Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અપના ટાઈમ આયેગા- રણવીરની ફિલ્મ ગલ્લી બૉયનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

અપના ટાઈમ આયેગા- રણવીરની ફિલ્મ ગલ્લી બૉયનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

09 January, 2019 05:10 PM IST |

અપના ટાઈમ આયેગા- રણવીરની ફિલ્મ ગલ્લી બૉયનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

રણવીર, આલિયાની આગામી ફિલ્મનું ટ્રેલર રિલીઝ

રણવીર, આલિયાની આગામી ફિલ્મનું ટ્રેલર રિલીઝ


અપના ટાઈમ આયેગા....રણવીર સિંહ અને આલિયા ભટ્ટની આ ટેગલાઈન સાથેની ફિલ્મ ગલ્લી બૉયનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આમ પણ અત્યારે તો રણવીર અને આલિયાનો જ ટાઈમ ચાલી રહ્યો છે. બંનેની 2018માં રિલીઝ થયેલી ફિલ્મોએ ખુબ વાહવાહી મેળવી છે. અને હવે તેઓ આવી ગયા છે ગલ્લી બૉય લઈને.

ઝોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ મુંબઈની શેરી(ગલ્લી)ના રૈપરની વાર્તા છે. ફિલ્મને ઝોયાના ભાઈ ફરહાન અને રિતેશ સિધવાનીની કંપની પ્રોડ્યૂસ કરી રહી છે. ફિલ્મમાં કલ્કિ કોચલીન અને વિજય રાજની પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદીએ પણ મોટી ભૂમિકા નિભાવી છે.



આ પણ વાંચોઃ જુઓ હિના ખાનનો હોટ અને બોલ્ડ અવતાર


ફિલ્મમાં રણવીર સિંહે નાવેદ શેખ અને આલિયાએ સકીનાનો રોલ કર્યો છે. આ મ્યૂઝિકલ રૈપ ફિલ્મ મુંબઈના અંડરગ્રાઉન્ડ રૈપર ડિવાઈન અને નેયઝી(નાવેદ શેખ)ની સાચી કહાની છે. ફિલ્મના ટ્રેલર પરથી ખબર પડે છે કે ફિલ્મમાં ડાયલૉગ જેટલું જ રૈપ્સ પણ છે. સાથે જ મુંબઈના ધારાવીની બોલી પણ જોવા મળશે.

અત્યાર સુધી મસાલા અને ઐતિહાસિક ફિલ્મો કરનાર રણવીરની ફિલ્મો કરતા આ ફિલ્મ અલગ છે. આ ફિલ્મ એક એવા છોકરાની વાર્તા છે કે જેને દુનિયા બેકાર સમજતી હતી. આલિયા ભટ્ટની પરિપક્વતા ફરી એકવાર આ ટ્રેલર પરથી સાબિત થાય છે. ગલી બૉયનું પ્રીમિયર બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં થવાનું છે અને 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. રણવીરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સિમ્બા 200 કરોડને પાર કરી ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2019 05:10 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK