શું ઐશ્વર્યા રાય બચ્ચન ફરી છે પ્રેગ્નન્ટ?
ઐશ્વર્યા પ્રેગનન્ટ હોવાની છે ચર્ચા
ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એક વાર પ્રેગ્નન્ટ છે એવી વાત સોશ્યલ મીડિયામાં વાયુ વેગે ફેલાઈ ગઈ છે. ઐશ્વર્યા હઝબન્ડ અભિષેક બચ્ચન સાથે ગોવામાં વેકેશન માણી રહી હતી. તેમના ફોટો વાઇરલ થયા છે જેમાં ઐશ્વર્યા અને અભિષેક ગોવાના બીચ પર ફરી રહ્યાં છે. એવામાં તેમના ફૅન્સે એવા કયાસ લગાવી દીધા છે કે ઐશ્વર્યા ફરી એક વાર મમ્મી બનવાની છે. ફોટોમાં ઐશ્વર્યા શૉર્ટ્સ અને ટૉપમાં જોવા મળી રહી છે તો અભિષેકે સફેદ ટી-શર્ટ અને બ્લુ શૉર્ટ્સ પહેર્યું છે. ઐશ્વર્યાની પ્રેગ્નન્સીની અફવા ઊડતાં તેના ફૅન્સમાં ગજબનો ઉત્સાહ છે. ઐશ્વર્યા અને અભિષેકનાં લગ્ન ૨૦૦૭માં થયાં હતાં અને તેમની દીકરી આરાધ્યાનો જન્મ ૨૦૧૧માં થયો હતો.