આંધ્ર પ્રદેશમાં સ્થાપિત થયેલા તિરુપતિ બાલાજીનો મહિમા ફક્ત દક્ષિણ ભારત જ નહીં પણ સમગ્ર દેશ-વિદેશમાં છે. જોકે તળ મુંબઈના ચર્ની રોડ વિસ્તારમાં આવેલી ફણસવાડીમાં ભગવાન વિષ્ણુના અવતાર બાલાજી ભગવાનનું ભવ્ય મંદિર આવેલું છે
મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર પથ્થરમાંથી કોતરણી કરીને બનાવાયું છે. દ્રાવિડિયન શૈલીના ગોપુરમમાં વિષ્ણુ ભગવાનના અવતાર અને તેમની લીલા જોઈ શકાય છે.
આંધ્ર પ્રદેશમાં સ્થાપિત થયેલા તિરુપતિ બાલાજીનો મહિમા ફક્ત દક્ષિણ ભારત જ નહીં પણ સમગ્ર દેશ-વિદેશમાં છે. જોકે તળ મુંબઈના ચર્ની રોડ વિસ્તારમાં આવેલી ફણસવાડીમાં ભગવાન વિષ્ણુના અવતાર બાલાજી ભગવાનનું ભવ્ય મંદિર આવેલું છે. મંદિરને જોતાં જ એવું લાગે જાણે આપણે તામિલનાડુમાં પહોંચી ગયા હોઈએ. મુંબઈના છોટા તિરુપતિના નામે પ્રસિદ્ધ બાલાજી મંદિરની ખાસિયત અને ઇતિહાસ પણ રસપ્રદ છે



