° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


જાણો તમારુ આજનું ભવિષ્ય

20 November, 2012 03:33 AM IST |

જાણો તમારુ આજનું ભવિષ્ય

જાણો તમારુ આજનું ભવિષ્યએરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે પોતાની જાતને થોડી કપરી પરિસ્થતિમાં મુકી દેશો એવું ગણેશજી જણાવે છે. તમારા બૉસને રાજી રાખજો. તેમ જ તમારા પ્રિયજનને પણ ખુશ રાખજો.  કદાચ તમને થોડુ મુશ્કેલ લાગશે પણ મેનેજ કરી લેશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

ગણેશજી કહે છેકે તમારુ કામ બદલવાનો પડકાર આજે તમે લઈ લેશો. આજે શોપિંગ પર ઉપડી જશો અને તમારા પ્રિયજનને મોંઘી ગિફ્ટથી નવડાવી દેશો. સાંજ ખૂબ ખુશનૂમા રહેશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

ગણેશજી આગાહી કરી રહ્યા છે કે તમારી પોતાની જાત પાસેથી અપેક્ષા વધી રહી છે. નાણાકિય બાબતોને લીધે તમારી ચિંતા વધી જશે. ગણેશજી કહે છે કે થોડુ ધ્યાન ધરો સાંજ સુધીમાં પરિસ્થિતિ કાબુમાં આવી જશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

આજે જાણે લાગણીઓનો દિવસ છે. જોકે તમારા ઇમોશન્સનો ઓવરફ્લો દંગો કરશે. ગણેાજી આગાહી કરે છે કે તમારા અને તમારા પ્રિયજન વચ્ચે કેટલીક બાબતોને લઈને ગંભીર વિખવાદ થશે. સંતુલિત રહેશો તો દિવસ સારો જશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

તમે જીવનના બધા તબક્કાને સંતુલિત કરવાનું શીખી લીધુ છે. એની આજે તમારા કામ પર ખૂબ સારી અસર પડશે કારણ કે તમે કામની સાથે કેટલીક નવા ક્રિએશન પણ કરશો. ગણેશજી કહે છે કે એન્જૉય કરો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

આજે તમારા માઇન્ડમાં અને વાતાવરણમાં પ્રેમ છવાઈ ગયો છે. ગણેશજીની સલાહ છે કે થોડા સમય માટે લાંબાં ડગ ભરવાથી દૂર રહેજો.આજના દિવસે ખાસ : તમારા પ્રિયજન સાથે અથવા તમારા મિત્રો સાથે એક સોહામણી સાંજ પસાર કરશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમારા માટે સોનાનો દિવસ છે. જોકે બધી બાજુથી ફાયદો લેવામાં થોડી સાવચેતી પણ જરૂરી છે એવો ગણેશજી નિર્દેશ કરે છે. આજના દિવસે ખાસ :  આજે પરિવારજનો અને મિત્રો સાથે બહુ ઉલ્લેખનીય સમય પસાર કરશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

આજે ખૂબ એનર્જેટિક ફીલ કરવાને કારણે ઉત્સાહ અને આનંદ જળવાઈ રહેશે. એકાએક નફો થાય એવી શક્યતા ગણેશજી દર્શાવી રહ્યા છે. આજના દિવસે ખાસ : તટસ્થ રહીને કેટલાક મહત્વના નિર્ણયો લેશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

ગણેશજી અનુભવે છે કે તમે તમારા કામ સાથે એન્જૉયમેન્ટ ઉમેરાય એવું કંઈ કરશો. એકસાથે ઘણા લોકોનો મતલબ સમાયેલો હોય એવી એક બાબત તમારા માટે પણ ફાયદાકારક નીવડશે. આજના દિવસે ખાસ : એક નિ:સ્વાર્થ ઍક્શન તમને તમારા માટે સારું ફીલ કરાવશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

તમારી પોઝિશન હજી વધુ મજબૂત બનશે એવું ગણેશજીને લાગે છે. તમારા ડેડિકેશન અને નિષ્ઠાને કારણે મળતા લાભ એન્જૉય કરો. આજના દિવસે ખાસ : હજી જે બિઝનેસમાં તમે નવા છો એમાં ગણતરીપૂર્વક જોખમ લેવાનું યોગ્ય છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

અત્યારે તમારું નસીબ ફુલ ફૉર્મમાં છે એટલે લૉટરીની કોઈ રમત રમવી હોય તો આગળ વધશો તો વાંધો નહીં આવે એમ ગણેશજીનું કહેવું છે. આજના દિવસે ખાસ : હળવા રહો. જીવનને બહુ સિરિયસ્લી લેવાની કોઈ જરૂર નથી.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

ભાઈ-બહેન સાથે કોઈ મુદ્દે રસાકસી થવાને કારણે મૂડ ખરાબ થઈ શકે છે. જોકે બને એટલું દ્રષ્ટા બનીને રહો એવી ગણેશજી સલાહ આપે છે. આજના દિવસે ખાસ : ધ્યાન ધરો અને ઊભા થયેલા મતભેદોને દૂર કરવા માટે ઘરના મોટા સભ્યો સાથે ચર્ચા કરો.

20 November, 2012 03:33 AM IST |

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

પ્રેમ ખરો પણ પૂરા હક સાથેનો, અધિકાર સાથેનો પ્રેમ

ભારતના મનીષી લોકો જે કહે, જે શાસ્ત્ર કહે તે જ અંતિમ માનવામાં આવે છે. આપણાં દેશના ઋષિઓએ સંદ્ગ્રંથોના પત્ર જ્યારે વિવેકનું પ્રભાત થયું ત્યારે તેનાં અજવાળામાં ખોલ્યા છે.

01 December, 2021 08:39 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

ઘણી વાર અપાપને પાપ તથા અપુણ્યને પુણ્ય માનવામાં આવે છે

સાંભળનારા જરા પણ પૂરી તપાસ કર્યા વિના તરત જ આવી વાતો માની લેતા હોય છે અને પછી એ વાતોનો વંટોળિયો ઠેઠ આકાશ સુધી ઘૂમરીઓ લેવા લાગે છે. જોતજોતામાં એક વ્યક્તિનું જીવન ધૂળધાણી થતું હોય છે, જેનાથી બચવા અનેક દંભો ઊભા કરાયા છે. 

29 November, 2021 08:43 IST | Mumbai | Swami Sachidanand
એસ્ટ્રોલૉજી

બધી અહલ્યાઓને રામ નથી મળતા, ધોબી જોઈએ એટલા મળે

આ રીતે આપણે પ્રજાના એક પ્રશ્નનું સમાધાન કરવા સદીઓથી મથી રહ્યા છીએ. જ્યાં સુધી કોઈ બીજો ઉત્તમ માર્ગ ન નીકળે ત્યાં સુધી આ માર્ગ ખોટો નથી.    

28 November, 2021 09:44 IST | Mumbai | Swami Sachidanand

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK