તૈમૂરે અબરામના બર્થ-ડેમાં બનાવ્યો ટૅટૂ, પણ....

Published: Jun 01, 2019, 13:19 IST | મુંબઈ

તૈમૂર અલી ખાન હાલ પોતાના પેરેન્ટ્સ સાથે લંડનમાં છે. હાલમાં જ તૈમૂરનો નવો ફોટો સામે આવ્યો છે જેમાં તે ટૅટૂ બનાવતો નજર આવી રહ્યો છે.

તૈમૂર અલી ખાન
તૈમૂર અલી ખાન

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો દીકરો તૈમૂર અલી ખાન ફૅમસ સ્ટારકિડ છે અને એની નવી તસવીર સામે આવે તો જલદીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. તૈમૂરની ફૅન ફૉલોઅિંગ મોટા-મોટા સ્ટાર્સને પણ પાછળ છોડી દે છે. હાલમાં નટખટ તૈમૂરની ટૅટૂ બનાવતી તસવીર વાયરલ થઈ રહી છે.

હકીકતમાં તૈમૂર અલી ખાનની આ ફોટો શાહરૂખ ખાનના પુત્ર અબરામ ખાનના બર્થ-ડે પાર્ટીની છે. જેમાં હાલમાં જ તૈમૂર મહેમાન બનીને પહોંચ્યા હતા. અબરામની પાર્ટીમાં પિન્ક કલરની શર્ટ અને બ્લૂ જીન્સ પહેરીને તૈમૂરે આર્ટિફિશ્યલ ટૅટૂ બનાવતા નજર આવી રહ્યા છે. ફોટોમાં તૈમૂર હંમેોશાની જેમ ક્યૂટ લાગી રહ્યા હતા. જણાવી દઈએ કે અબરામ ખાનની છઠ્ઠી બર્થ-ડે પાર્ટી માટે શાહરૂખ ખાન અને ગૌરી ખાને એવેન્જર્સ થીમ પર પાર્ટી રાખી હતી. અબરામના માટે આ પાર્ટી તાજ લેન્ડ્સમાં રાખવામાં આવી હતી.

આ પણ વાંચો : Bharat Box Office Prediction: ફિલ્મથી છે આટલી અપેક્ષાઓ

તૈમૂર હાલ પોતાના પેરેન્ટ્સ સાથે લંડનમાં છે. હાલમાં જ કરીનાએ દીકરા તૈમૂરના ડાયટ પ્લાન વિશે જાણકારી શૅર કરી હતી. એમણે જણાવ્યું કે તૈમૂરને ફક્ત ઘરનું ખાવાનુ પીરસવામાં આવે છે. તૈમૂરને બહારનું ખાવાનું આપવામાં નથી આવતું. ડાયટીશ્યન રૂતુજા દિવેકરને આપેલા ઈન્ટરવ્યૂમાં કરીનાએ જણાવ્યું કે તૈમૂરને બર્થ-ડે પાર્ટીમાં ખાવાની પરમિશન નથી. તે ફક્ત ઘરનું ખાવાનું ખાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK