અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરની 'ખાલી પીલી' OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે?

Updated: 26th August, 2020 16:11 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

બીજી ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે ફિલ્મ રિલીઝ કરવાની મેકર્સની તૈયારી

ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે ફિલ્મ 'ખાલી પીલી'ના એક સીનમાં
ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે ફિલ્મ 'ખાલી પીલી'ના એક સીનમાં

મકબૂલ ખાને (Maqbool Khan) દિગ્દર્શિત ઈશાન ખટ્ટર (Ishaan Khatter) અને અનન્યા પાંડે (Ananya Panday)ની મસાલા એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ 'ખાલી પીલી' (Khaali Peeli)નું ટીઝર તાજેતરમાં જ લૉન્ચ થયું હતું. જોકે, ટીઝરને દર્શકો તરફથી જોઈએ તેવો પ્રેમ નથી મળ્યો. તેને લાઈક કરતાં ડિસલાઈક્સ વધુ મળી છે. આ દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે, ફિલ્મ 'ખાલી પીલી' થિયેટર ખુલે ત્યાં સુધી પોસ્ટપોન કરવાને બદલે સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું મેકર્સ વિચારી રહ્યાં છે. ફિલ્મ બીજી ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે રિલીઝ કરવામાં આવશે તેવા અહેવાલ છે.

આલિયા ભટ્ટ (Alia Bhatt), સંજય દત્ત (Sanjay Dutt), આદિત્ય રૉય કપૂર (Aditya Roy Kapoor), પૂજા ભટ્ટ (Pooja Bhatt) સ્ટારર ફિલ્મ 'સડક 2'ની જેમ જ ફિલ્મ 'ખાલી પીલી'ને સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવી કે નહીં તે વિશે સતત ચર્ચા ચાલી રહી હોવાના અહેવાલ છે. ત્યારે હાલમાં જ પિન્કવીલાના રિપોર્ટમાં સોર્સના હવાલે લખવામાં આવ્યું છે કે, 'ખાલી પીલી' ફિલ્મ માટે મેકર્સે ગાંધી જયંતિની ડેટ લોક કરી છે. ઝી સ્ટુડિયો તેને તેના જ પ્લેટફોર્મ પર એક્સક્લુઝિવ સ્ટ્રીમ કરશે. ફિલ્મનું હજુ બે દિવસનું પેચ વર્ક બાકી છે અને ડિજિટલ રિલીઝ પહેલાં કામ પૂરું થઈ જશે. આખી ટીમે તેની તૈયારી કરી લીધી છે. પેચ વર્ક બાકી છે તેના માટે સ્ટાર્સે એક કે બે દિવસ ટીમ સાથે શૂટિંગ કરવું પડશે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં આ શૂટિંગ થઈ શકે છે અને તે મુંબઈમાં જ સુરક્ષા અને સાવધાની સાથે કરવામાં આવશે.

અલી અબ્બાસ ઝફર, હિમાંશુ કિશન અને ઝી સ્ટુડિયોના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'ખાલી પીલી'માં અનન્યા પાંડે ચોરી કરીને ભાગનારી ચાલાક છોકરીના રોલમાં છે જ્યારે ઈશાન ખટ્ટર એક ટેક્સી ડ્રાઈવરના રોલમાં છે. ફિલ્મનું ટીઝર 23 ઓગસ્ટે રિલીઝ થયું હતું. જેને અત્યાર સુધી 45 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે. પરંતુ નવાઈની વાત એ છે કે, આ ટ્રેલરને લાઈક્સને બદલે ડીસલાઈક્સ વધુ મળી છે.

First Published: 26th August, 2020 16:09 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK