વીરુ દેવગનના અવસાન પર શોક સંદેશ મોકલ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ

મુંબઈ | Jun 03, 2019, 09:02 IST

બૉલીવુડના ઍક્શન ડિરેક્ટર વીરુ દેવગનના અવસાન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પરિવારને શોક સંદેશ મોકલ્યો છે.

વીરુ દેવગનના અવસાન પર શોક સંદેશ મોકલ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ
નરેન્દ્ર મોદી

બૉલીવુડના ઍક્શન ડિરેક્ટર વીરુ દેવગનના અવસાન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પરિવારને શોક સંદેશ મોકલ્યો છે. અજય દેવગને પૂરા વિધિવિધાનથી નાશિકમાં તેના પિતાનાં અસ્થિ વિસર્જન કર્યાં હતાં. અજય દેવગન અને તેના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રમાં લખ્યું છે કે ‘શ્રી વીરુ દેવગનના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું છે. હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેમણે આપેલા યોગદાનને કારણે તેમને અપાર માન-સન્માન મળ્યું છે. ઇન્ડસ્ટ્રી માટે આ મોટું નુકસાન છે. શ્રી વીરુ દેવગને સ્ટન્ટમૅન, ઍક્શન કોરિયોગ્રાફર, ડિરેક્ટર, પ્રોડ્યુસર તરીકે કામ કર્યું છે. આ એક નિશાની છે કે તેમણે જે ફીલ્ડને પસંદ કર્યું અેને જ તેઓ પૂર્ણ રીતે સમર્પિત રહ્યા. સાથે જ એમાં કંઈક ઉમેરવા માટે નવું શોધતાં રહેતા હતા. એક ઍક્શન કોરિયોગ્રાફર તરીકે પોતાના કામમાં જોખમ ખેડતા હતા સાથે જ લોકોની સલામતીનું પણ ખાસ ધ્યાન રાખતા હતા. એમાં કોઈ શંકા નથી કે તેમને વિશ્વભરમાં ભરપૂર પ્રેમ અને સન્માન મળ્યાં છે. શ્રી દેવગન જેવા ખૂબ ઓછા લોકો હોય છે જેમણે દર્શકોને આકર્ષિત કરવા માટે રિસ્ક ખેડ્યાં હોય. એવું કહેવાય છે કે જો શ્રેયની આશા ન રાખવામાં આવે તો મહેનતથી કરેલી વસ્તુઓને અેનું ફળ અચૂક જ મળે છે. પોતાના કામ પર જ ધ્યાન આપતા રહેવું જોઈએ. તેમના સમપર્ણને ઇન્ડસ્ટ્રી હંમેશાં માટે યાદ રાખશે. શ્રી વીરુ દેવગનના કુટુંબ, મિત્રો, પ્રશંસકો અને ઇન્ડસ્ટ્રી માટે મારી સંવેદના છે. આશા રાખીએ કે તેમનું કામ સતત લોકોને પ્રેરણા આપતું રહે. તેમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના. ઓમ શાંતિ.’

આ પણ વાંચો : ... તો આ કારણે સલમાન ફિલ્મોમાં નથી કરતા કિસિંગ સીન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મળેલા પત્ર પર તેમનો આભાર વ્યક્ત કરતાં ટ્‍‍વિટર પર અજય દેવગને ટ્વીટ કર્યું હતું કે ‘મારી મમ્મી અને પૂરો દેવગન પરિવાર માનનીય વડા પ્રધાનની ભાવનાથી ખાસ્સાં પ્રભાવિત થયાં છીએ. થૅન્ક યુ સર.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK