Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'સૂર્યવંશી' નું ટ્રેલર એક્શન અને ડ્રામાથી ભરપુર, પોલિસની વર્દીમાં અક્ષય

'સૂર્યવંશી' નું ટ્રેલર એક્શન અને ડ્રામાથી ભરપુર, પોલિસની વર્દીમાં અક્ષય

02 March, 2020 05:21 PM IST | Mumbai

'સૂર્યવંશી' નું ટ્રેલર એક્શન અને ડ્રામાથી ભરપુર, પોલિસની વર્દીમાં અક્ષય

સૂર્યવંશીના ટ્રેલરના દ્રશ્યો

સૂર્યવંશીના ટ્રેલરના દ્રશ્યો


લાંબા સમયથી ફૅન્સ જેની રાહ જોતાં હતા તે, રોહિત શેટ્ટીની કૉપ સિરીઝની ચોથી ફિલ્મ 'સૂર્યવંશી' નું ટ્રેલર આજે લૉન્ચ થઈ ગયું છે અને ચાહકોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેલર એક્શન અને ડ્રામાથી ભરપુર છે તો તેના પર થી ફિલ્મનો અંદાજ લગાડી શકાય છે. આ ફિલ્મ, ડાઇરેક્ટર રોહિત શેટ્ટીની કૉપ સિરીઝની ચોથી ફિલ્મ છે. જેમાં અક્ષય કુમાર અને કેટરીના કૅફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 24 માર્ચે રીલીઝ થશે.

Sooryavnashi cast and crew during trailer launch



'સૂર્યવંશી' ના ટ્રેલર લૉન્ચ સમયે રણવીર સિંઘ, રોહિત શેટ્ટી, કૈટરીના કૅફ, અક્ષય કુમાર, અજય દેવગન અને કરણ જોહર


ટ્રેલરમાં ફિલ્મની વાર્તાની ઝલક દેખાડી છે. મુંબઈમાં થયેલા હુમલાઓની માહિતી સાથે ટ્રેલર શરૂ થાય છે. અક્ષય કુમાર (વીર) ઍન્ટી ટૅરેરિઝમ સ્કૉવડ કૉપની ભૂમિકા ભજવે છે. જે દેશ માટે કાઇપણ કરવા તૈયાર છે. વીરના કુટુંબમાં પત્ની કેટરીના અને દીકરો છે. તેને આતંકવાદી પ્રવૃતિઓ રોકવાનું મિશન આપવામાં આવ્યું છે અને તેને એક હુમલો થવાની ખબર પડે છે.આ દરમ્યાન વીરના દીકરાનું મૃત્યુ થાય છે. આતંકવાદીઓને શોધવા માટે વીર રણવીર સિંઘ (સિમ્બા) અને અજય દેવગન (સિંઘમ) ની મદદ લે છે. બન્નેની ધમાકેદાર એન્ટ્રી ટ્રેલરમાં છેલ્લે થાય છે. ફિલ્મ એક્શન, ડ્રામા અને રોમાન્સ થી ભરપૂર હશે તેવું ટ્રેલર પરથી અચૂક લાગે છે.

આ પણ વાંચો બૉલીવુડનાં સૌથી ફેમસ પોલીસ ઑફિસર્સ, જુઓ સ્ક્રિન કૉપ્સનાં આ યાદગાર અવતાર


સોશ્યલ મીડિયા પર ટ્રેલરને ભરપૂર પ્રતિસાદ મળી રહ્યો છે. કોઈ અક્ષયને એક્ટિંગનો બાપ કહે છે તો કોઈ કેટરીનાની પ્રશંસા કરી રહ્યું છે. ચાહકો અક્ષય, અજય અને રણવીરને સાથે જોવા માટે આતુર છે. કારણકે ત્રણે પહેલીવાર એક જ ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મ કૉપ સિરીઝની પહેલી ત્રણ ફિલ્મો કરતાં જુદી છે. કારણકે ફિલ્મમાં મશીન ગન અને હેલીકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૂર્યવંશી ડાઇરેક્ટ રોહિત શીતયા કરી છે અને પ્રોડ્યૂસ કરણ જોહર કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2020 05:21 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK