રણવીર સિંહ ‘83’ બાદ હવે શરૂ કરશે ‘જયેશભાઇ જોરદાર’ નું શુટીંગ

Updated: Oct 31, 2019, 19:46 IST | Mumbai

મળી રહેલ માહિતી પ્રમાણે રણવીર સિંહ આવતા મહિને કોમેડી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું શૂટિંગ શરૂ કરી શકે છે. આ ફિલ્મમાં રણવીર સિંહે ગુજરાતી બિઝનેસમેનની ભૂમિકા ભજવી છે.

Mumbai : બોલીવુડનો ચોકલેટી બોય રણવીર સિંહ કોઇને કોઇ કારણોથી ચર્ચામાં રહે છે. ત્યારે ફરી તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફોટો શેર કરીને ફરી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. રણવીર સિંહએ હાલમાં જ વર્લ્ડ કપ 1983 પર બનનારી ‘83’ ફિલ્મનું શુટીંગ પુરૂ કર્યું છે. ત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે રણવીર સિંહ હવે ગુજરાતી બિઝનસમેનની ભુમીકા ધરાવનાર ફિલ્મ અને ગુજરાતી ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કરની ફિલ્મ જયેશભાઇ જોરદારના શુટીંગની તૈયારી શરૂ કરી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

Ae Chikne 😉🤳🏾

A post shared by Ranveer Singh (@ranveersingh) onOct 28, 2019 at 4:05pm PDTરણવીર સિંહ આવતા મહિને નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે
મળી રહેલ માહિતી પ્રમાણે રણવીર સિંહ આવતા મહિને કોમેડી ફિલ્મ જયેશભાઈ જોરદારનું શૂટિંગ શરૂ કરી શકે છે. આ ફિલ્મમાં રણવીર સિંહે ગુજરાતી બિઝનેસમેનની ભૂમિકા ભજવી છે. રણવીરે ગુજરાતી શીખવાનું પહેલાં જ શરૂ કરી દીધું હતું. રણવીર ગુજરાતી ફ્રેન્ડ્સને મળીને તેમના હાવભાવ, વાત કરવાની રીત, બોલચાલ વગેરે શીખવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સાથે જ તે બોડી લેંગ્વેજ પર પણ કામ કરી રહ્યો છે.

આ પણ જુઓ : જુઓ 'ગલી બૉય' રણવીર સિંહના અજીબોગરીબ ફેશન સ્ટેટમેન્ટ

યુવા ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કર પહેલીવાર યશરાજ બેનર હેઠળ ફિલ્મ બનાવી રહ્યો છે
જયેશભાઈ જોરદારફિલ્મને દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટ કરશે અને યશરાજ બેનર પ્રોડ્યૂસ કરશે. તમને જણાવી દઇએ કે દિવ્યાંગ ઠક્કર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે જઇશ’,‘બે યારઅને ચાસણીજેની હિટ ફિલ્મો આપી રહ્યો છે અને હવે પહેલીવાર ડિરેક્ટર તરીકે બોલીવુડની ફિલ્મ કરી રહ્યો છે અને તે પણ યશ રાજના બેનર હેઠળ. રણવીર સિંહ આ ફિલ્મમાં ગુજરાતી બિઝનસમેનની ભુમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મના શૂટિંગ બાદ રણવીર સિંહ ધર્મા પ્રોડક્શનની ફિલ્મ તખ્તનું શૂટિંગ શરૂ કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK