Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘સાહો’ રિલીઝના કેટલાક કલાકોમાં જ લીક થઈ ગઈ

‘સાહો’ રિલીઝના કેટલાક કલાકોમાં જ લીક થઈ ગઈ

30 August, 2019 05:18 PM IST |

‘સાહો’ રિલીઝના કેટલાક કલાકોમાં જ લીક થઈ ગઈ

‘સાહો’ રિલીઝના કેટલાક કલાકોમાં જ લીક થઈ ગઈ


પ્રભાસના ચાહકો જેની ઘણા સમયથી આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે અંતે 30 ઓગસ્ટના રોજ રીલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપુર મુખ્ય ભુમિકામાં જોવા મળી છે. પણ મહત્વની વાત એ છે કે 30 ઓગસ્ટે રિલીઝ થયેલી સાહો ફિલ્મ રિલીઝના ગણતરીના કલાકોમાં જ ઓનલાઈન લીક થઈ છે. ફિલ્મને લઈને દર્શકો અને ક્રિટિક્સથી ઠીકઠાક રીવ્યૂ મળ્યા છે એવામાં ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ છે જેના કારણે ફિલ્મના ટોટલ કલેક્શનને અસર પડી શકે છે.

ફિલ્મને પાયરેટેડ ડાઉનલોડ માટે ઘણી વેબસાઈટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાહોને બેસ્ટ બનાવવા માટે મેકર્સે પૈસા પાણીની જેમ ખર્ચ્યા છે. માત્ર 8 મિનિટની ફાઈટ સિક્વેન્સ માટે 70 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે ઓનલાઈન લીક થવાના કારણે ફિલ્મ મેકર્સને ભારે નુકસાન ભોગવવું પડી શકે છે. જો કે આ પહેલી ફિલ્મ નથી જે પાયરસીનો શિકાર બની હોય.



હાલમાં જ કંગના રનૌત અને રાજકુમાર રાવની ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા' પણ ઓનલાઈન એચડી પ્રિન્ટમાં લીક થઈ હતી. આ પહેલા માત્ર સાઉથ ઈન્ડિયન ફિલ્મો લીક થતી હતી પરંતુ હવે આ વેબસાઈટે બોલીવુડ ઈન્ડસ્ટ્રીની ઉંઘ ઉડાડી રહી છે. આ પહેલા પણ મોટા બજેટ વાળી ફિલ્મો લીક થવાના કારણે ફિલ્મની કમાણી પર અસર પડે છે.


આ પણ વાંચો: Saaho Movie Review:પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મને મળ્યા આટલા સ્ટાર્સ

સાહો હિન્દી સાથે તેલુગૂ, તામિલમાં પણ રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા સિવાય જેકી શ્રોફ, ચંકી પાન્ડે, નીલ નિતિન મુકેશ સહિત ઘણા સ્ટાર્સ જોવા મળે છે. ફિલ્મ સાહો પહેલા દિવસે હિન્દી વર્જનમાં 15-20 કરોડ કમાણી કરી શકશે તેવી આશા રાખવામાં આવી છે. ટ્રેન્ડ એનાલિસીસ અનુસાર ફિલ્મ પહેલા દિવસે 70 કરોડની કમાણી કરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2019 05:18 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK