Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બ્રેકઅપ પછી દિવાળી પાર્ટીમાં સાથે દેખાયા સારા-કાર્તિક, પણ....

બ્રેકઅપ પછી દિવાળી પાર્ટીમાં સાથે દેખાયા સારા-કાર્તિક, પણ....

28 October, 2019 12:24 PM IST | મુંબઈ ડેસ્ક

બ્રેકઅપ પછી દિવાળી પાર્ટીમાં સાથે દેખાયા સારા-કાર્તિક, પણ....

બ્રેકઅપ પછી દિવાળી પાર્ટીમાં સાથે દેખાયા સારા-કાર્તિક, પણ....


બોલીવુડના સૌથી ક્યૂટ કપલમાંના એક કાર્તિક આર્યન અને સારા અલી ખાન હને જુદાં થઈ ચૂક્યા છે. કેટલાક દિવસ પહેલા આ ચર્ચા હતી કે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું છે. જો કે, બન્નેમાં કોઇપણ જાતની લડાઈ કે ઝઘડો થયો નથી, પણ આ નિર્ણય તેમણે બન્નેએ એકબીજાની સહેમતિથી લીધો છે. પણ બ્રેકઅપ પછી બન્નેને સાથે જોવામાં આવ્યા છે. રવિવારે ધર્મા પ્રૉડક્શન હાઉસમાં દિવાળી પાર્ટી રાખવામાં આવી જેમાં સારા અને કાર્તિક સાથે દેખાયા હતા.




ધર્મા હાઉસની પાર્ટીની કેટલીક તસવીરો કરણ જોહરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે જેમાં સારા અને કાર્તિક બાજુમાં ઊભેલા દેખાય છે. તસવીરોમાં અનિલ કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, વિક્કી કૌશલ, કાર્તિક આર્યન, વરુણ ધવન, સારા અલી ખાન, નેહા ધૂપિયા, અંગદ બેદી, જાન્હવી કપૂર જોવા મળે છે. સારા અને કાર્તિક આ પાર્ટીમાં સાથે જોવા મળ્યા, પણ બન્નેની સિંગલ એકપણ તસવીર સામે આવી નથી. ગ્રુપ ફોટામાં તે સાથે જોવા મળે છે અને બન્ને ખુશ પણ દેખાય છે. હવે આ ખુશી સાચી છે કે દેખાવો એ તો એ બન્ને જ જાણતાં હશે.

આ પણ વાંચો : આ દિવાળી દેખાવું છે હટકે! તો ફૉલો કરો ગુજરાતી અભિનેત્રીઓના સ્ટાઈલ સ્ટેટમેન્ટને..


જણાવીએ કે સારા અને કાર્તિક ટૂંક સમયમાં જ 'લવ આજકલ 2'માં જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ બન્ને વચ્ચે નિકટતા વધી હતી. જો કે ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી બન્નેએ જુદાં પડવાનો નિર્ણય લીધો. હવે બન્ને ફિલ્મના પ્રમોશન માટે સાથે દેખાશે કે નહીં એ તો ત્યારે જ જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2019 12:24 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK