તારક મહેતા શૉની રોશન ભાભી કરી ચૂકી છે બૉલીવુડના આ સુપરસ્ટાર સાથે કામ

Published: Sep 07, 2020, 09:32 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

શું તમે જાણો છો શૉમાં રોશન ભાભીનો રોલ ભજવતી જેનિફર મિસ્ત્રી બંસીવાલ પણ અક્ષયકુમાર અને અજય દેવગન સાથે કામ કરી ચૂકી છે?

જેનિફર મિસ્ત્રી બંસીવાલ
જેનિફર મિસ્ત્રી બંસીવાલ

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવી ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. પણ હાલ તમે નવા એપિસોડનો આનંદ માણી શકો છો.

આ શૉના દરેક પાત્રોએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. જેઠાલાલથી લઈને નટુ કાકાએ પોતાના અભિનયથી લાખો લોકોનું દિલ જીતી લીધું છે, પણ શું તમે જાણો છો આ સીરિયલના કલાકારોએ બૉલીવુડમાં પણ પોતાનો હાથ અજમાવ્યો છે. જી હા, તારક મહેતા શૉની ગ્લેમરસ ગર્લ અને જેઠાલાલની ખાસ બબીતાજી કમલ હસનની ફિલ્મ અને શાહરૂખ ખાનના ફિલ્મનો હિસ્સો રહી ચૂકી છે. તેમ જ દિશા વાકાણી ઉર્ફે ગરબા ક્વીન દયાબેન બૉલીવુડ ફિલ્મ દેવદાસ અને જોધા અકબરમાં જોવા મળી હતી. પણ શું તમે જાણો છો શૉમાં રોશન ભાભીનો રોલ ભજવતી જેનિફર મિસ્ત્રી બંસીવાલ પણ અક્ષયકુમાર અને અજય દેવગન સાથે કામ કરી ચૂકી છે.

બહુ જ ઓછા લોકો જાણે છે કે એક્ટર સાથે જેનિફ્ર એક સારી ડાન્સર અને દિગ્દર્શક છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં જેનિફર રોશન સિંહ સોઢીની પત્નીનો રોલ પ્લે કરે છે. પણ તારક મહેતાના ફૅન્સ અજાણ છે આ વાતથી કે લોકપ્રિય થવા પહેલા, જેનિફરે અજય દેવગનની ફિલ્મમાં કામ કરી ચૂકી છે.

આ પણ જુઓ : મળો 'તારક મહેતા'ની નવી અંજલી ભાભીને, છે આટલી હૉટ અને ગ્લેમરસ, જુઓ તસવીરો

હકીકતમાં, જેનિફર મિસ્ત્રી બંસીવાલ 2008માં આવેલી અજય દેવગનની ફિલ્મ 'હલ્લા બોલ'માં નજર આવી ચૂકી છે. એટલું જ નહીં તે અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ 'એરલિફ્ટ'નો પણ હિસ્સો રહી ચૂકી છે. આ ફિલ્મ 2016માં રિલીઝ થઈ હતી, શું તમને જાણીને આશ્ચર્ય થયું કે નહીં?

આ પણ જુઓ : 'તારક મહેતા..' શૉમાં જોવા મળેલી કૅરીની હૉટનેસનો પાર નથી, જુઓ તસવીરો

તાજેતરમાં ટેલિવિઝનની દુનિયામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષ થઈ ગયા છે અને તેમણે સફળ 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ચાર મહિના બાદ ટેલિવિઝન દુનિયામાં ફરીથી શૂટિંગ અને શૉઝના નવા એપિસોડ્સની વાપસી થઈ ગઈ છે. સબ ટીવી પર સૌનો લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ ટીવી પર નવા એપિસોડ્સ સાથે જોવા મળે છે. 22 જૂલાઈથી આ શૉની શરૂઆત થઈ ગઈ છે. શૉની શૂટિંગ પણ શરૂ થઈ ગઈ છે. કલાકારોના હેલ્થની પૂરે-પૂરી સાવધાની રાખવામાં આવી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK