NCBના અધિકારીઓ મંગળવારે બોરીવલી સ્ટેશન પહોંચી ગયા હતા અને તેને ૭૫ લાખના ૫૦૦ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો
જપ્ત કરાયેલું ૫૦૦ ગ્રામ ડ્રગ્સ
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ કાર્યવાહી કરીને મુંબઈમાં ડ્રગ્સના ડિસ્ટ્રિબ્યુશન સાથે સંકળાયેલા માહિમના ડ્રગ-પેડલર એલ. જી. ખાનને બોરીવલી સ્ટેશનથી મંગળવારે ૭૫ લાખની કિંમતના ૫૦૦ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો.
NCBને આ બાબતે ટિપ મળી હતી, જેની ખાતરી કરાઈ હતી. ત્યાર બાદ વધુ માહિતી કાઢવામાં આવી હતી જેમાં એવી ખબર પડી હતી કે એલ. જી. ખાન ડ્રગ્સનો ડિસ્ટ્રિબ્યુટર છે અને કન્સાઇનમેન્ટ પણ હૅન્ડલ કરે છે. એથી એના પર નજર રખાઈ હતી. એ પછી ફરી પાકી બાતમી મળી કે તે બોરીવલી સ્ટેશનથી ટ્રેનમાં ડ્રગ્સ લઈ જવાનો છે. એથી તેને ડ્રગ્સ સાથે ઝડપવા NCBના અધિકારીઓ મંગળવારે બોરીવલી સ્ટેશન પહોંચી ગયા હતા અને તેને ૭૫ લાખના ૫૦૦ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો.


