Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રતિક અને દીક્ષા લઈને આવી રહ્યા છે ફિલ્મ 'ધુનકી'

પ્રતિક અને દીક્ષા લઈને આવી રહ્યા છે ફિલ્મ 'ધુનકી'

15 June, 2019 04:24 PM IST | અમદાવાદ

પ્રતિક અને દીક્ષા લઈને આવી રહ્યા છે ફિલ્મ 'ધુનકી'

દીક્ષા જોશી અને અનિષ શાહ સાથે પ્રતિક ગાંધી(તસવીર સૌજન્યઃ પ્રતિક ગાંધી ફેસબુક)

દીક્ષા જોશી અને અનિષ શાહ સાથે પ્રતિક ગાંધી(તસવીર સૌજન્યઃ પ્રતિક ગાંધી ફેસબુક)


ઢોલીવુડ સ્ટાર્સ પ્રતિક ગાંધી અને દીક્ષા જોશીની નવી ફિલ્મના ટાઈટલની જાહેરાત થઈ છે. જે ખૂબ જ રસપ્રદ લાગી રહ્યું છે. અનિષ શાહની આ ફિલ્મનું નામ છે, 'ધુનકી'. અનેક ચર્ચાઓ બાદ આ નામ નક્કી કરવામાં આવ્યું છે.

ફિલ્મના નામની જાહેરાત કરતા દિગ્દર્શક અનિષ શાહે કહ્યું કે, "ફિલ્મનું નામ ધુનકી છે , જે ફિલ્મના ગીતકાર નિરેન ભટ્ટે સુચવ્યું છે. ગુજરાતી ફિલ્મોનું ટાઈટલ નક્કી કરવું આસાન નથી. પણ નિરેને આ ફિલ્મ માટે યોગ્ય ટાઈટલ સુચ્વ્યું છે." ફિલ્મ 26 જુલાઈએ રીલિઝ થવા જઈ રહી છે.

પ્રતિક ગાંધીની કરિઅરની વાત કરીએ તો તે હાલ ખૂબ જ સારા તબક્કામાં છે. 2015માં 'બે યાર'થી પદાર્પણ કર્યું હતું, જે અભિષેક જૈને ડાયરેક્ટ કરી છે. તેણે લવયાત્રી અને મિત્રોં જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અને તે આયુષમાન ખુરાનાની ફિલ્મ 'બાલા'માં પણ જોવા મળશે. જેના વારાણસીના શૂટ દરમિયાનના ફોટોસ તેણે શેર કર્યા હતા.

આ પણ વાંચોઃ દુનિયાને બચાવવા આવી ગયા છે ગુજ્જુ Avengers, જુઓ ફોટોઝ



શુભ આરંભથી પોતાની કારકીર્દિની શરૂઆત કરનાર દીક્ષા જોશીની ધુનકી પાંચમી ગુજરાતી ફિલ્મ છે. જેમાં તે પહેલીવાર પ્રતિક ગાંધી સાથે જોડી જમાવી રહી છે. લાગે છે બંનેની જોડી દર્શકોને પસંદ આવશે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2019 04:24 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK