Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 29 November, 2026 07:21 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
તમારાં લક્ષ્યોને વળગી રહો અને માત્ર એટલા માટે હાર ન માનો કે તમને કોઈ પ્રગતિ દેખાતી નથી. તમારી જીવનશૈલીમાં કોઈ પણ ફેરફાર કરતાં પહેલાં ખરેખર કઈ બાબતોમાં ફેરફારની જરૂર છે એ વિશે ગંભીરતાથી વિચાર કરો. જે લોકોનું સામાજિક જીવન ખૂબ વ્યસ્ત હોય તેમણે એવા લોકોને મળવાનું ઘટાડવું જોઈએ જેમના હોવાથી કે ન હોવાથી તેમના જીવન પર કોઈ ખાસ ફરક પડતો નથી.

ફ્રેન્ડ તરીકે સૅજિટેરિયસ
મનોરંજનપ્રિય અને સાહસિક સ્વભાવના સૅજિટેરિયસ રાશિના લોકો ખૂબ સારા મિત્રો સાબિત થાય છે. જોકે તેમની જાણીતી નિખાલસતા ક્યારેક સ્વીકારવી થોડી મુશ્કેલ બની શકે છે. તેઓ પોતાની મિત્રતાને ખૂબ મહત્ત્વ આપે છે, ભલે પછી તેઓ હંમેશાં એ સ્પષ્ટપણે વ્યક્ત ન કરતા હોય. જોકે આ રાશિના લોકો પોતાના મિત્રો પ્રત્યે અત્યંત વફાદાર હોય છે અને ગમે એવી પરિસ્થિતિમાં પણ છેક સુધી તેમનો પક્ષ લે છે અને તેમનું રક્ષણ કરે છે.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


કોઈ પણ ફેરફારનો તમારા ફાયદા માટે ઉપયોગ કરો. આ પરિસ્થિતિમાં શું કરવું જરૂરી છે એના પર ધ્યાન આપો. મહત્ત્વપૂર્ણ નાણાકીય નિર્ણયો લેતી વખતે ઉપલબ્ધ વિકલ્પોને ધ્યાનમાં લો.
કરીઅર ટિપ: 
એવી ગૉસિપથી દૂર રહો જે સરળતાથી ફેલાઈ શકે અને જટિલતા ઊભી કરી શકે. મોટી સંસ્થામાં કામ કરતા લોકોએ ઑફિસના નિયમો અને કાર્યપદ્ધતિઓનું પાલન કરવું જરૂરી છે.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


કોઈ પણ અચાનક પરિસ્થિતિનો સામનો કરવાના માટે પ્રતિક્રિયા આપવાને બદલે સમય કાઢો. ઝડપી પરિણામો મેળવવાને બદલે તમારાં લક્ષ્યોને સિદ્ધ કરવા માટે સતત કામ કરો.
કરીઅર ટિપ: 
બધા ડેટા ચકાસો અને કામકાજના સ્થળે એવા સહકર્મચારીને સાથે ન લેશો જેમનો કોઈ એજન્ડા હોય. પોતાનો વ્યવસાય ધરાવતા લોકો માટે આ એક સકારાત્મક સમય છે.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

જો તમે કોઈ તનાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હો તો તમારા અંતરાત્માનો અવાજ સાંભળો. વધારાની જવાબદારીઓ સંભાળવા માટે જરૂરી સંતુલન જાળવો.
કરીઅર ટિપ: સ્વતંત્ર વ્યવસાય ધરાવનારા ઉદ્યોગસાહસિકોએ મનમાં આવતા નવા વિચારો પર અમલ કરવો જોઈએ. કરાર પર હસ્તાક્ષર કરતાં પહેલાં એને ફરીથી સારી રીતે તપાસી લો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

પરિસ્થિતિ ખૂબ ઝડપથી આગળ વધી શકે છે અને તમારે ઝડપથી નિર્ણય લેવાની જરૂર પડશે. નવા લોકોને મળવા અને મિત્રો બનાવવા માટે આ સકારાત્મક સમય છે.
કરીઅર ટિપ: બૉસ સાથે જેમને વ્યવહાર કરવો મુશ્કેલ છે એવી વ્યક્તિઓએ પરિસ્થિતિને ખૂબ જ કાળજીપૂર્વક હૅન્ડલ કરવાની જરૂર છે. કોઈ પણ ડિલિવરી ટાઇમટેબલને વળગી રહો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

કોઈ અટકેલી પરિસ્થિતિ ઉકેલાઈ શકે છે અને તમારે ત્વરિત પગલાં લેવાની જરૂર પડશે. એવી કોઈ જવાબદારી સ્વીકારશો નહીં જેના માટે તમારી પાસે સમય ન હોય.
કરીઅર ટિપ: એક નાનકડો વિચાર પણ સંભવિત સફળતા લાવી શકે છે, પરંતુ તમારે એમાં આવી શકતા સંભવિત પડકારો વિશે વિચારવું જોઈએ. નાની-નાની વિગતો પર ધ્યાન આપો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

કોઈ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરતી વખતે જૂની પદ્ધતિ અને પરંપરાગત અભિગમ સૌથી વધુ અસરકારક સાબિત થઈ શકે છે. ખરીદી કરતી વખતે વધુ ખર્ચ કરવાનું ટાળો.
કરીઅર ટિપ: પડકારજનક પ્રોજેક્ટ કે ક્લાયન્ટને સ્પષ્ટતા અને વ્યાવસાયિક અભિગમ સાથે સંભાળો. જેમને કારકિર્દી વિશે નિર્ણય લેવાની જરૂર છે તેમણે તમામ વિકલ્પો પર વિચાર કરવો જોઈએ.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

ઘર અને તમારી સાથે રહેતા લોકો પર તમારું ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે. તમારા બજેટની સમીક્ષા કરવા અને એમાં જરૂરી ફેરફારો કરવા માટે આ સારો સમય છે.
કરીઅર ટિપ: જો તમે કોઈ પડકારજનક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હો તો ટાઇમ મૅનેજમેન્ટ જરૂરી બનશે. મુશ્કેલીઓ ઊભી કરનારા સહકર્મચારીઓથી દૂર રહો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

ઉતાવળમાં પ્રતિક્રિયા આપવાને બદલે થોડો સમય શાંતિથી વિચારશો તો તમે પડકારજનક પરિસ્થિતિને સંભાળી શકશો. એવા મિત્ર માટે સમકો માટે આ એક સકારાત્મક સમય છે.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

જીવનના કોઈ પણ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કે સફળતા મેળવવા માટે શિસ્તબદ્ધ અભિગમ અપનાવવો પડશે. એકાગ્રતા રાખો અને એક સમયે એક ડગલું આગળ વધીને ફેરફારો કરો.
કરીઅર ટિપ: તમારા પ્રોફેશનલ નેટવર્કનો તમારા લાભ માટે ઉપયોગ કરો અને એને વિસ્તારવાનો પ્રયાસ કરો. એવા સહકર્મીઓથી સાવધ રહો જે વચન આપે છે પરંતુ એનું પાલન કરતા નથી.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

જો તમે નવા લોકોને મળવા માગતા હો તો મિત્રતા અને સંબંધો માટે આ સકારાત્મક સમય છે. સોશ્યલાઇઝિંગ કરતી વખતે વધુ પડતો ખર્ચ ન કરવાનો પ્રયાસ કરો.
કરીઅર ટિપ: સ્પર્ધાત્મક સાથીદારથી સાવચેત રહો જે તમારા માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. ઈ-મેઇલ અને મેસેજ મોકલતાં પહેલાં એને બે વાર તપાસો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

આક્રમક બન્યા વિના સ્પષ્ટપણે પોતાની વાત રજૂ કરો. કોઈ પણ નવા રોકાણને સારી રીતે સમજી લો અને એમાં રહેલાં જોખમોને વિશે વિચાર કરો.
કરીઅર ટિપ: ભલે તમને મન થતું હોય તો પણ તમારા બૉસ કે સિનિયરો વિશે ગૉસિપ કરવાનું ટાળો. જો તમે તમારું પ્રોફેશનલ નેટવર્ક વિસ્તારવા માગતા હો તો આ સમય ખૂબ અનુકૂળ છે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

જો કોઈ પરિસ્થિતિ વિશે સમજણ ન પડે તો તમારા અંતરાત્માના અવાજનું સાંભળો. જેઓ અપરિણીત છે તેમણે નવા લોકોને મળવાની તકો શોધવી જોઈએ.
કરીઅર ટિપ: મિત્ર સાથે ભાગીદારીમાં વ્યવસાય કરનારાઓએ પોતાની જવાબદારીઓ વિશે સ્પષ્ટ રહેવું જોઈએ. મોટી સંસ્થામાં કામ કરનારાઓ કંપનીના નિયમો અને કાર્યપદ્ધતિનું પાલન કરે.

Whatsapp-channel Whatsapp-channel

29 November, 2026 07:21 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK