આ દિવાળી દેખાવું છે હટકે! તો ફૉલો કરો ગુજરાતી અભિનેત્રીઓના સ્ટાઈલ સ્ટેટમેન્ટને..
Updated: Oct 23, 2019, 12:15 IST | Falguni Lakhani
દિવાળીની સ્ટાઈલને લઈને આપણે હંમેશ અસમંજસમાં રહીએ છે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે બસ આ સ્ટાઈલિશ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સ પરથી પ્રેરણા લઈ શકો છો.
1/18
આરોહી પટેલનો આ લૂક સિમ્પલ અને સોબર છે. વ્હાઈટ અનારકલી સાથે બાંધણીનો દુપટ્ટો અને સિમ્પલ મેકઅપ. બસ થઈ ગયા તમે તૈયાર.
2/18
ઐશ્વર્યા મજમુદારનો આ લૂક તમે કૅરી કરી શકો છો.વ્હાઈટ લોંગ કુર્તા સાથે પેન્ટ અથવા જીન્સ પહેરી શકાય છે.સાથે પિંક લિપસ્ટિક,કર્લી હેર અને સિમ્પલ એસેસરીઝ.
3/18
બિજલ જોશીનો આ લૂક એકદમ ઑન ધ પોઈન્ટ છે. જેને કૅરી કરવો પણ સરળ છે.
4/18
દીક્ષા જોશીનો આ લૂક ક્લાસી છે. સિમ્પલ સાડી અને બ્લાઉઝ સાથે સિલ્વર જ્વેલરી અને બિંદી.
5/18
જો તમે થોડા અલગ અંદાજમાં સાડી પહેરવા માંગો છો તો દિપના પટેલની આ સ્ટાઈલ બેસ્ટ છે.
6/18
દિવાળી પર તમારે ઈન્ડો-વેસ્ટર્ન લૂક ટ્રાય કરવા હોય તો એશાની જેમ તમે જીન્સ પર ટોપ અને શ્રગ પહેરી શકો છો. સાથે બેંગ્લસ અને ઈયરરિંગ્સ..
7/18
બાંધણી એવરગ્રીન છે. જો તમે લોંગ કુર્તા અને દુપટ્ટાને કૅરી કરવાના પ્લાનમાં હોવ તો આ લૂક બેસ્ટ છે.
8/18
નવા વર્ષે સિમ્પલ અને સોબર લૂક માટે જાનકી બોડીવાલા પાસેથી લો પ્રેરણા..
9/18
સાડીમાં એલિગન્ટ કેમ લાગવું તે જયકા પાસેથી જાણો. શિમરી બ્લાઉઝ સાથે સાડી,વાળને સહેજ ઢીલા બનમાં બાંધી દો અને ઈયરરિંગ્સ પહરો..થઈ ગયા તમે દિવાળી માટે તૈયાર.
10/18
સાડી અને મિનિમલ મેકઅરમાં જીનલની જેમ તમે પણ ખૂબસુરત લાગી શકો છો.
11/18
ગોલ્ડ બૉર્ડર વાળી સાડી અને બ્લેક બ્લાઉઝ સાથે ઝુમકામાં તમે પણ કૌશાંબીની જેમ ગોર્જિયસ લાગી શકો છો.
12/18
રેડ સારી અને ગોલ્ડન જ્વેલરી સાથે કિંજલનો આ લૂક ફેસ્ટિવ સિઝન માટે ઑન ધ પોઈન્ટ છે.
13/18
મહેક ભટ્ટની જેમ તમે લહેંગા, ચોલી સાથે કર્લી હેર અને જડતરની જ્વેલરી ટ્રાય કરી શકો છો.
14/18
માયરાની સ્ટાઈલ તમે સરળતાથી અપનાવી શકો છો. અને હા.તેની જેમ મસ્ત મજ્જાની સ્માઈલ આપવાનું ન ભૂલતા..
15/18
યલૉ કલર કોઈપણ પ્રસંગે સારો લાગે છે. તો તમે પણ સજ્જ થઈ જાવ આ કલરમાં મોનલની જેમ.
16/18
જો તમારે ઈન્ડો વેસ્ટર્ન લૂક ટ્રાય કરવો હોય તો નેત્રીના લૂકને કૅરી કરી શકો છો.
17/18
મલ્ટી કલર દુપટ્ટા, બાંધેલા વાળ અને લાઈટ મેકઅપ સાથેનો શ્રદ્ધા ડાંગરનો આ લૂક ખૂબ જ સરસ છે.
18/18
ફોટોઝ વિશે
દિવાળી આવી ગઈ છે..તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આ દિવાળી પર ક્યો લૂક સારો લાગશે તેને લઈને કન્ફ્યૂઝડ છો?તો ચાલો અમે તમારી આ મૂંઝવણને દૂર કરીએ. આ દિવાળી તમે ગુજરાતી અભિનેત્રીઓની સ્ટાઈલનો કોપી કરી શકો છો. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK