Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાન ફરી એકવાર દેખાશે કોરિઅન ફિલ્મની રિમેકમાં

સલમાન ખાન ફરી એકવાર દેખાશે કોરિઅન ફિલ્મની રિમેકમાં

25 March, 2019 09:16 PM IST |

સલમાન ખાન ફરી એકવાર દેખાશે કોરિઅન ફિલ્મની રિમેકમાં

કોરિયન ફિલ્મ વેતેરાનમાં દેખાશે સલમાન ખાન

કોરિયન ફિલ્મ વેતેરાનમાં દેખાશે સલમાન ખાન


સલમાન ખાનને લઇને ફરી એક સમાચાર આવી રહ્યા છે. સલમાન ફરી એકવાર કોરિઅન ફિલ્મની રિમેકમાં જોવા મળશે. સલમાન ખાન સંજય લીલા ભણશાલીની ફિલ્મ ઈન્સાઅલ્લાહ બાદ આ ફિલ્મ પર કામ કરશે. જોકે હાલ સલમાન ખાન ફિલ્મ ભારત પર પોતાનું સંપુર્ણ ધ્યાન આપી રહ્યો છે. ભારત ફિલ્મની સાથે તે તેના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ 'નોટબુક'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

ફિલ્મ 'ભારત' પણ કોરિયન ડ્રામા પર આધારીત છે



સલમાન ખાનની મોસ્ટ અવેટેડ અપકમિંગ ફિલ્મ ભારત પણ કોરિયન ડ્રામા ઓડે ટુ માય ફાધર બેઝ છે. એક્ટર પ્રોડ્યુસર અતુલ અગ્નિહોત્રી દ્વારા વેતેરાનના રાઈટ્સ ખરીદવામાં આવ્યા હતા. વેતેરાન 2015માં બનેલી ફિલ્મ છે જેમા એક જાસૂસની આસપાસ ફરે છે. ફિલ્મમાં જાસૂસ એક એવી વ્યક્તિનો ખાતમો કરે છે જેનો હાથ ઘણા બધા ગુનાઓની પાછળ રહેલો છે.


 

આ પણ વાંચો: શું ઐશ્વર્યા રાય બચ્ચન ફરી છે પ્રેગ્નન્ટ?


 

શું કહ્યું સલમાન ખાને...

53 વર્ષિય સ્ટાર સલમાન ખાને આ વિશે વાત કરતા કહ્યું હતું કે, તે આ ફિલ્મ પર ઈન્સાઅલ્લાહ પછી કામ કરશે. ઈન્સાઅલ્લાહમાં સલમાન ખાન આલિયા ભટ્ટ સાથે પહેલીવાર સિલ્વર સ્ક્રિન પર દેખાશે. નોટબુકના પ્રમોશનમાં વ્યસ્ત સલમાન ખાનની આ ફિલ્મ 29 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

25 March, 2019 09:16 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK