'રસોડે મેં કૌન થા' ફૅમ યશરાજ મુખાટેએ Bigg Boss 14માં ભાગ લેવાની ના પાડી

Published: Sep 03, 2020, 19:27 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

રૅપ ક્રિએટરે કહ્યું, હું મ્યુઝિશિયન બનીને ખુશ છું

યશરાજ મુખાટે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
યશરાજ મુખાટે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

'કર્લસ' ચેનલના સૌથી વિવાદિત અને લોકપ્રિય શો 'બિગ બૉસ'ની સિઝન 14 બહુ જલ્દી શરૂ થવાની છે. શોનો પ્રોમો પણ રિલીઝ થઈ ગયો છે. ત્યારે આ સિઝનમાં કોણ કોણ જોવા મળશે તેના નામોની સતત ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન 'રસોડે મેં કૌન થા' રૅપ દ્વારા રાતોરાત લોકપ્રિય થનાર રૅપર યશરાજ મુખાટેનું નામ પણ કન્ટેસ્ટન્ટ તરીકે ચર્ચાઈ રહ્યું હતું. જોકે, મ્યુઝિશિયને કહ્યું કે તે હાલ તો ખુદને આ શો માટે રેડી નથી ગણતો.

સોશ્યલ મીડિયા પર સતત ચાલી રહેલી ચર્ચા કે, 'રસોડે મેં કૌન થા' ફૅમ યશરાજ મુખાટેએ Bigg Boss 14માં એન્ટ્રી લેશે કે નહીં તે દરમિયાન જ સ્પોટબોય સાથેની વાતચીતમાં તેણે આ વાતનું ખંડન કર્યું છે. આ વાતચીતમાં યશરાજે કહ્યું હતું કે, બિગ બૉસ કંઈ મારા માટે નથી. હું મ્યુઝિશિયન બનીને એન્જોય કરી રહ્યો છું અને મારા ફેન્સને એન્ટરટેન કરીને ઘણું સારું ફીલ કરી રહ્યો છું. જો મને મેકર્સ અપ્રોચ કરશે તો ત્યારે પણ હું આ ઓફરને ના પાડી દઈશ.

આ પણ જુઓ: રસોડે મેં કૌન થા?ના મીમ્સથી ઇન્ટરનેટ છલકાયું, જુઓ કેટલાક બેસ્ટ મીમ્સ

તેણે વધુમાં કહ્યું હતું કે, હું હિન્દી ટીવી શો વધારે પસંદ નથી કરતો. હું અને મારી માતા અમે બન્ને મરાઠી શો એન્જોય કરીએ છીએ. મારી માતા પણ સાસ વહુ સાગા વધારે પસંદ નથી કરતા. તે એક બિઝનેસવુમન છે જે કપડાંનો બિઝનેસ ચલાવે છે. અમે કોઈ વાર સાથ નિભાના સાથિયા અથવા એવી કોઈ સિરિયલ નથી જોઈ. મને કોકિલાબેન અને ગોપી વહુ વિશે સોશિયલ મીડિયા મારફતે જ જાણકારી મળી હતી. પછી મેં આ રૅપ વીડિયો તૈયાર કર્યો હતો.

આ પણ વાંચો: Exclusive Rupal Patel: ખાલી કૂકર-ચણાના ટ્રેન્ડ અંગે કોકિલાબેન શું કહે છે

યશરાજ મુખાટેએ 'સાથ નિભાના સાથિયા'ના એક સીનને રૅપ વીડિયોમાં બદલીને તેને ફરીવાર દર્શકો વચ્ચે પોપ્યુલારિટી અપાવી હતી. આ વીડિયો સોશદયલ મીડિયામાં બહુ વાયરલ થયો અને તે વચ્ચે મેકર્સે 'સાથ નિભાના સાથિયા 2'નું અનાઉન્સમેન્ટ પણ કરી દીધું. શો નો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે અને શો 26 ઓક્ટોબરે ઓન એર થશે. આ શો 'કસૌટી ઝિંદગી કે'ને રિપ્લેસ કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK