ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
તમારા સોશ્યલ નેટવર્કમાં તમારા મનની વાત કરો, પરંતુ ખૂબ કઠોર કે બહુ સ્પષ્ટ બનવાનો પ્રયાસ ન કરો. પરિવાર કે મિત્રો સાથેની કોઈ પણ પડકારજનક ક્ષણોને શ્રેષ્ઠ રીતે સંભાળવી જોઈએ, પરંતુ યાદ રાખો કે તમે દરેકને ખુશ કરી શકતા નથી. જો તમારું બજેટ ખૂબ જ ઓછું હોય તો જોખમી રોકાણો ટાળવાં જોઈએ.
પેરન્ટ્સ તરીકે એરીઝ
એરીઝ રાશિના જાતકો સ્વતંત્રતાને મહત્ત્વ આપે છે અને તેમનાં બાળકોમાં પણ આ વ્યક્તિત્વનો વિકાસ થાય એવું તેઓ ઇચ્છતા હોય છે. એમ છતાં તેઓ ખૂબ જ પ્રોટેક્ટિવ પણ હોય છે અને ક્યારેક અત્યંત મજબૂત શિસ્તપ્રિય પણ હોઈ શકે છે. આ રાશિનાં માતા-પિતા ક્યારેક વધુ પડતાં સ્પર્ધાત્મક બની શકે છે અને જો તેમનું બાળક દરેક બાબતમાં શ્રેષ્ઠ ન બને તો અધીરાં થઈ જાય છે.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
પોતાનો વ્યવસાય ધરાવતા ઉદ્યોગપતિઓએ જટિલ વ્યાવસાયિક સોદાઓ ટાળવા જોઈએ. જોખમ લેવાને બદલે સ્થિર અને સુરક્ષિત રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરો.
લાઇફ ટિપ : તમારી કુદરતી પ્રતિભાને અનુસરવાથી તમને હેતુપૂર્ણ જીવન બનાવવામાં મદદ મળશે. યાદ રાખો કે અર્થપૂર્ણ જીવન જીવવું એ એક પ્રક્રિયા છે, કોઈ મુકામ નથી.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
લાંબા ગાળે મુશ્કેલી લાવી શકે એવાં કોઈ પણ પગલાં લેતાં પહેલાં ખૂબ કાળજીપૂર્વક વિચારો. કૌટુંબિક નાણાકીય અને વારસાગત બાબતો માટે આ એક સકારાત્મક સમય છે.
લાઇફ ટિપ : કોઈ મહત્ત્વપૂર્ણ પરિસ્થિતિ અથવા વ્યક્તિ વિશેની તમારી લાગણીઓ પર વિશ્વાસ કરો અને એ મુજબ કાર્ય કરવામાં અચકાશો નહીં, ભલે એ તમને અયોગ્ય લાગે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
નાની-નાની વિગતો પર ધ્યાન આપો અને તમારા કોઈ વધારાના કામમાં ઉતાવળ ન કરો. સાથીદારો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધ જાળવી રાખો.
લાઇફ ટિપ : પરિસ્થિતિઓને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવાનું છોડી દો અને એ સંજોગોમાં તમે જે કરી શકો એ કરો. કોઈ પણ પડકારને ખૂબ સંઘર્ષ કર્યા વિના જાતે જ ઉકેલો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
પરંપરાઓ પર ધ્યાન આપો અને જો તમને સમજાય તો પાલન કરો. તમારા પ્રોફેશનલ તેમ જ વ્યક્તિગત નેટવર્કને વિસ્તૃત કરવા માટે આ એક સકારાત્મક સમય છે.
લાઇફ ટિપ : ભલે હાલમાં પરિસ્થિતિ વિપરીત દેખાય, પણ પડકાર છુપાયેલા આશીર્વાદરૂપ બની શકે છે. જે મહત્ત્વપૂર્ણ નથી એને છોડી દો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
તમારા ધ્યેય અને એમને પ્રાપ્ત કરવા માટે તમારે જે પગલાં લેવાની જરૂર છે એના વિશે ખૂબ સ્પષ્ટ રહો. સિનિયરોએ પોતાની જાતની થોડી વધુ કાળજી લેવાની જરૂર છે.
લાઇફ ટિપ : શક્ય એટલું સ્વસ્થ ખાવાનો પ્રયાસ કરો અને સંતુલિત જીવનશૈલી જાળવો. સ્વાસ્થ્યને ટૂંકા ગાળાના સુધારા કરતાં લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જુઓ.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
તમને જોખમી નાણાકીય પસંદગી કરવા માટે પ્રોત્સાહિત કરે એવી વ્યક્તિ સાથે સમય વિતાવતી વખતે ખૂબ કાળજી રાખો. તમારા સ્વાસ્થ્યનું થોડું વધારે ધ્યાન રાખો.
લાઇફ ટિપ : બધું સારું થશે એવું માનીને કોઈ પરિસ્થિતિને અવગણો નહીં. આશા રાખવા કરતાં જાત સાથે પ્રામાણિક બનો. ડર નહીં, તમે શું ઇચ્છો છો એના પર ધ્યાન રાખો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
કોઈ પણ પડકારનો ઉકેલ હોય છે અને તમારે એને કેવી રીતે અપનાવવો એ અંગે થોડા સર્જનાત્મક બનવાની જરૂર છે. બૉસ અને વરિષ્ઠ લોકો સાથે મતભેદ ટાળો.
લાઇફ ટિપ : પરિસ્થિતિ અથવા અન્ય લોકોને નિયંત્રિત કરવાની વૃત્તિને છોડી દો. વસ્તુઓ જેમ છે એમ સ્વીકારો. પરિસ્થિતિ સામે લડવાને બદલે એમની સાથે કામ કરો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
સંદર્ભ બહારની કોઈ પણ ઈ-મેઇલ અથવા સંદેશ પર પ્રતિક્રિયા ન આપશો, પરંતુ જવાબ આપતાં પહેલાં હકીકતો મેળવો. તમારા વ્યાવસાયિક નેટવર્કનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરો.
લાઇફ ટિપ : તમે ખરેખર શું ઇચ્છો છો એ સ્વીકારવું અને સમજવું એ કોઈ પણ ફેરફારો કરવા માટેનું પ્રથમ પગલું હશે. ખરેખર શું મહત્ત્વનું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
નાની લાગતી પરિસ્થિતિ માટે પરંપરાગત અભિગમ એ એને સંભાળવાનો શ્રેષ્ઠ રસ્તો હશે. ખૂબ જ સ્પષ્ટ રહો, પરંતુ તમારા સંદેશવ્યવહારમાં ડિપ્લોમૅટિક બનો.
લાઇફ ટિપ : આત્મવિશ્વાસ સાથે આગળ વધો, પરંતુ સ્વાર્થી બનવાનો પ્રયાસ ન કરો. જે કરવાની જરૂર છે એ ફક્ત એટલા માટે કરો કારણ કે એ યોગ્ય છે.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
શૉર્ટકટ લેવાનું ટાળો અને ખાતરી કરો કે તમે તમારી માહિતી યોગ્ય જગ્યાએથી મેળવો છો. તમે જેટલાં કામ અસરકારક રીતે કરી શકો એટલાં જ કામ લો.
લાઇફ ટિપ : ટાઇમિંગ મહત્ત્વપૂર્ણ છે અને તમારે વિલંબ કરવાનું ટાળવું જોઈએ. સફળતા ફક્ત ધ્યાન કેન્દ્રિત કરવાથી અને સતત પ્રયાસથી જ મળશે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
નવા પ્રોજેક્ટમાં ઉતાવળ કરવાને બદલે સ્થિરતા અને કાર્યક્ષમ માળખું બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. મિત્રતા કે સંબંધમાં કેટલીક તનાવપૂર્ણ ક્ષણો આવી શકે છે.
લાઇફ ટિપ : તમારા વિચારો કાળજીપૂર્વક પસંદ કરો અને તમારાં કાર્યોને એ જ દિશામાં ગોઠવો. પડકારોનો સામનો કરતી વખતે પણ જે સાચું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
એવા મિત્રો અથવા સાથીદારોથી સાવધ રહો જે ખરેખર તમારું ભલું ઇચ્છતા જ નથી. પરિવારમાં કોઈ નાની વ્યક્તિને મદદ અથવા સલાહની જરૂર પડી શકે છે.
લાઇફ ટિપ : તમારા મનપસંદ ક્રીએટિવ શોખ માટે સમય કાઢો. એમાં સંપૂર્ણ બનવાનો પ્રયાસ કરશો નહીં. આરામ કરવાનો અને તનાવ દૂર કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે.
