Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તૈમુરને પણ છે પપ્પા સૈફ અલી ખાનની જેમ વાંચનનો શોખ, જુઓ ફોટોઝ

તૈમુરને પણ છે પપ્પા સૈફ અલી ખાનની જેમ વાંચનનો શોખ, જુઓ ફોટોઝ

17 March, 2019 08:26 AM IST | મુંબઈ

તૈમુરને પણ છે પપ્પા સૈફ અલી ખાનની જેમ વાંચનનો શોખ, જુઓ ફોટોઝ

પુત્ર તૈમુર સાથે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન

પુત્ર તૈમુર સાથે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન


શનિવારે તૈમુર અલી ખાનની સ્કૂલમાં એન્યુઅલ ડેનું ફંક્શન હતું. નવા સ્પાઈક્ડ હેરકટમાં હાથમાં બુક્સ સાથે આવેલો તૈમુર તમામના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. નેનીના હાથમાં તેડાયેલો તૈમુર ક્યૂટ લાગી રહ્યો હતો.

TAIMUR ALI KHAN



તૈમુર અલી ખાન (તસવીર સૌજન્યઃયોગેન શાહ)


આ કાર્યક્રમ દરમિયાન તમામની નજર સ્ટાઈલિશ ડ્રેસમાં આવેલા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન પર હતી. પરંતુ ટીમ આ દરમિયાન બુક્સ સાથે દેખાયો. તૈમુરના હાથમાં પેપ્પાની પિગ બુક હતી.

TAIMUR ALI KHAN


સોશિયલ મીડિયામાં કરીના કપૂર ખાનનો પુત્ર તૈમુર અલી ખાન સૌથી વધુ લોકપ્રિય સ્ટાર કીડ છે. ઈન્સ્ટાગ્રામ પર આ ક્યુટ બાળકના લાખો ફૅન્સ છે. તૈમુર પ્લે સ્કૂલ કે પછી ઘોડે સવારી કરવા જાય ત્યારે પોતાની નેની સાથે દેખાતો હોય છે.

TAIMUR ALI KHAN

દર વખતે તૈમુર અલી ખાન સાથે દેખાતી આ નેનીનો પગાર કેટલો છે તે સવાલ પણ તમને થતો હશે. તૈમુરની દિવસભર સંભાળ રાખવા માટે નેનીને શું વળતર મળતું હશે, સોશિયલ મીડિયામાં પણ આ વાત ચર્ચાનો વિષય છે. તાજેતરમાં કરીના કપૂર ખાને એક ચૅટ શોમાં આ સવાલનો જવાબ પણ આપ્યો હતો.

આ પણ વાંચોઃ આવી છે તૈમુરની નવી હેર સ્ટાઈલ, સોશિયલ મીડિયામાં છવાયા ફોટોઝ

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ હતુ કે તૈમુરની નેનીને દેશના બ્યુરોક્રેટ્સ કરતા પણ વધુ રકમ ચૂકવાય છે. જવાબમાં કરીના કપૂરે કહ્યું હતું કે લોકોનો તેના વિશે કેવી રીતે ખબર હોય ? કરીનાએ કહ્યું તમારું બાળક ખુશ છે અને સેફ છે તેની સામે પૈસાની કોઈ કિંમત નથી.

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2019 08:26 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK