° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


મંગળનો મિથુન રાશિમાં પ્રવેશ: આ રાશિના જાતકોના જીવનમાં વધશે મુશ્કેલીઓ

14 March, 2023 05:27 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગ્રહોની દિશામાં આ પરિવર્તન કેટલાક માટે શુભ તો કેટલાક માટે અશુભ સાબિત થાય છે. આ જ ક્રમમાં 13 માર્ચે મંગળ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે તેમની શત્રુ અને મિત્ર રાશિમાં ભ્રમણ કરતાં રહે છે, જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. ગ્રહોની દિશામાં આ પરિવર્તન કેટલાક માટે શુભ તો કેટલાક માટે અશુભ સાબિત થાય છે. આ જ ક્રમમાં 13 માર્ચે મંગળ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ અને બુધ ગ્રહો વચ્ચે શત્રુતાની ભાવના છે. એટલા માટે આ દિશા કેટલીક રાશિના જાતકોની મુશ્કેલીઓ વધારી શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે મંગળનું ગોચર નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ મિથુન રાશિથી ઉર્ધ્વ ગૃહમાં ભ્રમણ કરી રહ્યો છે. આ સમયે તમારો આત્મવિશ્વાસ ઘટી શકે છે. આ સમયે તમારે ઝઘડા કે દલીલોથી દૂર રહેવું જોઈએ. વેપારમાં ભાગીદારી પણ તળવી જોઈએ. આ સમય નવું કામ શરૂ કરવા માટે પણ યોગ્ય નથી. આ સ્થિતિમાં તમારે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું પણ ટાળવું જોઈએ, નહીં તો નુકસાન થવાની શક્યતા છે. તે જ સમયે, જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ પણ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

મંગળનું ભ્રમણ વૃશ્ચિક રાશિના જાતકો માટે પ્રતિકૂળ છે. હાલ મંગળ વૃશ્ચિક રાશિથી અસ્ટમ ભાવમાં ગોચર કરી રહ્યો છે, જેને ઉંમર અને ગુપ્ત રોગનો ભાવ માનવામાં આવે છે. એટલા માટે આ સમયે વૃશ્ચિક રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. લાંબી મુસાફરી પર જવાનું પણ હાલ પૂરતું ટાળવું જોઈએ. ઉપરાંત પરિવારમાં કોઈ વડીલ વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. સાસરિયાઓ તરફથી કોઈ વિષયમાં મનભેદ થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કર્ક રાશિ

મંગળનું ભ્રમણ કર્ક રાશિ માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. મંગળ કર્ક રાશિથી બારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે, જેને નુકસાન અને ખર્ચનું સ્થાન ગણવામાં આવે છે. કર્ક રાશિના જાતકોએ આ સમયે બિનજરૂરી ખર્ચ ટાળવો જોઈએ, અન્યથા તમારું બજેટ બગડી શકે છે. તમે વધુ પડતો થાક અનુભવો અને આસપાસની પરિસ્થિતિને કારણે તમારે દોડવાનો સમય આવે તેવી પણ શક્યતા છે. લેવડ-દેવડ કરતી વખતે સાવધાની રાખો. અન્યથા નુકસાન થઈ શકે છે. આ સમયે તમારે કાર્યસ્થળ પર વાદ-વિવાદ ટાળવો જોઈએ. જુનિયર અને સિનિયર કર્મચારીઓ સાથે અણબનાવ બનાવ બનવાની શક્યતા છે.

14 March, 2023 05:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

વિભીષણે હનુમાનજીને ભક્તિની નવ યુક્તિ દેખાડી?

જે અભય હોય તે જ ભજન કરી શકે. આ મારગ છે શૂરાનો. એમાં શૂરા-પૂરાનું કામ છે. એમાં થાય કસોટી પૂરાની અને નહીંતર થાય ફજેતી અધૂરાની.

22 March, 2023 05:59 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

એક રાજ્યમાં ગુનો બીજા રાજ્યમાં અપરાધ નથી

એવું પણ બને કે એક રાજ્યમાં જેને અપરાધ માનવામાં આવતો હોય એને બીજા રાજ્યમાં અપરાધ ન માનવામાં આવતો હોય

21 March, 2023 06:53 IST | Mumbai | Swami Satchidananda
એસ્ટ્રોલૉજી

22 માર્ચથી આગામી 1 વર્ષ માટે આ ત્રણ રાશિના જાતકોના શરૂ થશે `અચ્છે દિન`

આ તારીખથી ચૈત્ર નવરાત્રી પણ શરૂ થઈ રહી છે. આ વર્ષે આ દિવસ ખાસ છે, કારણ કે હિન્દુ નવા વર્ષ પર 5 રાજયોગ રચાવા જઈ રહ્યા છે

21 March, 2023 05:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK