Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'સૂર્યવંશી'ના ટ્રેલરે રચ્યો ઇતિહાસ : 24 કલાકમાં ચાર કરોડ લોકોએ જોયું

'સૂર્યવંશી'ના ટ્રેલરે રચ્યો ઇતિહાસ : 24 કલાકમાં ચાર કરોડ લોકોએ જોયું

04 March, 2020 11:44 AM IST | Mumbai

'સૂર્યવંશી'ના ટ્રેલરે રચ્યો ઇતિહાસ : 24 કલાકમાં ચાર કરોડ લોકોએ જોયું

'સૂર્યવંશી'ના ટ્રેલરે રચ્યો ઇતિહાસ : 24 કલાકમાં ચાર કરોડ લોકોએ જોયું


2020 ની મોસ્ટ અવૈટેડ ફિલ્મોમાંની એક એટલે રોહિત શેટ્ટીની કૉપ યુનિવર્સની ચોથી ફિલ્મ 'સૂર્યવંશી'. 24 માર્ચે રીલીઝ થનારી અક્ષય કુમાર અને કેટરિના કૈફ અભિનિત ફિલ્મનું ટ્રેલર સોમવારે લોન્ચ થયું હતું. તેના ટ્રેલરને સોશ્યલ મિડિયા પર ફૅન્સનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. 24 કલાકમાં 42 મિલિયન એટલે કે 4.20 કરોડ લોકોએ ટ્રેલર જોઈ લીધું છે. ટ્રેલરને આટલો જબરજસ્ત રિસ્પોન્સ આપવા માટે ફિલ્મના મુખ્ય હીરો અક્ષય કુમાર અને ડાઇરેક્ટર રોહિત શેટ્ટીએ ફૅન્સનો આભાર માન્યો છે.

અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીએ ટ્વીટ પર એક વિડિયો શેર કર્યો છે. જેમાં 24 કલાકમાં આટલો જોરદાર રિસ્પોન્સ આપવા બદલ આભાર માન્યો છે. સોમવારે ટ્રેલર લોન્ચ થયા બાદ 24 કલાકમાં 4.20 કરોડ લોકોએ ટ્રેલર જોઈ લીધું હતું. જ્યારે બુધવાર સવાર સુધીમાં 5.19 કરોડ લોકોએ 'સૂર્યવંશી'નું ટ્રેલર જોયું છે.




 


 
 
 
View this post on Instagram

Thank You Everyone ? #sooryavanshitrailer

A post shared by Rohit Shetty (@itsrohitshetty) onMar 3, 2020 at 4:04am PST

ટ્રેલર લોન્ચ માટે સોમવારે મુંબઈમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અક્ષય કુમાર, કેટરિના કૈફ, રણવીર સિંહ, અજય દેવગન, રોહિત શેટ્ટી અને કારણ જોહર હાજર રહ્યાં હતા.

આ પણ વાંચો : 'સૂર્યવંશી' નું ટ્રેલર એક્શન અને ડ્રામાથી ભરપુર, પોલિસની વર્દીમાં દેખાશે અક્ષય કુમાર

'સૂર્યવંશી' અક્ષય કુમારની 2020 ની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ પહેલા ઈદ પર રીલીઝ થવાની હતી પણ સલમાન ખાન અને સંજય લીલા ભણસાલીની 'ઇનશાહઅલ્લાહ' ને લીધે રોહિતે રીલીઝ પ્રીપોન કરી હતી. પણ પછી ઇનશાહઅલ્લાહ બંધ રહી હતી.

Whatsapp-channel Whatsapp-channel

04 March, 2020 11:44 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK