વર્લ્ડ વાઈલ્ડ લાઈફ(Wildlife WWF) ની એક રિપોર્ટ અનુસાર એક અનુમાન મુજબ બહુ ઓછા સમયમાં વાઘની સંખ્યામાં 95 ટકા ઘટાડો થયો છે.

તસવીર: આઈસ્ટોક
એક સદી પહેલા દુનિયાભરમાં લગભગ 100,000 વાઘ(Tiger)જંગલો પર રાજ કરતા હતાં. પરંતુ 21 સદી આવતાં આવતાં માત્ર 13 દેશોમાં જ વાઘની સંખ્યા 4 હજારથી ઓછી થઈ ગઈ. તેથી વર્ષમાં એક દિવસ 29 જુલાઈના રોજ ઈન્ટરનેશનલ વાઘ દિવસ(International Tiger Day)ઉજવવામાં આવે છે, જેને કારણે બચેલા વાઘને બચાવવામાં આવે અને તેમની સંખ્યા વધી શકે.
માત્ર 13 દેશોમાં જ જોવા મળે છે વાઘ
વર્લ્ડ વાઈલ્ડ લાઈફ(Wildlife WWF) ની એક રિપોર્ટ અનુસાર એક અનુમાન મુજબ બહુ ઓછા સમયમાં વાઘની સંખ્યામાં 95 ટકા ઘટાડો થયો છે. હવે તેમની વસતી માત્ર 13 દેશો પુરતી સીમિત છે, જેમાં ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, કંબોડિયા, ઈન્ડોનેશિયા, લાઓ, પીડીઆર, મલેશિયા, નેપાલ, મ્યાનમાર, રશિયા, થાઈલેન્ડ અને વિયતનામ સામેલ છે.
આ કારણે ઘટી વાઘની સંખ્યા
વન નાબૂદીમાં વધારો, શિકાર, તેમના નિવાસસ્થાનમાં ઘટાડો, આનુવંશિક વિવિધતા, રહેણાંક વિસ્તારોમાં આકસ્મિક પ્રવેશ અને હત્યા, ટાઈગર ટુરિઝમ, નાકામ પ્રોજેક્ટ અને ગ્લોબલ વોર્મિંગ સહિત એવા કેટલાય કારણો છે જેને લીધે ટાઈગરની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. દર વર્ષે 29 જુલાઈના રોજ લોકોમાં આ અંગે જાગૃતિ વધારવા માટે આતંરરાષ્ટ્રીય વાઘ દિવસ મનાવવામાં આવે છે.
વર્લ્ડ ટાઈગર ડે નો ઈતિહાસ
વર્લ્ડ ટાઈગર ડેની શરૂઆત વર્ષ 2010થી થઈ જ્યારે તેને રશિયામાં સેંટ પીટર્સબર્ગ ટાઈગર સમીટમાં માન્યતા આપવામાં આવી હતી. હવે રિપોર્ટમાં આશ્ચર્યજનક વાત જાણવા મળી છે કે બધા વાઘમાંથી 97 ટકા વાઘ ગાયબ થઈ ગયા છે, વૈશ્વિક સ્તર પર પણ હવે માત્ર 3900 વાઘ જ જીવિત છે.
હાલમાં, વિશ્વમાં સાડા ચાર હજાર વાઘ છે, જેમાંથી 2,967 ભારતમાં નોંધાયા છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર(The International Union for Conservation of Nature- IUCN) ની એક રિપોર્ટ અનુસાર 2015માં વાઘોની સંખ્યા 3200 થઈ ગઈ હતી અને 2022માં તેની સંખ્યા 4500 છે.