જગતમાં વસવું એનું નામ પ્રદૂષણ અને જાતમાં વસવું એનું નામ પર્યુષણ છે.

ફાઈલ તસવીર
તીર્થમાં જવું પડે જ્યારે પર્વ સામેથી આપણા આંગણે પધારે છે.
સિતારે હજાર હોતે હૈં,
ચાંદ જૈસા કોઈ નહીં,
પર્વ બાર બાર આતે હૈં,
પર્યુષણ જૈસા કોઈ નહીં.
તપ–ધ્યાન–દાન–પુણ્ય કરી લેવા માત્રથી નહીં, રાગ-દ્વેષ, કલેશ–કંકાસ, અને કષાયો ઘટશે તો પર્યુષણ સાર્થક થશે. પર્યુષણ ખુશીનો ખજાનો લઈને આવ્યાં છે.
(૧) હૅપીનેસ – જ્યાં જીવો છો ત્યાં ખુશી, પ્રસન્નતાનો વધારો કરતા રહો. દિમાગથી નહીં, દિલથી જીવો.
(૨) કાઇન્ડનેસ – ભલાઈ કરતા જાઓ. પૈસાથી નહીં, પ્રેમથી જીવો. મલાઈ વગરનું દૂધ નકામું તેમ ભલાઈ વગરનું જીવન નકામું છે. પૈસા છે તો સત્કર્મ, માનવતા, દીનદુ:ખિયાનાં આંસુ લૂછી ચહેરા ઉપર મુસ્કાન લાવવાનું કાર્ય કરો. ધર્મની શરૂઆત મંદિર, મસ્જિદ, ઉપાશ્રયથી નહીં; ઘરથી કરો.
(૩) સેલ્ફલેસનેસ – નિ:સ્વાર્થતા ભાવને અપનાવો. સ્વાર્થથી નહીં, પરમાર્થથી જીવો. એક નિયમ ગાંઠે બાંધી લો. પોતાની સાથે કામ લેવું હોય ત્યારે મગજનો, બીજા સાથે કામ લેવું હોય ત્યારે હૃદયનો ઉપયોગ કરો.
જગતમાં વસવું એનું નામ પ્રદૂષણ અને જાતમાં વસવું એનું નામ પર્યુષણ છે. પર્યુષણ તો આવતા રહેશે, જતા રહેશે પરંતુ એનો અર્ક આપણા અંતરમનમાં ટકી રહે એવો પુરુષાર્થ કરવાનો છે. પર્યુષણનો સંદેશ છે કે અઠ્ઠમ તપની સાધના, અભયદાનમાં પ્રગતિ, સાધર્મિક ભક્તિમાં વધારો, ભાવધર્મ – શુભભાવમાં ઉમેરો અને અંતે પ્રતિક્રમણ કરીને ક્ષમાભાવથી આત્માની શુદ્ધિ – વિશુદ્ધિથી આત્માને પુનિત, પાવન બનાવવાનું ભૂલશો નહીં.