Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કેમ અસલ જીવનમાં તારક મહેતાના ટપૂ અને સોનુ વચ્ચે વાતચીત નથી, આ છે કારણ

કેમ અસલ જીવનમાં તારક મહેતાના ટપૂ અને સોનુ વચ્ચે વાતચીત નથી, આ છે કારણ

07 July, 2020 04:15 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કેમ અસલ જીવનમાં તારક મહેતાના ટપૂ અને સોનુ વચ્ચે વાતચીત નથી, આ છે કારણ

ટપૂસેના

ટપૂસેના


ટેલિવિઝનનો કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતી આવી છે. આ કૉમેડી સીરિયલમાં દરેક પાત્રનું એક અલગ મહત્વ છે. તેમજ શૉમાં સૌથી ફૅમસ છે ટપૂસેના અને સાથે ટપૂ અને સોનુની જોડીને પણ ઘણી પસંદ કરવામાં આવે છે. ટપૂ સેનાના આ બન્ને સદસ્ય સ્ક્રીન પર સૌથી ક્લોઝ ફ્રેન્ડ છે. શૉમાં બન્નેની સારી બોન્ડિંગ જોવા મળે છે. પરંતુ હાલ એવી વાતનો ખુલાસો થયો છે કે, ટપૂ અને સોનુનું સ્ક્રીન પર બિલકુલ બનતું નથી આ વાતની જાણકારી પોતે સોનૂ ભીડે એટલે પલક સિધવાણીએ આપી છે.

પલક સિધવાણીને ટપુ બનતાં રાજ અનડકટ સાથે ખૂબ બને છે અને બન્ને વચ્ચેની ફ્રેન્ડશિપ થોડી વધારે ખાસ છે એવી વાતો એકધારી લૉકડાઉનમાં ચાલતી રહી, પણ હવે જ્યારે લૉકડાઉન પૂરું થવામાં છે ત્યારે પલકે આ બાબતની સ્પષ્ટતા કરતાં કહ્યું કે ટપુ કરતાં પણ વધારે મારું ગોગી, ગોલી અને પિન્કુનું કૅરૅક્ટર કરતા ઍક્ટર સાથે બને છે.



આ પણ જુઓ: Happy Birthday: અથાણાં-પાપડ જેવી જ તીખી-મીઠી છે 'તારક મહેતા'ની 'માધવી ભાભી'


પલકે કહ્યું કે ‘સેટ પર 80થી વધારે લોકો હોય છે. એવા સમયે એવું તો ન બને કે તમારે બધા સાથે બહુ સારી ફ્રેન્ડશિપ હોય કે પછી કોઈ એક સાથે જ સારી ફ્રેન્ડશિપ હોય. આવું ઑફિસમાં પણ બનતું હોય, બધા સાથે તમારે નથી બનતું હોતું. હું સેટ પર કામ કરવા માટે જાઉં છું અને રાજ મારો વર્કિંગ-પાર્ટનર માત્ર છે. રાજ કરતાં તો હું વધારે ટાઇમ ગોગી, ગોલી અને પિન્કુ સાથે પસાર કરું છું.’

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનું કૅરૅક્ટર કરતી પલકે નિધિ ભાનુશાળીને રિપ્લેસ કરી છે. સીરિયલમાં પલક એ ત્રીજી સોનુ છે એવું પણ કહીએ તો કાંઈ ખોટું નથી.


શૉમાં રાજ અનડકટ અને પલક સિધવાણીના રોલ પહેલા એક્ટર ભવ્ય ગાંધી ટપૂ અને નિધિ ભાનુશાળી સોનુનો રોલ પ્લે કરતા હતા. ભવ્ય ગાંધીએ 2017માં આ શૉથી બાય બાય કર્યું હતું. ત્યારે નિધિ ભાનુશાળીએ 2019ના અંતમાં આ શૉને અલવિદા કહ્યું હતું.

આ પણ જુઓ: Bhavya Gandhi: તારક મહેતા...શૉનો તોફાની 'ટપુડો' હાલ દેખાય છે આવો

જણાવી દઈએ કે આ શૉની શૂટિંગ જલદી શરૂ થવાની છે. લગભગ ચાર મહિનાથી કોરોના વાઈરસના કારણે થયેલા લૉકડાઉનના લીધે આ સીરિયલનો એક પણ એપિસોડ શૂટ થયો નથી. એકવાર ફરીથી શૉમાં જોડાવવા માટે અને દર્શકોનું મનોરંજન કરવા માટે ટીમ ઉત્સાહિત છે.

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2020 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK