રિયા ચક્રવર્તીના જામીન પર તાપસૂ પન્નૂએ કર્યું ટ્વીટ, લખ્યું આ...

Published: 7th October, 2020 20:04 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

રિયા ચક્રવર્તીને સુશાંત સિંહ રાજપૂત મામલે જોડાયેલા ડ્રગ્સ એંગલમાં બૉમ્બે હાઇકૉર્ટમાં જામીન મળી ગયા છે. આ અંગે તાપસી પન્નૂએ ટ્વીટ કર્યું છે.

રિયા ચક્રવર્તીના જામીન પર તાપસૂ પન્નૂએ કર્યું ટ્વીટ, લખ્યું આ...
રિયા ચક્રવર્તીના જામીન પર તાપસૂ પન્નૂએ કર્યું ટ્વીટ, લખ્યું આ...

રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)મામલે જોડાયેલા ડ્રગ્સ એંગલમાં બૉમ્બે હાઇકૉર્ટ (Bombay Highcourt)માંથી જામીન (Bail) મળી ગયા છે. રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) સિવાય સુશાંતના સ્ટાફ દીપેશ સાવંત (Dipesh Sawant) અને સેમ્યુઅલ મિરાંડા (Semual Miranda)ને પણ જામીન મળી ગયા છે. રિયા ચક્રવર્તીને એકલાખનાં દંડ પર જામીન મળી છે. બેઇલ મળ્યા પછી 10 દિવસ સુધી તેણે નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની રહેશે. રિયાએ પોતાનું પાસપોર્ટ જમા કરાવવાનું રહેશે અને તે કૉર્ટની પરવાનગી વગર વિદેશ નહીં જઈ શકે. આ સમાચાર આવ્યા પછી સોશિયલ મીડિયા પર અનેક રિએક્શન આવી રહ્યા છે. બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂએ પણ ટ્વીટ કર્યું છે.

રિયા ચક્રવર્તીના જામીન પર તાપસી પન્નૂએ લખ્યું છે કે, "આશા છે કે તેના જેલમાં રહ્યા દરમિયાન તે લોકોનો ઇગો સંતોષાયો હશે, જેમણે સુશાંત માટે ન્યાયના નામે પોતાના વ્યક્તિગત/પેશાગત અજેન્ડાને પૂરો કર્યો. પ્રાર્થના કરું છું કે તે પોતાના જીવન માટે કઠોર ન બની ગઈ હોય. લાઇફ અનફૅર છે, પણ એટલિસ્ટ છે અને હજી સુધી ખતમ નથી થઈ." તાપસી પન્નૂના આ ટ્વીટ પછી અનેક યૂઝર્સ રિએક્શન્સ આપી રહ્યા છે.

જણાવવાનું કે રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક ચક્રવર્તીની જામીન અરજી રદ કરી દેવામાં આવી છે. આ પહેલા 29 સપ્ટેમ્બરના બધાં આરોપીઓની જામીન અરજી પર સુનાવણી પછી બૉમ્બે હાઇકૉર્ટના જસ્ટિસ સારંગ કોતવાલે પોતાનો નિર્ણય જાળવી રાખ્યો હતો.

તે, ઇન્વેસ્ટિગેશન એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ રિયા સાથે જ બધાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જણાવવાનું કે સુશાંત સિંહ રાજપૂતના શંકાસ્પદ નિધન પછી તેના પરિવાર તરફથી રિયા ચક્રવર્તી વિરુદ્ધ નોંધાવેલા કેસમાં પ્રવર્તન નિદેશાલય (ED)ની ઇન્વેસ્ટિગેશનમાં રિયાના ફોનની કેટલીક એવી વૉટ્સએપ ચૅટ રિટ્રીવ થઈ હતી, જે ડ્રગ્સ સાથે જોડાયેલી હતી. જેના પછી આની તપાસ એન્ટી-ડ્રગ એજન્સી (NCB)ને સોંપી દેવામાં આવી હતી. NCBએ આ મામલે રિયા સહિત અત્યાર સુધી કુલ 20 લોકોની ધરપકડ કરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK