Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Bharat Box Office Prediction: ફિલ્મથી છે આટલી અપેક્ષાઓ

Bharat Box Office Prediction: ફિલ્મથી છે આટલી અપેક્ષાઓ

01 June, 2019 12:30 PM IST | મુંબઈ

Bharat Box Office Prediction: ફિલ્મથી છે આટલી અપેક્ષાઓ

સલમાન અને કેટરિના

સલમાન અને કેટરિના


સલમાન ખાન ની ફિલ્મ ભારત 5 જૂનના રોજ એટલે ઈદના ખાસ અવસર પર સિનેમાધરોમાં દસ્તક આપવા જઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી સલમાન ખાન પોતાની ફિલ્મને ઈદ પર રિલીઝ કરતી આવી છે. ખાસ વાત એ છે કે ફિલ્મ પહેલા દિવસે કમાણીનો રેકોર્ડ બનાવી દે છે. જો વાત કરીએ રિલીઝ થનારી ફિલ્મ 'ભારત'ની તો આવો જાણીએ એનું બૉક્સ ઑફિસ પ્રીડિક્શન અને આ ફિલ્મથી કેટલી આશા છે.

સલમાન ખાન (Salman Khan) અને કેટરિના કૈફ (Katrina Kaif) સ્ટારર ફિલ્મ ભારત ઈદના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. જો વાત કરીએ પહેલા દિવસના કલેક્શનની તો અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મ 30 કરોડ રૂપિયાનો આંકડો સ્પર્શ કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી દર વર્ષે ઈદ પર સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થાય છે. એમની દરેક ફિલ્મ પહેલા દિવસની કમાણીથી નવો રેકોર્ડ બને છે. 5 જૂને ભારત રિલીઝ થવાને લઈને પહેલા દિવસના કલેક્શન વિશે અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મ 30 કરોડનો આંકડો પાર કરી શકે છે. કારણકે 5 જૂને જ ક્રિકેટ વર્લ્ડ કપ (ICC Cricket World Cup)માં ભારતની પહેલી મેચ સાઉથ આફ્રિકા સાથે છે. પરંતુ ટ્રેડ એનાલિસ્ટનું માનવું છે કે ફિલ્મની કમાણીમાં ક્રિકેટ મેચનો વધારે અસર નહીં થાય. તમને જણાવી દઈએ કે સલમાન કાનની આ ફિલ્મોનો હાલ જે ઈદના અવસર પર રિલીઝ થઈ હતી -



વોન્ટેડ ઈદ પર રિલીઝ માટે સ્લેટેડ નહીં હતી. પ્રોડક્શનમાં વિલંબના કારણે 'વોન્ટેડ'ને ઈદના અવસર પર રિલીઝ કરવામાં આવી હતી. 2009માં ઈદનો તહેવાર 20 સપ્ટેમ્બરમાં ઉજવવામાં આવ્યો હતો, જ્યારે વોન્ટેડ 18 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મે 60 કરોડ જમા કર્યા હતા અને એ દરમિયાન જબરદસ્ત હિટ રહી હતી. બોની કપૂરે વોન્ટેડને પ્રોડ્યૂસ કરી હતી.


2010માં સલમાન ખાનની 'દબંગ' રિલીઝ થઈ હતી. સલમાનને ફિલ્મમાં ચુલબુલ પાન્ડેનો પાત્ર ભજવ્યો હતો.

2011ની ઈદ પર સલમાન ખાનની 'બૉડીગાર્ડ' રિલીઝ થઈ. આ ફિલ્મને સાઉથ સિનેમામના સિદ્દીકે ડિરેક્ટ કરી હતી. કરીના કપૂર ફિલ્મની લીડિંગ લેડી હતી. ફિલ્મે 149 કરોડ રૂપિયા
બોક્સ ઑફિસ પર જમા કર્યા હતા.


2012માં ઈદમાં સલમાનની પહેલી વાર 'એક થા ટાઈગર' રિલીઝ થઈ હતી. કબીર ખાન ડિરેક્ટર હતા અને કેટરિના લીડિંગ લેડી હતી. આ ફિલ્મે સલમાનને 199 કરોડ રૂપિયાની ઈદી આપી હતી.

2014માં સાજિદ નાડિયાદવાલાની 'કિક' રિલીઝ થઈ અને 232 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું.

2015માં સલમાન ખાનની બજરંગી ભાઈજાન આવી. આ ફિલ્મને કબીર ખાને ડિરેક્ટ કરી હતી અને 321 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

2016માં સલમાન અને અનુષ્કા શર્માની 'સુલતાન' રિલીઝ થઈ. અલી અબ્બાસ ઝાફર ડિરેક્ટ ફિલ્મમાં સલમાન પહેલવાન બન્યા. ફિલ્મે 300 કરોડથી વધારે કલેક્શન કર્યું.

2017માં ઈદમાં 23 જૂને સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઈટ રિલીઝ થઈ હતી. ફિલ્મે 121 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

2018માં 15 જૂન ઈદના દિવસે રેસ 3 રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે 169 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

આ પણ વાંચો : અમેરિકન ફિલ્મમેકર સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે હુમા કુરેશી

ભારત સલમાનના બનેવી અતુલ અગ્નિહોત્રીના પ્રોડક્શનમાં બની રહી છે. આ ફિલ્મમાં પહેલા પ્રિયંકા ચોપડાને સલમાન ખાનની પત્નીનો રોલ આપવામાં આવ્યો હતો. પ્રિયંકા એના માટે રાજી પણ થઈ ગઈ હતી પરંતુ અચાનક જ પ્રિયંકાએ આ ફિલ્મથી પોતાનું નામ પાછું લઈ લીધું. આ કારણે ફિલ્મમાં એમની જગ્યા પર કેટરિનાને સ્થાન મળ્યું.

ફિલ્મનું એડવાન્સ બુકિેંગ પણ શરૂ થઈ ગયું છે. એને લઈને સલમાન ખાને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી છે.

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2019 12:30 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK