Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ધુનકી’માં જોવા મળશે પ્રતિક ગાંધી-દીક્ષા જોશી, મોશન પોસ્ટર રિલીઝ

‘ધુનકી’માં જોવા મળશે પ્રતિક ગાંધી-દીક્ષા જોશી, મોશન પોસ્ટર રિલીઝ

02 July, 2019 08:51 PM IST |

‘ધુનકી’માં જોવા મળશે પ્રતિક ગાંધી-દીક્ષા જોશી, મોશન પોસ્ટર રિલીઝ

ગુજરાતી ફિલ્મ ઘૂનકીનું મોશન પોસ્ટર રિલીઝ

ગુજરાતી ફિલ્મ ઘૂનકીનું મોશન પોસ્ટર રિલીઝ


પ્રતિક ગાંધીની અપકમિંગ ફિલ્મ ધુનકીનું મોશન પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યુ છે. આ ફિલ્મમાં પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પહેલીવાર સાથે દેખાશે. ફિલ્મના મોશન પોસ્ટરને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મોશન પોસ્ટર જોતા લાગી રહ્યું છે કે આ ફિલ્મમાં પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી એકબીજાની ઓપોઝિટ હશે. જો કે ડિરેક્ટર અનિશ શાહનું કહેવું છે કે,'આ ફિલ્મ થોડી અલગ પ્રકારની ફિલ્મ છે. આ કોમેડી કે સિમ્પલ લવસ્ટોરી નથી. બે ફ્રેન્ડ્ઝની સ્ટાર્ટઅપ જર્ની છે. સાથે જ પરંપરાગત વિચારોને ચેલેન્જ કરતા પાત્રોની સ્ટોરી છે.'

ડિરેક્ટર અનિશ શાહના કહેવા મુજબ આ ફિલ્મમાં પ્રતિક ગાંધી અને દીક્ષા જોશીના પાત્રો વચ્ચે જુદા પ્રકારનો સંબંધ છે. બંને વચ્ચે કંઈક કોમન છે, જેના કારણે બંને ભેગા થાય છે. જો કે આ ફિલ્મ વિશે વધુ માહિતી માટે તો ટીઝર અને ટ્રેલરની જ રાહ જોવી પડશે.



પ્રતિક અને દીક્ષા સ્ટારર ફિલ્મ ધૂનકી અનિશ શાહે ડિરેક્ટ કરી છે. મોશન પોસ્ટર પહેલા અનિષ શાહે ફિલ્મનું નામ જાહેર કર્યું હતું. ફિલ્મનું નામ જાહેર કરતા અનિશ શાહે કહ્યું હતું કે, 'ફિલ્મનું નામ ગીતકાર નિરેન ભટ્ટે સુચવ્યું હતું. ગુજરાતી ફિલ્મોનું ટાઈટલ નક્કી કરવાનું નક્કી કરવુ સરળ નથી જો કે નિરેને આ ફિલ્મ માટે યોગ્ય ટાઈટલ સુચવ્યું છે.'


પ્રતિક ગાંધી હાલમાં જ તેની છેલ્લી ફિલ્મ વેન્ટિલેટરમાં જોવા મળ્યો હતો જ્યારે દીક્ષા જોશી મલ્હાર ઠાકર સાથે શરતો લાગુમાં જોવા મળી હતી. બે યારથી કરિઅરની શરૂઆત કરનાર પ્રતિક ગાંધી બોલીવુડ ફિલ્મ લવયાત્રીમાં પણ જોવા મળ્યો હતો. દીક્ષા જોશીની આ પાંચમી ફિલ્મ છે દીક્ષાએ તેના કરિઅરની શરૂઆત શુભ આરંભથી કરી હતી.

આ પણ વાંચો: પ્રતિક અને દીક્ષા લઈને આવી રહ્યા છે ફિલ્મ 'ધુનકી'


ફિલ્મ ધૂનકીની સ્ટોરી વિશે હજુ કઈ પણ જાહેર કરી નથી ત્યારે તેના ટીઝર અને ટ્રેલરથી કદાચ અંદાજ મેળવી શકાય કે પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી ફિલ્મમાં કયા રોલમાં જોવા મળશે. ફિલ્મ ધૂનકી કુલદિપ પટેલ, જય શાહ અને અનિશ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મ ધૂનકીમાં પ્રતિક અન દીક્ષા પહેલા વાર સાથે જોવા મળશે અને બન્ને વચ્ચે કેવી કેમેસ્ટ્રી જામે છે તે 26 જુલાઈએ રિલીઝ બાદ જ જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2019 08:51 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK