Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સરદાર ઉધમ સિંહ માટે ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી વિકી કૌશલે

સરદાર ઉધમ સિંહ માટે ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી વિકી કૌશલે

05 October, 2019 01:21 PM IST | અમ્રિતસર

સરદાર ઉધમ સિંહ માટે ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી વિકી કૌશલે

વિકી કૌશલ

વિકી કૌશલ


વિકી કૌશલે અમ્રિતસરના સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી. વિકી ‘સરદાર ઉધમ સિંહ’નાં શૂટિંગ માટે અમ્રિતસર પહોંચ્યો છે. આ ફિલ્મનું ફર્સ્ટ શેડ્યુલ પૂરુ કરવામાં આવ્યું છે. હવે એનાં બીજા શેડ્યુલનું શૂટિંગ અમ્રિતસરમાં કરવામાં આવશે. જલિયાંવાલા બાગની એ હૃદય દ્રાવક ઘટનાનો બદલો લેવા માટે આઝાદ ભારત પહેલાના ભુતપૂર્વ ગવર્નર માઇકલ ઓ’ ડાયરની હત્યા સરદાર ઉધમ સિંહે કરી હતી. ત્યાર બાદ તેમને ૧૯૪૦ની જુલાઈમાં ફાંસીનાં માંચડે ચડાવી દેવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો : ડેબ્યુ પહેલાં જ પૂજા બેદીની દીકરી આલિયાને મળી ત્રણ ફિલ્મોની ડીલ



તેમનાં જીવનને પડદા પર ઉતારતા ‘સરદાર ઉધમ સિંહ’નું શૂટિંગ વિવિધ દેશોમાં કરવામાં આવશે. ફિલ્મની ટીમ હવે અમ્રિતસર પહોંચી છે. સુવર્ણ મંદિરમાં જઈને દર્શન કરતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિકીએ કૅપ્શન આપી હતી કે ‘બાબાજી, મેહેર બખ્શો. ‘સરદાર ઉધમ સિંહ’ની શરૂઆત કરીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2019 01:21 PM IST | અમ્રિતસર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK