Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મળો ચંદ્રેશ ભટ્ટના ડ્રીમ પ્રોજેક્ટની લીડ સ્ટાર કાસ્ટને

મળો ચંદ્રેશ ભટ્ટના ડ્રીમ પ્રોજેક્ટની લીડ સ્ટાર કાસ્ટને

22 August, 2019 08:16 PM IST | મુંબઈ

મળો ચંદ્રેશ ભટ્ટના ડ્રીમ પ્રોજેક્ટની લીડ સ્ટાર કાસ્ટને

મળો ચંદ્રેશ ભટ્ટના ડ્રીમ પ્રોજેક્ટની લીડ સ્ટાર કાસ્ટને

મળો ચંદ્રેશ ભટ્ટના ડ્રીમ પ્રોજેક્ટની લીડ સ્ટાર કાસ્ટને


ગૌરવ પાસવાલા, દીક્ષા જોશી અને ઈશા કંસારા. આ છે ચંદ્રેશ ભટ્ટની નવી ફિલ્મની કાસ્ટ. ચંદ્રેશ ભટ્ટનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે, જેનાથી તેઓ ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. અને આજે તેની કાસ્ટની જાહેરાત કરવામાં આવી. કાસ્ટ અને ફિલ્મ સાથે જોડાયેલા નામોને જોતા ફિલ્મને લઈને ઉત્કંઠા વધી છે.

ગૌરવ પાસવાલ ધ્વનિ ગૌતમની ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર અને 47 ધનસુખ ભવનમાં જોવા મળ્યા હતા. તો ઈશા કંસારા છેલ્લે મિડનાઈટ્સ વિથ મેનકામાં હતા. તો દીક્ષા પ્રતિક ગાંધી સાથે ધૂનકીમાં હતા. અને હવે આ ત્રણેય ટેલેન્ટેડ કલાકારો એકસાથે જોવા મળશે. તેઓ એકબીજા સાથે કામ કરવા માટે ઉત્સુક છે.

અમિત ત્રિવેદી આપશે સંગીત
લાગે છે ચંદ્રેશ ભટ્ટ તેમની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મને ખાસ બનાવવામાં કોઈ કસર નથી છોડવા માંગતા. અને એટલે જ તેમણે પોતાની ફિલ્મમાં મ્યુઝિક આપવા માટે અમિત ત્રિવેદીનો અપ્રોચ કર્યો છે. તાજેતરમાં જ આ અનટાઈલ્ડ ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટ અને ગુજરાતી લિરિસિસ્ટ નિરેન ભટ્ટે ફિલ્મના મ્યુઝિકની ચર્ચા માટે અમિત ત્રિવેદી સાથે મુલાકાત કરી.

આ પણ જુઓઃ Photos: પાપાના ખભા પર બેસીને ઘરે પાછા આવ્યા તૈમૂર, નવા લૂકમાં જોવા મળ્યા સૈફ



આ મુલાકાત બાદ ચંદ્રેશ ભટ્ટનું કહેવું છે કે,'છેલ્લા કેટલાક મહિનાઓમાં ફિલ્મના મ્યુઝિક અંગે ચર્ચા કરવા હું અમિત ત્રિવેદીને ઘણીવાર મળ્યો છું, એટલે જ હું કહી શકું છું કે હું તેમના જવા નમ્ર વ્યક્તિને ક્યારેય નથી મળ્યો. તેઓ ફિલ્મ માટે ઓલરેડી કેટલાક ટ્રેક કમ્પોઝ કરી ચૂક્યા છે, અને હું ખાતરીપૂર્વક કહી શકું છું કે અમે ગુજરાતી દર્શકો માટે કંઈક ખાસ લાવી રહ્યા છીએ. નિરેન ભટ્ટ અને અમિત ત્રિવેદી જેવા શાનદાર કલાકારો સાથે કામ કરવાનો મને ગર્વ છે.'


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2019 08:16 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK