Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 53 વર્ષે પણ કેમ કુંવારા છે સલમાન ખાન ? લગ્ન અંગે કર્યો ખુલાસો

53 વર્ષે પણ કેમ કુંવારા છે સલમાન ખાન ? લગ્ન અંગે કર્યો ખુલાસો

24 July, 2019 07:43 PM IST | મુંબઈ

53 વર્ષે પણ કેમ કુંવારા છે સલમાન ખાન ? લગ્ન અંગે કર્યો ખુલાસો

53 વર્ષે પણ કેમ કુંવારા છે સલમાન ખાન ? લગ્ન અંગે કર્યો ખુલાસો


ફિલ્મ અભિનેતા સલમાન ખાન બોલીવુડના જ નહીં પરંતુ દેશના મોસ્ટ એલિજિબલ બેચલરમાંના એક છે. સમયાંતરે સલમાનના લગ્નથી લઈ ગર્લફ્રેન્ડ સુધીના મુદ્દે જુદી જુદી ચર્ચા થતી રહી છે. જો કે સલમાન ખાને ક્યારેય પોતાની ગર્લફ્રેન્ડ કે લગ્ન વિશે સત્તાવાર ખુલાસો કર્યો નથી. તે હંમેશા મજાકમાં આ સવાલોના જવાબ આપતા હોય છે. જો કે તાજેતરમાં જ સલમાન ખાને એક ઈન્ટવરવ્યુમાં પોતાના લગ્ન અંગે ખુલાસો કર્યો છે.

કોઈ યુવતીએ નથી કર્યું પ્રપોઝ



ઉલ્લેખનીય છે કે હાલ સલમાન ખાન 53 વર્ષના છે, અને હજી પણ તે કુંવારા છે. સલમાન ખાનના અત્યાર સુધીના જીવનમાં સંખ્યાબંધ યુવતીઓ આવી ચૂકી છે, પરંતુ વાત ક્યારેય લગ્ન સુધી ન પહોંચી. ત્યારે સલમાન ખાને એક ઈન્ટરવ્યુમાં પોતાના લગ્ન અંગે વાત કરી અને કહ્યું કે તેઓ કેમ કુંવારા છે. પોતાના લગ્ન અંગે એક મેગેઝિન સાથે વાત કરતા સલમાન ખાને કહ્યું કે આજ સુધી કોઈ પણ યુવતીએ તેમને લગ્ન માટે પ્રપોઝ નથી કર્યું.


 
 
 
View this post on Instagram

Mom is saying band karo yeh naach ganna..

A post shared by Salman Khan (@beingsalmankhan) onJul 22, 2019 at 2:12am PDT


નથી કરતો કેન્ડલ લાઈટ ડિનર

આ મામલે વાત કરતા સલમાન ખાને કહ્યું કે આજ સુધી ક્યારેય એવું નથી બન્યું કે કોઈ યુવતીએ તેમને લગ્ન માટે પ્રપોઝ કર્યા હોય. સલમાન કહે છે કે હું કેન્ડલ લાઈટ ડિનર્સ નથી કરતો, કારણ કે આમ કરવાથી હું શું ખાઈ રહ્યો છું એ મને નથી દેખાતું.

આ પણ વાંચોઃ Mittal Tankaria: ગ્રીસમાં મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડમાં ભાગ લેશે અમદાવાદની આ યુવતી

આટલી હિરોઈન સાથે જોડાયું નામ

સાથે જ સલમાન ખાને કહ્યું કે આજ સુધી કોઈએ પ્રપોઝ ન કર્યું હોવાનું પણ મને દુઃખ છે. ઉલ્લેખનીય છે કે આજ સુધી સલમાન ખાનનું નામ સંગીતા બિજલાની, સોમી અલી, ઐશ્વર્યા રાયસ કેટરીના કૈફ અને યુલિયા વંતુર સાથે જોડાઈ ચૂક્યુ છે, પરંતુ સલમાનની લવસ્ટોરી શરૂ થતાં પહેલા જ પૂરી થઈ જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 07:43 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK