પ્રિયંકાની બાયોગ્રાફી ૧૨ કલાકમાં બની ગઈ અમેરિકાની બેસ્ટ સેલર બુક
અનફિનિશ્ડ
પ્રિયંકા ચોપડા જોનસે વધુ એક સિદ્ધિ મેળવતાં તેની બુક ૧૨ કલાકની અંદર અમેરિકાની બેસ્ટ સેલર બુક બની ગઈ છે. તેની બાયોગ્રાફીનું નામ ‘અનફિનિશ્ડ’ છે. તેની બુકને અદ્ભુત રિસ્પૉન્સ મળતાં ટ્વિટર પર પ્રિયંકાએ ટ્વીટ કર્યું હતું કે ‘૧૨ કલાકથી પણ ઓછા સમયમાં અમેરિકામાં મારી બુકને નંબર-વન પર લાવવા માટે આભાર. મને આશા છે કે તમને સૌને આ બુક પસંદ પડશે.’
આ અગાઉ બુકનું કવર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘આશ્ચર્યની વાત એ છે કે મેં આ બુકનું નામ ઘણાં વર્ષો પહેલાં એની લખવાની શરૂઆત કરતાં પહેલાં જ વિચારી રાખ્યુ હતું. ૨૦ વર્ષથી હું એક પબ્લિક ફિગર હોવાથી મારે જીવનમાં ઘણું બધું કરવાનું છે અને અનેક વસ્તુઓ પર્સનલી અને પ્રોફેશનલી એક્સ્પીરિયન્સ કરવા મળી હતી. હું ખૂબ ‘અનફિનિશ્ડ’ છું. જોકે મેમ્વાર લખવા પાછળ મજેદાર વાત એ છે કે તમે આ બાબતને અલગ રીતે જોઈ શકો છો. ઘણી બાબતો સાથે તમે તાલમેળ બેસાડો છો. આ બધું કરતી વખતે મેં એક વાત અનુભવી કે મારા માટે ‘અનફિનિશ્ડ’નો ખૂબ ગહન અર્થ છે, જે મારી લાઇફનો ખૂબ અગત્યનો ભાગ બની ગઈ છે.’