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંસ્કૃતિ અને વારસો

કન્યાની સાડી ટ્રેડિશનલ ને વરરાજાનો સૂટ વેસ્ટર્ન

લગ્નપ્રસંગોમાં વપરાતી સોપારી, શ્રીફળ, છાબ જેવી ચીજોને ડેકોરેટ કરવાનો કન્સેપ્ટ નવો નથી. જોકે આણા અને પહેરામણીને વધુ પ્રેઝન્ટેબલ બનાવવા હવે ઇન્ડો-વેસ્ટર્ન ટચનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ સીઝનમાં નવું શું આવ્યું છે?

02 December, 2021 06:15 IST | Mumbai | Varsha Chitaliya
સંસ્કૃતિ અને વારસો

સેકન્ડ ઇનિંગ્સમાં સિરૅમિક શિલ્પી તરીકે કાઠું કાઢ્યું છે આ ઇન્ટીરિયર ડિઝાઇનરે

સ્કલ્પ્ચરના ક્ષેત્રમાં બહુ ઓછી ગુજરાતી મહિલાઓ આગળ વધે છે, પણ મુલુંડમાં રહેતાં અનંતિ વાલા એમાં અપવાદ છે. ૪૦ વર્ષની એજ પછી તેમણે શિલ્પકળા શીખીને મન મોહી લે એવા કલાત્મક નમૂના તૈયાર કર્યાં છે જેના એક્ઝિબિશન યોજાય છે

18 November, 2021 05:38 IST | Mumbai | Sejal Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK