કસ્તુરબા ગાંધીના પાત્રમાં દેખાશે ઝીનત અમાન

Updated: Feb 27, 2020, 20:54 IST | Shaheen Parker | Mumbai Desk

એક સમયે તેના બોલ્ડ લૂક્સ અને હોટનેસ માટે ચર્ચાયેલા ઝીનત અમાન હવે ખાદીની સાડી અને ધોળા વાળમાં કસ્તુરબાનું પાત્ર ભજવશે

ઝીનત અમાનની વાત કરીએ તો સ્વાભાવિક રીતે જ રાજકપુરની ફિલ્મ સત્યમ શિવમ સુંદરમનો તેનો બોલ્ડ લુક યાદ આવે. આમ તો ગામની સીધી સાદી છોકરી જેનો ચહેરો એક અકસ્માતમાં ખરડાઇ ચુક્યો છે તેવું તેનું પાત્ર હતું. આખી ફિલ્મમાં અડધો ચહેરો છુપાવતી ઝીનત અમાન ભલભલાને યાદ રહી ગઇ છે કારણકે તેનું બાકીનું ડ્રેસિંગ સુપર બોલ્ડ હતું. તમે માનશો નહીં પણ એ બોલ્ડ પાત્ર ભજવનારી ઝીનત અમાન હવે કસ્તુર બાનાં પાત્રમાં જોવા મળશે.
આ વાંચીને જેટલી નવાઇ તમને લાગે છે એટલી જ નવાઇ ઝીનત અમાનને પોતાને પણ લાગી હતી. અંગ્રેજી નાટક ડિયરેસ્ટ બાપુ, લવ કસ્તુરબામાં કસ્તૂરબાના પાત્ર માટે જ્યારે તેમનો સંપર્ક કરાયો ત્યારે તેમને માન્યામાં નહોતું આવતું. તેમણે કહ્યું, "મારો પહેલો પ્રતિભાવ હતો, હું કસ્તુરબા ગાંધી તરીકે?", આમ કહી તે ખડખડાટ હસી પડે છે. પંદર વર્ષ પછી ઝીનત અમાન ફરી નાટકના મંચ પર પ્રવેશી રહ્યા છે જે શહેરમાં 21મી ફેબ્રુઆરીએ પ્રિમિયર થશે. આ નાટક ગાંધીજી અને કસ્તુરબાનાં 60 વર્ષથી પણ વધુ ચાલેલા લગ્નજીવન પર નજર નાખે છે અને સ્વાભાવિક છે કે તેના બેકગ્રાઉન્ડમાં સ્વાતંત્ર સંગ્રામ હશે.

zeenat aman

"આપણે મહાત્માનાં પત્ની વિષે બહુ ઓછું જાણીએ છીએ. આ પ્રોજેક્ટ તેમના દ્રષ્ટિકોણથી આખી વાત કરે છે. મેં આ ઓફર સ્વીકારી કારણકે મારી પાસે ઘણો સમય છે. છેલ્લા ત્રણ મહિનાથી ચાલતા રિહર્સલ્સ પછી મને આ રોલ ઓફર થયો અંગે જે પણ કચવાટ કે પ્રશ્નો હતા તે દૂર થઇ ગયા છે. એક વાર મેં વાળ સફેદ રંગ્યા, ખાદીની સાડી અને ચશ્મા પહેર્યાં પછી હું બહુ એક્સાઇટેડ હતી. મેં મારા બંન્ને દીકરાઓ ઝહાન અને અઝાનને રિહર્સલ્સમાં ફટકવા નથી દીધા કારણકે મારે ઓપનિંગ નાઇટ પર તેમના પ્રતિભાવ જોવા છે."
નાટકના દિગ્દર્શક સૈફ હૈદર હસન પણ આ વાતે સંમત થાય છે કે, "ઝીનત અમાન જેને લોકો તેમના પહેલાનાં દિવસોમાં એકદમ હોટ અને ઉમ્ફી હિરોઇન તરીકે જાણે છે તે આ પાત્ર માટે જરા પ્રાકૃતિક પસંદગી નથી. ચોક્કસ ટાઇપની વિરુદ્ધ જઇને કાસ્ટિંગ કરવું એ મજાનો અનુભવ છે. મેં નાટક લખ્યું પછી સીધો તેમને જ ફોન કર્યો હતો."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK